પ્રહાર/ PM મોદીની ઇજિપ્તની મસ્જિદની મુલાકાત પર અસદુદ્દીન ઓવૈસીએ જાણો શું કહ્યું…

AIMIMના વડા અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ હવે PM મોદીની ઇજિપ્તની અલ-હકીમ મસ્જિદની મુલાકાત પર નિશાન સાધ્યું છે

Top Stories India
5 1 21 PM મોદીની ઇજિપ્તની મસ્જિદની મુલાકાત પર અસદુદ્દીન ઓવૈસીએ જાણો શું કહ્યું...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) તેમની ઇજિપ્તની મુલાકાત દરમિયાન અલ-હકીમ મસ્જિદની મુલાકાત લીધી હતી. AIMIMના વડા અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ હવે PM મોદીની ઇજિપ્તની અલ-હકીમ મસ્જિદની મુલાકાત પર નિશાન સાધ્યું છે. અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું, “દેશના વડાપ્રધાન ઇજિપ્તની મસ્જિદમાં ગયા. મને પણ જોઈને આનંદ થયો. આવો, તમે અને હું કાશીની મસ્જિદમાં જઈએ. હું તમારી સાથે આવવા તૈયાર છું. ચાલો મોદીજી, આપણે પણ કાશી જઈએ.” ચાલો ભારતની મસ્જિદમાં જઈએ. જો આપણે ઇજિપ્તની મસ્જિદમાં જઈએ, તો ઓછામાં ઓછું ભારતની કાશીની મસ્જિદમાં જઈએ.

ઓવૈસીએ કહ્યું, “મોદીજી, તમે ભારતના વડાપ્રધાન છો, ઇજિપ્તના નહીં. તમે ત્યાંની મસ્જિદમાં ગયા હતા, તો ચાલો કાશીની મસ્જિદમાં જઈએ.” આ પહેલા ટ્વીટ કરીને ઓવૈસીએ UCC મુદ્દે પણ PM મોદી પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું, “નરેન્દ્ર મોદીએ ટ્રિપલ તલાક, સમાન નાગરિક સંહિતા અને પસમંદા મુસ્લિમો પર કેટલીક ટિપ્પણીઓ કરી છે. એવું લાગે છે કે મોદીજી ઓબામાની સલાહને બરાબર સમજી શક્યા નથી.

આ પહેલા કોંગ્રેસના નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે પણ PM મોદીની અલ-હકીમ મસ્જિદની મુલાકાત પર કટાક્ષ કર્યો હતો. તેણે કહ્યું હતું, “થોડો ભ્રમ રહેવા દો… હે ભગવાન, આ જુલમ ના કરો.” આચાર્ય પ્રમોદ ક્રિષ્નમે AAP સાંસદ નેતા સંજય સિંહનું ટ્વીટ શેર કરતા લખ્યું હતું. વાસ્તવમાં, AAP સાંસદ નેતા સંજય સિંહે ટ્વિટ કર્યું હતું કે, “ઇજિપ્તમાં મોદીજી મસ્જિદમાં. વાહ મોદી જી વાહ. ગેરોં પે કરમ અપનો પે સિતમ, આયે જાન-એ-વફા યે ઝુલ્મ ના કર.”