Not Set/ Video: આંગણવાડી જર્જરિત હાલતમાં, ઈમારતમાં અગાઉ બની હતી દુર્ઘટના

ખેડા, ખેડાના જિલ્લાના વસો તાલુકામાં આવેલ નાનકડા ગામ ખાંધલી ગામે નાના બાળકોના શિક્ષણ અને તેમના ઘડતર માટે વર્ષ 2000માં આંગણવાડી શરૂ કરવામાં આવી હતી. પરંતુ હાલ આ આંગણવાડી તંત્રની બેદરકારી અને ભ્રષ્ટાચારના કારણે બાળકો નિરર્થક બની ગઈ છે. સરકાર દ્વારા નાના બાળકોના શિક્ષણ માટે શરૂ કરવામાં આવેલી આંગણવાડીની ઈમારત જર્જરિત હાલતમાં હોવાથી ઈમારતમાં બેસવું અને […]

Top Stories Gujarat Others Videos
mantavya 302 Video: આંગણવાડી જર્જરિત હાલતમાં, ઈમારતમાં અગાઉ બની હતી દુર્ઘટના

ખેડા,

ખેડાના જિલ્લાના વસો તાલુકામાં આવેલ નાનકડા ગામ ખાંધલી ગામે નાના બાળકોના શિક્ષણ અને તેમના ઘડતર માટે વર્ષ 2000માં આંગણવાડી શરૂ કરવામાં આવી હતી. પરંતુ હાલ આ આંગણવાડી તંત્રની બેદરકારી અને ભ્રષ્ટાચારના કારણે બાળકો નિરર્થક બની ગઈ છે.

સરકાર દ્વારા નાના બાળકોના શિક્ષણ માટે શરૂ કરવામાં આવેલી આંગણવાડીની ઈમારત જર્જરિત હાલતમાં હોવાથી ઈમારતમાં બેસવું અને તેમાં શિક્ષણ આપવું બંને જોખમી બનયા છે. તેને કારણે બાળકોને ઈમારતની બહાર ખુલ્લામાં શિક્ષણ લેવાની ફરજ પડી રહી છે.

ઉલ્લેખનિય છે કે થોડા વર્ષ અગાઉ આંગણવાડીમાં એક નાના બાળક પર પંખો પડવાની ઘટના બની હતી જેમાં સદનસીબે બાળકનો આબાદ બચાવ થયો હતો અને બાળકને તે ઘટનામાં સામાન્ય ઈજાઓ પહોંચી હતી. તો તેના પછી બીજા એક બાળક પર છતનો કાટમાળ પડ્યો હતો. જેને લઈને ગામના સરપંચને ફરિયાદ કરતા ગામના સરપંચે આંગણવાડીના ઈમારતનો ઉપયોગ નહિં કરવાની આંગણવાડી મહિલા વર્કરને લેખિતમાં આદેશ કર્યો હતો અને આંગણવાડીના બાળકોને હાલ પૂરતા બહાર બેસાડવાની વાત કરી હતી.

બીજી બાજુ આંગણવાડીને અડીને પાણીની ટાંકી હોવાથી તેની નીચે પાણી ભરાઈ રહે છે અને તેના કારણે મચ્છરોનો ઉપદ્રવ થાય છે. જેને લઈને બાળકોને મચ્છરોના ઉપદ્રવ વચ્ચે બેસી રહેવાની પણ ફરજ પડે છે. તો બાળકો માટે તૈયાર કરવામાં આવતા ભોજન બનાવવાની જગ્યાની વ્યવસ્થા ન હોવાથી આંગણવારી વર્કેરને ઈમારતમાં ભયના ઓથાર નીચે બાળકો માટે ભોજન તૈયાર કરવું પડે છે અને તેના કારણે ભોજનમાં ક્યારેક પોપડા અને માટી પડે છે.

મહત્વનું છે કે બાળકો માટે શરૂ કરવામાં આવેલી આંગણવાડીની જર્જરિત હાલત હોવાને કારણે જ બાળકોની હાલત કફોડી બની છે અને તંત્રને છેલ્લા એક વર્ષથી આંગણવાડી વર્કર અને ગામના સરપંચ દ્વારા વારંવાર રજૂઆત કર્યા બાદ પણ તેનો નિકાલ નથી આવી રહ્યો.