અપહરણ/ દાહોદની હોસ્પિટલમાંથી એક માસના બાળકનું અપહરણ

દાહોદના ધાનપુર હોસ્પિટલમાંથી બાળકનું અપહરણ થઇ હોવાની ઘટના બની હોવાના સમાચાર સામે આવતા પોલીસે સઘન તપાસ હાથ ધરી છે. 

Top Stories Gujarat
Kidnapping in Dahod
  • દાહોદ:રેફરલ હોસ્પિ.માંથી બાળકનું અપહરણ
  • ધાનપુરની હોસ્પિ.માંથી બાળકનું અપહરણ
  • સુરપુરની મહિલાના બાળકનું અપહરણ
  • કુટુંબ નિયોજનના ઓપરેશન માટે આવી હતી મહિલા
  • અજાણી મહિલા એક માસના બાળકને લઈ ફરાર
  • ખોયું બાંધી બાળકને સૂવડાવ્યું હતું
  • હોસ્પિટલના CCTV કેમેરા બંધ હાલતમાં

Kidnapping in Dahod:  ગુજરાતમાં (gujarat) ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે . રાજ્યમાં અવારનવાર બાળકોના અપહરણની ઘટના બનતી હોય છે, દાહોદમાંથી બાળક અપહરણના મોટા સામચાર સામે આવી રહ્યા છે. દાહોદના ધાનપુર હોસ્પિટલમાંથી બાળકનું અપહરણ થઇ હોવાની ઘટના બની હોવાના સમાચાર સામે આવતા પોલીસે સઘન તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર( Kidnapping in Dahod) દાહોદના  ધાનપુરમાં (dhanpur) રેફરલ હોસ્પિટલમાંથી બાળક અપહરણ થયું છે. દાહોદમાં સુરપુર ગામની મહિલાનું બાળક અપહરણ થઇ છે. જેના લીધે સમગ્ર પરિવાર ચિંતામય બન્યો છે. આ મામલાની જાણ પોલીસને કરતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. સુરપુરની (surpur) મહિલા કુટુંબ નિયોજનના ઓપરેશન માટે આવી હતી ત્યારે આ ઘટના ઘટી હતી. કુટુબ નિયોજનના ઓપરેશન માટે આવેલી મહિલાએ પોતાના બાળકને ખોયું બાંધીને સૂવડાયું હતું ત્યારે કોઇ અજાણી મહિલા બાળક લઇને ફરાર થઇ ગઇ હતી. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી હતી અને હોસ્પિટલના સીસીટીવી ચેક કર્યા હતા જે બંધ હાલતમાં મળી આવ્યા હતા .પોલીસે આ અપહરણકર્તા મહિલાને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

ઉલ્લેખનીય છે કે પોલીસે આ અંગે સઘન તપાસ હાથ ધરી છે,હોસ્પિટલના સ્ટાફને પુછપરછ કરી રહી છે અને આજુબાજુના લોકોને આ મામલે તપાસ કરી રહી છે. બાળકનું અપહરણ થતા મહિલાને ગંભીર આઘાત લાગ્યો છે. હાલ પરિવારજનોમાં ભારે ચિંતામાં જોવા મળી

Ahmedabad/ અમદાવાદમાં નાઈટ મેરેથોનનો મુખ્યમંત્રીએ પ્રારંભ કરાવ્યો, હજારો લોકો જોડાયા

Sports/ રમતગમત મંત્રાલયે WFI સહાયક સચિવ વિનોદ તોમરને કર્યા સસ્પેન્ડ, જાણો કારણ