Redevelopment/ જાણો ગુજરાતના કેટલા રેલ્વે સ્ટેશનોની કેટલા ખર્ચે થશે કાયાપલટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સમગ્ર દેશના કુલ 508 રેલ્વે સ્ટેશનોના રિડેવલપમેન્ટ અમૃત ભારતમનો શિલાન્યાસ કરવાના છે. તેમા ગુજરાતના કુલ 21 સ્ટેશનોના રિડેવલપમેન્ટનો સમાવેશ થાય છે. આ યોજના પાછળ કુલ 24, હજાર કરોડથી પણ વધારે ખર્ચ થવાનો છે.

Top Stories Gujarat
Railstation redevelopment જાણો ગુજરાતના કેટલા રેલ્વે સ્ટેશનોની કેટલા ખર્ચે થશે કાયાપલટ

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે Redevelopment સમગ્ર દેશના કુલ 508 રેલ્વે સ્ટેશનોના રિડેવલપમેન્ટ અમૃત ભારતમનો શિલાન્યાસ કરવાના છે. તેમા ગુજરાતના કુલ 21 સ્ટેશનોના રિડેવલપમેન્ટનો સમાવેશ થાય છે. આ યોજના પાછળ કુલ 24, હજાર કરોડથી પણ વધારે ખર્ચ થવાનો છે.

ગુજરાતના રેલ્વે સ્ટેશનોના રિડેવલપમેન્ટમાં જોઈએ તો Redevelopment અમદાવાદ ઝોનમાં જ પાંચ રેલ્વે સ્ટેશનની કાયાપલટ થશે. તેમા અમદાવાદ રેલ્વે સ્ટેશન ઉપરાંત અસારવા, મણિનગર, ચાંદલોડિયા અને વટવા રેલ્વે સ્ટેશનની કાયાપલટ થશે.  અમદાવાદ રેલ્વે સ્ટેશનનું રિડેવલપમેન્ટ તો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ થવાનું છે. જ્યારે અસારવા રેલ્વે સ્ટેશનની કાયાપલટ 25.32 કરોડ રૂપિયાના Redevelopment ખર્ચે થશે. આ ઉપરાંત મણિનગર રેલ્વે સ્ટેશનની કાયાપલટ 10.26 કરોડ રૂપિયાના ખર્ચે થશે. ચાંદલોડિયા રેલ્વે સ્ટેશનની કાયાપલટ 48.18 કરોડ રૂપિયાના ખર્ચે થશે. તેની સાથે વટવા રેલ્વે સ્ટેશનની કાયાપલટ 29.63 કરોડના ખર્ચે થશે. આમ અમદાવાદ ઝોનના કુલ ચાર રેલ્વે સ્ટેશનની કાયાપલટ 114 કરોડ કરતાં વધારે રૂપિયાના ખર્ચે થશે.

આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં જોઈએ તો સામખિયાળી Redevelopment રેલ્વેસ્ટેશનની કાયાપલટ 13.64 કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવશે.  જ્યારે સિદ્ધપુર રેલ્વે સ્ટેશનની કાયાલટ 41.13 કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવશે. 30.1 કરોડના ખર્ચે ઊંઝા રેલ્વે સ્ટેશનની કાયાપલટ કરવામાં આવશે. 48.34 કરોડના ખર્ચે મહેસાણા રેલ્વે સ્ટેશનની કાયાપલટ કરવામાં આવશે. 43.9 કરોડના ખર્ચે હિંમતનગર રેલ્વે સ્ટેશનની કાયાપલટ કરવામાં આવશે. 39.12 કરોડના ખર્ચે વિરમગામ રેલ્વે સ્ટેશનની કાયાપલટ કરવામાં આવશે. 41.27 કરોડના ખર્ચે ભચાઉ રેલ્વે સ્ટેશન, 47.51 કરોડના ખર્ચે પાલનપુર રેલ્વે સ્ટેશન, 32.30 કરોડના ખર્ચે પાટણ રેલ્વે સ્ટેશનની કાયાપલટ કરવામાં આવશે.  આજે ગુજરાતમાં મહત્વના 21 સાથે કુલ 87 રેલ્વે સ્ટેશનોનું રિડેવલપમેન્ટ કરવામાં આવનાર છે.

વડાપ્રધાન મોદી દ્વારા 16માંથી 9 જેટલા રેલ્વે સ્ટેશનનું Redevelopment ભૂમિપૂજન કરશે. આજે વિરમગામ, અસારવા, પાલનપુર રેલ્વે સ્ટેશનનું ભૂમિપૂજન થશે. આ ઉપરાંત કલોલ, ભુજ, પાટણ રેલ્વે સ્ટેશનનું ભૂમિપૂજન, હિંમતનગર, ધાંગધ્રા અને ભચાઉ રેલ્વે સ્ટેશનનું ભૂમિપૂજન, રેલવે સ્ટેશન ફરતા વિસ્તારને સુધારવામાં આવશે, લાઇટિંગ, સ્પોટ લાઇટિંગની જોગવાઇ કરવામાં આવશે, પાર્કિંગ એરિયાને ફરીથી ડિઝાઇન અને સુધારવામાં આવશે, સ્ટેશન પરિસરમાં વધુ સારી લાઇટિંગ સ્થાપિત કરાશે. વેઇટિંગ રૂમ, પ્લેટફોર્મ, રિટાયરિંગ રૂમ અને ઓફિસમાં વધુ સારું ફર્નિચર ગોઠવવામાં આવશે.

 

આ પણ વાંચોઃ GST Scam/અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા, બોગસ GST બિલ કૌભાંડના મુખ્ય આરોપી ઝડપાયો

આ પણ વાંચોઃ Breaking News/અંકલેશ્વર સેશન્સ કોર્ટનો મહત્વનો ચુકાદો, ATSએ ઝડપેલા બે આતંકીને આજીવન કેદની સજા, બંને આરોપીઓનું હતું ISIS સાથે કનેક્શન

આ પણ વાંચોઃ ટીવીમાં થયો વિસ્ફોટ/સુરતમાં ચાલુ ટીવીમાં અચાનક થયો બ્લાસ્ટ, મચી ભાગદોડ

આ પણ વાંચોઃ Gujarat BJP/ગુજરાત BJPના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ આપ્યું રાજીનામું, જાણો સમગ્ર મામલો

આ પણ વાંચોઃ મનપા એક્શન/અકસ્માતોની ઘટના અટકાવવા સુરત મનપા એક્શનમાં 3 મહિનામાં 1800 કરતાં વધુ પશુઓ પકડ્યા, 25 લાખ કરતા વધુનો દંડ વસુલાયો