Not Set/ Assam ની રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અચાનક રોકી દીધુ ભાષણ

આસામની ૧૨૬ વિધાનસભા બેઠકો માટે છેલ્લા તબક્કાનું મતદાન ૬ એપ્રિલે થશે. આસામના રાજકીય મેદાનમાં શાબ્દિક યુદ્ધ વચ્ચે શનિવારે તામુલપુરની રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું માનવીય સ્વરૂપ જોવા મળ્યું. અહી આયોજીત એક જનસભામાં સંબોધન દરમિયાન વડાપ્રધાનની નજર રેલીમાં આવેલા એક વ્યક્તિ પર ગઇ જેની ત્યાં અચાનક તબિયત લથડી ગઇ હતી. તાત્કાલિક વડાપ્રધાને પોતાના ભાષણને રોક્યું અને પોતાની […]

Top Stories Gujarat Assembly Election 2022 India
narendra modi Assam ની રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અચાનક રોકી દીધુ ભાષણ

આસામની ૧૨૬ વિધાનસભા બેઠકો માટે છેલ્લા તબક્કાનું મતદાન ૬ એપ્રિલે થશે. આસામના રાજકીય મેદાનમાં શાબ્દિક યુદ્ધ વચ્ચે શનિવારે તામુલપુરની રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું માનવીય સ્વરૂપ જોવા મળ્યું. અહી આયોજીત એક જનસભામાં સંબોધન દરમિયાન વડાપ્રધાનની નજર રેલીમાં આવેલા એક વ્યક્તિ પર ગઇ જેની ત્યાં અચાનક તબિયત લથડી ગઇ હતી. તાત્કાલિક વડાપ્રધાને પોતાના ભાષણને રોક્યું અને પોતાની સાથે હાજર ડોક્ટર્સ અને મેડિકલ ટીમને તેની સારવાર કરવા કહ્યું.

મેડિકલ ટીમને નિર્દેષ
વડાપ્રધાને મંચ પરથી કહ્યુ કે તે સજ્જનને પાણીના અભાવથી લાગે છે કે કોઇ મુશ્કેલી છે. મારી સાથે આવેલી મેડિકલ ટીમના ડોક્ટર તેને જૂએ કે તેને શુ મુશ્કેલી થઇ છે. તેની મદદ કરે. તે પછી વડાપ્રધાને તેમનું ભાષણ શરૂ કર્યુ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે વિકાસમાં ભેદભાવ અમારો સિદ્ધાંત નથી. અમે લોકો રાષ્ટ્રનિતી માટે જીવનારા લોકો છીએ. વડાપ્રધાને સંબોધન દરમિયાન કહ્યુ કે મારો એ તમામ યુવાન સાથીઓને આગ્રહ છે જેઓ પહેલીવાર મતદાન કરવા જઇ રહ્યા છે. દેશની આઝાદીના ૭પ વર્ષનું પર્વ મનાવતા તમે જે મત આપશો, તે એ વાતને પણ નક્કી કરશે કે જ્યારે આપણે આઝાદીના ૧૦૦ વર્ષ મનાવીશું ત્યારે આસામ કેટલું આગળ હશે.

વડાપ્રધાને કહ્યુ કે મતાઓ-બહેનોને વિશ્વાસ અપાવુ છુ કે તમારા દિકરાના સપનાઓ પુરા કરવા માટે અમે કટિબદ્ધ છીએ. તો બોડો સમજૂતિનો ઉલ્લેખ કરીને વડાપ્રધાને કહ્યુ કે તમારા બાળકોને બંદૂક ન ઉઠાવવી પડે, તેમને જંગલમાં જીંદગી ન વિતાવવી પડે. તેમને કોઇની ગોળીનો શિકાર ન બનવુ પડે તેના માટે એનડીએની સરકાર તત્પર રહેશે.