Breaking News/ અંકલેશ્વર સેશન્સ કોર્ટનો મહત્વનો ચુકાદો, ATSએ ઝડપેલા બે આતંકીને આજીવન કેદની સજા, બંને આરોપીઓનું હતું ISIS સાથે કનેક્શન

ATS દ્વારા પકડાયેલા બે આતંકવાદીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. આતંકવાદીઓ દેશ વિરોધી ગતિવિધિઓમાં સામેલ હતા.

Top Stories Gujarat Breaking News
Untitled 58 અંકલેશ્વર સેશન્સ કોર્ટનો મહત્વનો ચુકાદો, ATSએ ઝડપેલા બે આતંકીને આજીવન કેદની સજા, બંને આરોપીઓનું હતું ISIS સાથે કનેક્શન

અંકલેશ્વર સેશન્સ કોર્ટે મહત્વનો નિર્ણય આપ્યો છે. ATS દ્વારા પકડાયેલા બે આતંકવાદીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. આતંકવાદીઓ દેશ વિરોધી ગતિવિધિઓમાં સામેલ હતા. આરોપી સરદાર પટેલ હોસ્પિટલમાં ડોક્ટર તરીકે નોકરી કરતો હતો. બંને આરોપીઓ ISIS સાથે પણ જોડાયેલા હતા. વર્ષ 2014માં અમદાવાદમાં આતંકવાદી પ્રવૃતિઓને અંજામ આપવા અને આતંકવાદી નેટવર્કને મજબૂત કરવા બદલ સક્રિય આતંકવાદીઓને સજા કરવામાં આવી છે. આ બંને આરોપીઓ અન્ય લોકોને આતંકવાદી પ્રવુતિઓમાં જોડતા હતા. મહત્વનુ છે કે આ આરોપીઓએ અન્ય 4 લોકોને આવી ગેરકાયદે પ્રવુતિઓમાં જોડવા માટે તાલીમ આપી હતી.

આ અગાઉ પણ રાજકોટમાંથી ગુજરાત ATS દ્વારા બે આતંકવાદી ભાઈઓની ધરપકડ કરવામાં આવી હતી. યાત્રાધામ ચોટીલા ચામુંડા મંદિર સહિતના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં લોન વુલ્ફ એટેક કરવાનું ખતરનાક ષડયંત્ર રચવામાં આવ્યું હતું, જે કેસમાં ISISના બે આતંકવાદી સગા ભાઇઓ એવા વસીમ આરીફ રામોડિયા અને નઈમ આરીફ રામોડિયાને સ્પેશિયલ NIA કોર્ટે દસ-દસ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. ગુજરાતમાં ISISના આતંકવાદીને સજાનો આ સૌપ્રથમ કેસ હોવાથી સ્પેશિયલ NIA કોર્ટનો આ ચુકાદો બહુ મહત્ત્વનો મનાઈ રહ્યો છે.

બંને ભાઇઓએ સિરિયા જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, લોન વુલ્ફ એટેક કરવાની તાલીમ લેવા માટે, જેથી ATSને નઈમ અને વસીમ સાથે સંપર્ક ધરાવતા ઉત્તરપ્રદેશ, દિલ્હી અને મહારાષ્ટ્રના હેન્ડલરોના મેસેજ અને સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર તેમના સ્ટેટસ ચેક કરતાં તેઓ સિરિયા ખાતેના ISISના લીડરના સંપર્કમાં હોવાનું જાણવા મળ્યું હતું. તેથી વસીમ અને નઈમના કેસની તપાસ ગુજરાત કે અન્ય રાજ્યો સુધી મર્યાદિત નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરની હોવાનું ATSની તપાસમાં બહાર આવતાં તપાસ NIAને સોંપવામાં આવી હતી.

આ પણ વાંચો:ગુજરાતમાં દારૂ અને બિયર મોલતા બે બુટલેગરોની ધરપકડ

આ પણ વાંચો:7 ધોરણ ભણેલા સુરતના 64 વર્ષના વ્યક્તિએ હોલીવુડ મુવીમાં હોય તેવી યુનિક ઇલેક્ટ્રિક રિંગ બાઈક બનાવી, જાણો વધુ

આ પણ વાંચો:ગણેશ મહોત્સવને લઈને જાહેરનામું, પીઓપી મૂર્તિ બનાવવા અને વેચાણ પર પ્રતિબંધ

આ પણ વાંચો:માટી સાથે જોડાયેલા મંત્રી મૂળુ બેરા, કેટલી અજાણી વાતો જાણીને કહેશો વાહ…!