Not Set/ જાણો, ૨૦૧૯ના કુંભ મેળામાં પધારવા સીએમ યોગીએ કોણે આપ્યું પ્રથમ આમંત્રણ

૨૦૧૯માં પ્રયાગરાજ અલ્હાબાદ ખાતે યોજાનાર કુંભ મેળાની તડામાર તૈયારી શરુ કરી દેવામાં આવી છે. ત્યારે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કુંભ ૨૦૧૯માં પધારવા માટે પ્રથમ આમંત્રણ દેશના ઉપ-રાષ્ટ્રપતિ વૈંકયા નાયડુને આપ્યું હતું. યોગી આદિત્યનાથે ૬ જાન્યુઆરીના રોજ ઉપ-રાષ્ટ્રપતિની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ પ્રસંગે તેઓએ આગામી વર્ષે યોજાનારા કુંભ મેળાનું આમંત્રણ પાઠવ્યું હતું. ૨૦૧૯માં ૧૫મી જાન્યુઆરીથી […]

India
KUMBH 2019 LOGO new જાણો, ૨૦૧૯ના કુંભ મેળામાં પધારવા સીએમ યોગીએ કોણે આપ્યું પ્રથમ આમંત્રણ

૨૦૧૯માં પ્રયાગરાજ અલ્હાબાદ ખાતે યોજાનાર કુંભ મેળાની તડામાર તૈયારી શરુ કરી દેવામાં આવી છે. ત્યારે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કુંભ ૨૦૧૯માં પધારવા માટે પ્રથમ આમંત્રણ દેશના ઉપ-રાષ્ટ્રપતિ વૈંકયા નાયડુને આપ્યું હતું. યોગી આદિત્યનાથે ૬ જાન્યુઆરીના રોજ ઉપ-રાષ્ટ્રપતિની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ પ્રસંગે તેઓએ આગામી વર્ષે યોજાનારા કુંભ મેળાનું આમંત્રણ પાઠવ્યું હતું.

viewimage જાણો, ૨૦૧૯ના કુંભ મેળામાં પધારવા સીએમ યોગીએ કોણે આપ્યું પ્રથમ આમંત્રણ

૨૦૧૯માં ૧૫મી જાન્યુઆરીથી શરુ કરીને ૪ માર્ચ સુધી હિન્દુ કેલેન્ડરના માઘ માસમાં પ્રયાગરાજ ખાતે કુંભમેળો યોજાશે. હિન્દુધર્મમાં કુંભ મેળાનું સ્નાન અતિ પવિત્ર મનાય છે. અર્ધ કુંભ મેળા અને મહાકુંભ મેળામાં લાખો ભાવિકો ભાગ લે છે અને ગંગામાં સ્નાન કરીને કુંભસ્નાનનું પૂણ્ય મેળવે છે. ઉલ્લેખનીય છે કે, કુંભમેળા દરમિયાન આવનારા લાખો ભાવિકો માટે પ્રાથમિક સુવિધા લઇને જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવે છે.