Kheda/ ખેડા જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ રાજેશ ઝાલા કોંગ્રેસથી નારાજ : ભાજપમાં જોડાય તેવી અટળકો

ગત વિધાનસભા સમય પણ કોંગ્રેસનાં જિલ્લા પ્રમુખ ભરતસિંહ પરમારએ પણ ભાજપનો ખેસ ધારણ કરી કોંગ્રેસને હચમચાવી દીધું હતું ત્યારે તેમને મહુધા વિધાનસભા માટે પણ ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ ફાળવી હતી.

Gujarat Others
ખેડા

ખેડા જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ રાજેશ ઝાલા કોંગ્રેસના રવૈયાથી નારાજ થઈ ભાજપમાં જોડાઈ જવાની તૈયારીઓમાં લાગી ગયા છે ત્યારે ખેડા જિલ્લા કોંગ્રેસમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

છેલ્લાએ ઘણા સમયથી ખેડા જિલ્લા પ્રમુખ રાજેશ ઝાલા અને કપડવંજના ધારાસભ્ય કાળુસિંહ ડાભી વચ્ચે મતભેદની સ્થિતિ જોવા પામેલ છે. જેને કારણે નીતિ વિશે અનેક પ્રશ્નોને કારણે કોંગ્રેસના કાર્યકર્તાઓ ચારે દિશા તરફ જતા હોય તેવું જોવા મળી રહ્યું છે. ગત વિધાનસભા સમય પણ કોંગ્રેસનાં જિલ્લા પ્રમુખ ભરતસિંહ પરમારએ પણ ભાજપનો ખેસ ધારણ કરી કોંગ્રેસને હચમચાવી દીધું હતું ત્યારે તેમને મહુધા વિધાનસભા માટે પણ ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ ફાળવી હતી. આ જ પ્રમાણે આવનાર વિધાનસભાની તૈયારીઓને લઈને ખેડા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેશ ઝાલા પણ તેમના રસ્તે જઈ રહ્યા હોય અને કપડવંજ વિધાનસભાની ટિકિટની તૈયારીઓ માટે આ કાવાદાવા રમતા હોય તેવી અટકળો ચર્ચાસ્પદ બની છે. જેને લઈને ભારતીય જનતા પાર્ટીના વિવિધ હોદ્દેદારોને મળીને રાજેશ ઝાલા ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનું મન બનાવી ચૂક્યા હોય તેવો ગણ ગણાટ જિલ્લામાં ચાલી રહ્યો છે.

ખેડા

થોડા સમય પહેલા ખેડા જિલ્લા પંચાયતની મિટિંગમાં પણ વિરોધ પક્ષમાં બેઠા હોવાથી છતાં પણ અનેક પ્રશ્નોમાં મહુધાનાં ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમાર અને ઠાસરાનાં ધારાસભ્ય કાંતિભાઈ પરમાર દ્વારા ઘણા પ્રશ્નો અંગે વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારે પણ ખેડા જિલ્લા પ્રમુખ રાજેશ ઝાલાએ સહેજ પણ વિરોધ કર્યા વગર ચૂપચાપ બેસી રહેવું પસંદ કરતા અનેક તર્ક વેતરકો ઊભા થયા હતા. આગામી દિવસોમાં કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાઈ શકે છે રાજેશ ઝાલા સૂત્રો દ્વારા માહિતી મુજબ રાજેશ ઝાલાએ ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પટેલને પણ મળીને મુલાકાત કરી હતી તેવી ચર્ચાઓ વાયુવેગે પ્રસરી રહી છે.જોકે હજુ સુધી નિશ્ચિત નથી કે આગામી પગલું રાજેશ ઝાલા શું લેશે, પરંતુ ચર્ચા એ તો જોર પકડતા તેવું લાગી રહ્યું છે કે ભાજપ સાથે જોડાઈ શકે છે.

આ પણ વાંચો : આ રેલ્વે સેવા મુસાફરોનો થાક દૂર કરશે, તમે જોતા જ રહી જશો