Sports/ રમતગમત મંત્રાલયે WFI સહાયક સચિવ વિનોદ તોમરને કર્યા સસ્પેન્ડ, જાણો કારણ

રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રજ ભૂષણ શરણ સિંહ પર લાગેલા ગંભીર આરોપોના મામલામાં ખેલ મંત્રાલય એક્શનમાં આવી ગયું છે. આ વિવાદમાં સહાયક સચિવના પદ પર કામ કરી…

Top Stories India
Suspends Vinod Tomar

Suspends Vinod Tomar: રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રજ ભૂષણ શરણ સિંહ પર લાગેલા ગંભીર આરોપોના મામલામાં ખેલ મંત્રાલય એક્શનમાં આવી ગયું છે. આ વિવાદમાં સહાયક સચિવના પદ પર કામ કરી રહેલા વિનોદ તોમરને બ્રજ ભૂષણ શરણ સિંહ વતી નિવેદન આપવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ મામલામાં વિનોદ તોમરે કહ્યું હતું કે બ્રજ ભૂષણ શરણ સિંહ તેમના પદ પર ચાલુ છે. તે ટૂંક સમયમાં પોતાનું નિવેદન આપશે. આ પછી રમત મંત્રાલયે આ કાર્યવાહી કરી છે. સમાચાર એજન્સી ANIએ આ અંગેની માહિતી આપી છે.

જણાવી દઈએ કે ભારતીય કુસ્તીબાજો દિલ્હીના જંતર-મંતર પર ધરણા પર બેઠા હતા. ખેલાડીઓનો આરોપ છે કે રેસલિંગ એસોસિએશનના પ્રમુખ અને અન્ય પદાધિકારીઓ મહિલા ખેલાડીઓ અને કોચનું શોષણ કરે છે. ભારતીય કુસ્તીબાજ અને ઓલિમ્પિયન વિનેશ ફોગાટે કહ્યું કે, જે ખેલાડીઓએ મોઢું ખોલ્યું છે તેમને કંઈ થશે તો તેના માટે રેસલિંગ એસોસિએશનના પ્રમુખ અને ફેડરેશન જવાબદાર રહેશે. વિનેશ ફોગાટે આરોપ લગાવ્યો છે કે કુશી ફેડરેશન ખેલાડીઓ પર બળજબરીથી પ્રતિબંધ લગાવે છે. આ મામલે રમતગમત મંત્રાલયે એક તપાસ સમિતિની રચના કરી હતી, જે બાદ ખેલાડીઓએ હડતાળ ખતમ કરી દીધી છે. ત્યારબાદ બ્રજ ભૂષણ શરણ સિંહને પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે.

આ મામલે રેસલિંગ ફેડરેશને રમત મંત્રાલયને જવાબ આપ્યો છે. રમત મંત્રાલયને લખેલા પત્રમાં કુસ્તી સંઘે હડતાળને પોતાના ફાયદા માટે ખેલાડીઓ પર દબાણ લાવવાની વ્યૂહરચના ગણાવી છે. એમ પણ કહ્યું કે તેઓ વર્તમાન નેતૃત્વમાં ફેરફાર કરવા માંગે છે, જેથી તેમને મહત્તમ લાભ મળી શકે.

આ પણ વાંચો: Modi Government/ ભાજપને ‘ભ્રષ્ટ જુમલા પાર્ટી’ કોણે કહ્યું? મોદી સરકાર સામે ચાર્જશીટ જારી