Bollywood/ KGF 2 ની જાહેર થઈ રિલીઝ ડેટ , આ તારીખે બોક્સ ઓફિસ પર કરશે ધમાકા

સંજય દત્તે પણ ફિલ્મ KGF ચેપ્ટર 2 નું પોસ્ટર તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યું છે. ફિલ્મનું પોસ્ટર જોતા ખૂબ જ રસપ્રદ લાગે છે

Entertainment
Untitled 257 KGF 2 ની જાહેર થઈ રિલીઝ ડેટ , આ તારીખે બોક્સ ઓફિસ પર કરશે ધમાકા

કોરોના  કારણે મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘KGF ચેપ્ટર 2’ ની રિલીઝ ડેટ મુલતવી રાખવામાં આવી  હતી .  જે લઈને ફિલ્મના નિર્માતાઓએ ચાહકોની પ્રતીક્ષાનો અંત લાવ્યો છે. સુપરસ્ટાર યશે ખુદ રિલીઝ ડેટ જાહેર કરી છે. આ ફિલ્મ 14 એપ્રિલ 2022ના રોજ થિયેટરોમાં રિલીઝ થશે. યશે સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરીને આ વિશે માહિતી આપી છે. આ સાથે, તેણે ચાહકો સાથે ફિલ્મનું નવું પોસ્ટર અને રિલીઝ ડેટ શેર કરી છે.

Instagram will load in the frontend.

આ સાથે સંજય દત્તે પણ ફિલ્મ KGF ચેપ્ટર 2 નું પોસ્ટર તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યું છે. ફિલ્મનું પોસ્ટર જોતા ખૂબ જ રસપ્રદ લાગે છે. પોસ્ટરમાં ફિલ્મના તમામ સ્ટાર્સ જોઇ શકાય છે. ફિલ્મના પોસ્ટરમાં રવિના ટંડન, સંજય દત્ત, યશ અને પ્રકાશ રાજ નજરે પડે છે. દરેક વ્યક્તિનું પાત્ર ખૂબ જ તીવ્ર દેખાય છે અને પોસ્ટર સામે આવ્યા બાદ ચાહકોની ઉત્તેજનાનું સ્તર વધુ વધ્યું છે. લોકોને ફિલ્મના પોસ્ટર ખૂબ પસંદ છે.

સંજય દત્તે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, ‘આજની ​​અનિશ્ચિતતાઓ માત્ર અમારા સંકલ્પમાં વિલંબ કરશે તો પણ વચન પ્રમાણે થશે. અમે 14 એપ્રિલ 2022 ના રોજ થિયેટરોમાં આવીશું.’ આ પોસ્ટ આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે.