Not Set/ હરિદ્વાર કુંભ મેળામાં જતા પહેલા નિયમો જાણી લેજો

કોરોના નેગેટીવ શ્રદ્ધાળુઓ જ કુંભમેળામાં જઇ શકશે

India
khumbh mela હરિદ્વાર કુંભ મેળામાં જતા પહેલા નિયમો જાણી લેજો

હરિદ્વાર શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું ઘાર્મિક સ્થળ છે. અહિંયા દેશ-વિદેશથી શ્રદ્ધાળુઓ આવતાં હોય છે. આ ઉપરાંત અનેક પર્યટકો પણ આ ધાર્મિક સ્થળની મુલાકાત લે છે. દેશમાં કોરોનાવેવ ચાલી રહ્યો છે તેને ધ્યાનમાં લઇને રાજ્યસરકારે 12 રાજ્યોથી આવતાં શ્રદ્ધાળુઓના કોરોના ટેસ્ટ અનિવાર્ય કર્યા છે. નેગેટીવ શ્રદ્ધાળુઓ જ હરીદ્ધાર આવી શકશે.

કોરોના મહામારી વચ્ચે હરિદ્વારમાં કુંભ મેળાની શરૂઆત થઇ ગઇ છે. કહેવાની જરૃર નથી કે આ વિશ્વનો સૈથી મોટો મેળો છે. જેમાં દેશ-વિદેશથી શ્રદ્વાળુઓ આવે છે. એવી માન્યતા પ્રચલિત છે કે અહીંયા શાહી સ્નાન કરવાથી વ્યક્તિઓના પાપ ધોવાઇ જાય છે. આ આસ્થાના લીધે લાખો લોકો શાહી સ્નાન કરવાં આવતાં હોય છે.

વર્તમાન સ્થિતીમાં સમગ્ર  દેશમા  કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. જેમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ખુબ વધી રહી છે તેને ધ્યાનમાં લઇને રાજ્યસરકારે નવી ગાઇડલાઇન જાહેર કરી છે. જો તમે શાહી સ્નાન કરવાની મહેચ્છા ધરાવતા હોય તો તમારે નવા નિયમો જાણી લેવા અનિવાર્ય છે.

દેશના 12 રાજ્યોના લોકો માટે કોરોના નેગેટીવ રિપોર્ટ ફરજીયાત કરી દીંધાં છે. અહીં આવનાર દરેક શ્રદ્ધાળુઓએ આરટી-પીસીઆરનો રીપોર્ટ સાથે લાવવો પડશે. રાજ્યના મુખ્યમંત્રીએ કહ્યું હતું કે અહીં આવનાર દરેક લોકોએ ગૃહમંત્રાલયની ગાઇડલાઇનનું પાલન કરવું પડશે.

મહારાષ્ટ્ર, ગુજરાત, પંજાબ, દિલ્હી, રાજસ્થાન તમિલનાડુ, હરિયાણા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને કેરળના લોકો માટે આરટી-પીસીઆર ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. અને જો આ રીપોર્ટ 72 કલાક જૂનો હશે તો તેને હરિદ્વારમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. તારીખ 12, 14, અને 27,અપ્રિલે શાહી સ્નાન છે. જેને લઇને નિયમો સખ્ખત બનાવવામાં આવ્યા છે. અને તેના પર અમલ કરવામાં કમરકસી છે.