Rajkot News : રાજકોટમાં વીંછીયાના નાના માત્રાની સગીરાના અપહરણના મામલામાં ફરિયાદ નોંધાઈ છે. વીંછીયામાં 16 વર્ષની સગીરાનું અપહરણ થયું હતું. તપાસમાં સાયલના કોટડા ગામના 21 વર્ષના ચિરાગ ધોરીયાએ સગીરાનું અપહરણ કર્યું હોવાનું બહાર આવ્યું છે. વીંછીયા પોલીસે આ અંગે ગુનો નોંધીને સગીરા અને અપહરણકર્તાની શોધ હાથ ધરી છે.
દરમિયાન ચોટીલાના લાખણકા ગામમાં વાડીના એક રૂમમાંથી બન્નેના મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. પોલીસે બન્નેના મૃતદેહ કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. બાદમાં મૃતદેહો ફોરેન્સિંક રિપોર્ટ માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: ભુપેન્દ્રસિંહ ઝાલા નીકળ્યો ગજબનો ખેલાડી, ક્રિપ્ટોમાં કરોડોનું રોકાણ
આ પણ વાંચો: 6000 કરોડનું કૌભાંડ કરનાર ભાજપના કાર્યકર ભૂપેન્દ્રસિંહ ઝાલા થયા ‘ગુમ’
