Not Set/ ખુશ્બુ ચૌહાણને અસમનાં રાયફલ જવાને આપ્યો જવાબ, કહ્યુ-મારવામાં નહી બચાવવામાં છે બહાદુરી

CRPF કોન્સ્ટેબલ ખુશ્બુ ચૌહાણનાં ભાષણને લઇને દેશમાં અલગ-અલગ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. ઘણા તેના ભાષણને યોગ્ય ગણે છે તો ઘણા તેને અયોગ્ય ઠેરવી રહ્યા છે. આપને જણાવી દઇએ કે, રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ દ્વારા 27 સપ્ટેબરનાં રોજ યોજવામાં આવેલ વાદ વિવાદ પ્રતિયોગિતામાં પોતાના દમદાર ભાષણથી દરેકનું ધ્યાન પોતાની તરફ ખેંચનાર ખુશ્બુ ચૌહાણને હવે અસમનાં રાયફલ […]

Top Stories India
ખુશ્બુ ચૌહાણને અસમનાં રાયફલ જવાને આપ્યો જવાબ, કહ્યુ-મારવામાં નહી બચાવવામાં છે બહાદુરી

CRPF કોન્સ્ટેબલ ખુશ્બુ ચૌહાણનાં ભાષણને લઇને દેશમાં અલગ-અલગ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. ઘણા તેના ભાષણને યોગ્ય ગણે છે તો ઘણા તેને અયોગ્ય ઠેરવી રહ્યા છે. આપને જણાવી દઇએ કે, રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ દ્વારા 27 સપ્ટેબરનાં રોજ યોજવામાં આવેલ વાદ વિવાદ પ્રતિયોગિતામાં પોતાના દમદાર ભાષણથી દરેકનું ધ્યાન પોતાની તરફ ખેંચનાર ખુશ્બુ ચૌહાણને હવે અસમનાં રાયફલ જવાને જવાબ આપ્યો છે. જવાને કહ્યુ છે કે બહાદુરી કોઇને મારવામાં નહી પણ બચાવવામાં છે.

ખુશ્બુ ચૌહાણ દ્વારા આપવામાં આવેલ ભાષણ બાદ ઘણા લોકોએ તેના વખાણ કર્યા હતા, પરંતુ તેના આ ભાષણ બાદ CRPF ને આ મુદ્દે સફાઇ દેવી પડી હતી. ખુશ્બુનાં ભાષણ બાદ હવે એક નવો વીડિયો સામે આવ્યો છે, જેમા અસમ રાયફલ જવાન બલવાન સિંહે આ ભષણ પર પોતાનો વિચાર રજૂ કર્યો છે. જવાને ખુશ્બને જવાબ આપતા કહ્યુ છે કે, બહાદુરી કોઇને મારવામાં નહી પણ બચાવવામાં છે. બલવાન સિંહનાં આ વિચારો દર્શાવતો વીડીયો હવે સોશીયલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે. આ ભાષણમાં, તેણે માનવાધિકાર નિયમોનું પાલન કરવાની વાત કરી છે. પોતાના સંબોધનમાં બલવાનસિંહે કહ્યું કે એવું કહેવાય છે કે માનવાધિકારનું પાલન કરવું અશક્ય છે, પરંતુ સામાન્ય લોકોનાં હક્કોનું રક્ષણ કોણ કરશે?

બલવાનસિંહે કહ્યું કે, “માનવાધિકાર એ અધિકાર છે જે દરેક વ્યક્તિને મળે છે, અલગથી ભારતીય બંધારણ પણ નાગરિકોને મૂળભૂત અધિકાર આપે છે. આતંકવાદ-નક્સલવાદવાળા સ્થળોએ શાંતિ સ્થાપિત કરવા માટે સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે, પરંતુ એ વાત પણ સાચી છે કે માનવાધિકાર આયોગ અવાજ ત્યારે જ ઉઠાવે છે જ્યા તેની અવગણના થાય છે.”

ઉલ્લેખનીય છે કે, ખુશ્બુ ચૌહાણે આ પહેલા પોતાના ભાષણમાં કહ્યુ હતુ કે, ઉઠો, દેશનાં બહાદુર જવાનો, તમે સિંહ બનીને દહાડો, એક તિરંગા તે કન્હૈયાની છાતીમાં ગાડી દો. જો કે ખુશ્બુનાં આ ભાષણ બાદ CRPF ને આ મુદ્દે સફાઇ આપવી પડી હતી. તેમણે કહ્યુ હતુ કે, અમે માનવાધિકારમાં માનીએ છીએ પરુંત આ ભાષણને વાદ-વિવાદમાં આપવામાં આવ્યુ હતુ, જેનાથી પ્રભાવિત ન થાઓ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.