Not Set/ ફેરાફેરી હેરાફેરી પહેલી ગુજરાતી સિચ્યુએશનલ ફિલ્મ છે : મનોજ જોશી

અમદાવાદ ગુજરાતીમાં અર્બન ફિલ્મનો જુવાળ આવ્યાં પછી હવે હિન્દી ફિલ્મોમાં કામ કરતાં પોપ્યુલર એક્ટર્સ પણ ગુજરાતી ફિલ્મોમાં લીડ રોલમાં જોવા મળી રહ્યાં છે.અનેક  કોમેડી હિન્દી ફિલ્મોમાં ધમાલ મચાવનાર મનોજ જોશીની ગુજરાતી ફિલ્મ ફેરાફેરી હેરાફેરી રીલીઝ થઇ રહી છે,જેમાં આ વર્સટાઇલ એક્ટર તમને લીડ રોલમાં જોવા મળશે.પદ્મશ્રી એવોર્ડ વિજેતા મનોજ જોશીએ મંતવ્ય ન્યુઝ સાથે ખાસ વાત […]

Entertainment
Untitled 2 ફેરાફેરી હેરાફેરી પહેલી ગુજરાતી સિચ્યુએશનલ ફિલ્મ છે : મનોજ જોશી

અમદાવાદ

ગુજરાતીમાં અર્બન ફિલ્મનો જુવાળ આવ્યાં પછી હવે હિન્દી ફિલ્મોમાં કામ કરતાં પોપ્યુલર એક્ટર્સ પણ ગુજરાતી ફિલ્મોમાં લીડ રોલમાં જોવા મળી રહ્યાં છે.અનેક  કોમેડી હિન્દી ફિલ્મોમાં ધમાલ મચાવનાર મનોજ જોશીની ગુજરાતી ફિલ્મ ફેરાફેરી હેરાફેરી રીલીઝ થઇ રહી છે,જેમાં આ વર્સટાઇલ એક્ટર તમને લીડ રોલમાં જોવા મળશે.પદ્મશ્રી એવોર્ડ વિજેતા મનોજ જોશીએ મંતવ્ય ન્યુઝ સાથે ખાસ વાત કરતા જણાવ્યું હતું કે  ફેરાફેરી હેરાફેરી  ગુજરાતીમાં આવેલી પહેલી સિચ્યુએશનલ કોમેડી મુવી હશે.

મનોજ જોશીએ કહ્યું કે આ ફિલ્મ એવી છે જેમાં બધા હીરો છે.આ ફિલ્મમાં સોનુ નિગમે સ્વર આપ્યો છે તો કોરીયોગ્રાફી ગણેશ આચાર્યએ કરી છે તો પહેલી વાર સાંઈરામ દવે પણ પડદા પર જોવા મળશે.

ફેરાફેરી હેરાફેરી ફિલ્મ 29 દિવસમાં પૂર્ણ કરી અને સૌથી ઝડપી ફિલ્મ પુરી કરવાનુ સર્ટિફિકેટ પણ મેળવી ચુકી છે લોકોને હસાવીને તરબોળ કરી દેનારી આ મુવીમાં નેત્રી ત્રિવેદી, બિજલ જોષી, કુલદીપ રાજગૌર અને આરતી નાગપાલ પણ અભિનયના ઓજસ પાથરી રહયા છે.

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની વાત કરતા મનોજ જોષીઅે જણાવ્યુ કે સાહિત્યને લઈને પણ મુવી બનવી જોઈઅે અને હવે જે અર્બન મુવીનો ટ્રેન્ડ આવ્યો છે ત્યારે આ મુવી એન્ટરટેઈનિંગ અને લોકોને ચોક્કસ પંસદ પડશે તેમ પણ જણાવ્યુ હતુ

મનોજ જોશીએ મંતવ્ય ન્યુઝ સાથે પણ બીજી પણ રસપ્રદ વાતો કરી જે સાંભળવા વીડીયો સાંભળવો રહ્યો.