Not Set/ શાળાના સંચાલકો શિક્ષણ અધિકારીઓની કેવી વલે કરી રહ્યા છે, જાણો માત્ર એક ક્લિક પર

વલસાડ, છેલ્લા કેટલાક સમયથી રાજ્ય સરકાર ફી વધારા મુદ્દે રાજ્યભરની ખાનગી સ્કુલોના સંચાલકોની દાદાગીરીને નાથવા માટે પ્રયત્નો કરી રહી છે ત્યારે બીજી બાજુ સંચાલકો હજી પણ સરકારને અવગણી રહ્યા છે. ત્યારે વલસાડના સુખલા ગામથી  શાળાના સંચાલકે શિક્ષણ અધિકારી સાથે કયા પ્રકારનું વર્તન કરવામાં આવે છે તેનું વરવું ઉદાહરણ સામે આવ્યું છે. હકીકતમાં પહેલેથી જ વિવાદોમાં […]

Top Stories
Untitled 9 શાળાના સંચાલકો શિક્ષણ અધિકારીઓની કેવી વલે કરી રહ્યા છે, જાણો માત્ર એક ક્લિક પર

વલસાડ,

છેલ્લા કેટલાક સમયથી રાજ્ય સરકાર ફી વધારા મુદ્દે રાજ્યભરની ખાનગી સ્કુલોના સંચાલકોની દાદાગીરીને નાથવા માટે પ્રયત્નો કરી રહી છે ત્યારે બીજી બાજુ સંચાલકો હજી પણ સરકારને અવગણી રહ્યા છે. ત્યારે વલસાડના સુખલા ગામથી  શાળાના સંચાલકે શિક્ષણ અધિકારી સાથે કયા પ્રકારનું વર્તન કરવામાં આવે છે તેનું વરવું ઉદાહરણ સામે આવ્યું છે. હકીકતમાં પહેલેથી જ વિવાદોમાં ફસાયેલી સુખલા ગામની લાલ બહાદુર શાસ્ત્રી હાઈસ્કુલના સંચાલકે સ્કૂલમાં નિરીક્ષણ કરવા માટે અધિકારીઓ પર અમાનુષી વર્તન કર્યું છે. ગામની લાલ બહાદુર શાસ્ત્રી હાઈસ્કુલમાં હાલ પરીક્ષા ચાલી રહી છે ત્યારે જીલ્લા શિક્ષણ વિભાગ દ્વારા નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું.

લાલ બહાદુર શાસ્ત્રી હાઈસ્કુલમાં નિરીક્ષણ હાથ ધરવા માટે આવેલા આધિકારીઓને જે તે સમય પર આચાર્ય હાજર ન હોવાના કારણે તેઓને અઢી કલાક સુધી શાળામાં પ્રવેશવવા દેવામાં આવ્યા ન હતા. ત્યારબાદ અઢિ કલાક સુધી સરકારી અધિકારીઓ શાળાની બહાર ઉભા રહ્યા હતા અને પ્રમુખ દ્વારા શાળાના મુખ્ય દરવાજાને તાળા લાગાવી દેવામાં આવ્યા હતા. જો કે અઢિ કલાક બાદ તેઓને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.

શાળામાં પ્રવેશ્યા બાદ મહિલા શિક્ષણ અધિકારીએ સંચાલક પાસેથી શાળાનું રજીસ્ટર માંગ્યું હતું ત્યારે સંચાલકે કોઈ પણ ડોક્યુમેન્ટ બતાવવાની મનાઈ ફરમાવી દીધી હતી અને મહિલા અધિકારી સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હતું. ત્યારબાદ શાળામાં આચાર્યાની ગેરહાજરી અંગે સંચાલકને પૂછતા સંચાલક ઉગ્ર થઇ ગયા હતા.

આ મામલો વધુ બીચાકાયા બાદ આ અંગે જીલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શાળાના સંચાલકને એક નોટીસ ફટકારવામાં આવી છે અને ૨ દિવસમાં જવાબ રજુ કરવા માટે જણાવવામાં આવ્યું છે.

આ મહિલા અધિકારી સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન અંગે જણાવતા શાળાના સંચાલક બી.એમ.પટેલે જણાવ્યું હતું કે, DEO કચેરી દ્વારા કોઈ ચોક્કસ રીતે શિક્ષણ અધિકારીઓને નિરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. આ વિવાદિત કામ હોવાથી વારંવાર વિજીટની જરૂરિયાત હોતી નથી ત્યારે શિક્ષણના કામે મુલાકાત ન કરવી જોઈએ. આ કામ માટે DEO કચેરી ખાતે એક પેન્ડીંગ ઓર્ડર પણ રાખવામાં આવ્યો છે.

બીજી બાજુ શાળાના આચાર્યના ગેરહાજરી અંગે ઉડાઉ જવાબ આપતા તેઓએ જણાવ્યું હતું કે, તેઓએ ટેલીફોનીક સંદેશ દ્વારા બીમાર હોવાના કારણે ગેરહાજર રહેશે.

આ મામલા અંગે વલસાડના જીલ્લા શિક્ષણ અધિકારી બી.એમ.પટેલે જણાવ્યું હતું કે, નિરીક્ષણ કરવા માટે નીકળેલા રાજશ્રી ટંડલ નામના મહિલા અધિકારી સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તનના લઇ પોલીસ તેમજ સરકારમાં પણ જાણ કરવામાં આવશે તેમજ જરૂર પડ્યે કાર્યવાહી પણ કરવામાં આવશે.