Not Set/ એશિઝ જંગ : ઓસ્ટ્રેલિયાનો ઇનિંગ્સ અને ૧૨૩ રનથી વિજય, સિરીઝ પર ૪-૦ થી કર્યો કબ્જો

ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેંડ વચ્ચે રમાઈ રહેલી એશિઝ સિરીઝની અંતિમ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ઇનિંગ્સ અને ૧૨૩ રનથી શાનદાર વિજય મેળવ્યો છે. આ સાથે ઓસ્ટ્રેલિયાએ એશિઝ સિરીઝ ૪-૦ થી જીતી લીધી છે. સિડનીના એસસીજી ગ્રાઉન્ડ ખાતે રમાયેલી અંતિમ ટેસ્ટ મેચમાં મહેમાન ટીમ ઈંગ્લેંડ બીજી ઇનિંગ્સમાં ૧૮૦ રનમાં તંબુભેગી થઇ ગઈ હતી અને ઇનિગ્સ અને ૧૨૩ રનથી પરાજય […]

Sports
i 3 એશિઝ જંગ : ઓસ્ટ્રેલિયાનો ઇનિંગ્સ અને ૧૨૩ રનથી વિજય, સિરીઝ પર ૪-૦ થી કર્યો કબ્જો

ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેંડ વચ્ચે રમાઈ રહેલી એશિઝ સિરીઝની અંતિમ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ઇનિંગ્સ અને ૧૨૩ રનથી શાનદાર વિજય મેળવ્યો છે. આ સાથે ઓસ્ટ્રેલિયાએ એશિઝ સિરીઝ ૪-૦ થી જીતી લીધી છે. સિડનીના એસસીજી ગ્રાઉન્ડ ખાતે રમાયેલી અંતિમ ટેસ્ટ મેચમાં મહેમાન ટીમ ઈંગ્લેંડ બીજી ઇનિંગ્સમાં ૧૮૦ રનમાં તંબુભેગી થઇ ગઈ હતી અને ઇનિગ્સ અને ૧૨૩ રનથી પરાજય થયો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી ઝડપી બોલર પેટ કમીન્સે ૪ જયારે હેઝલવુડ અને સ્ટાર્કે અનુક્રમે ૨-૨ વિકેટ ઝડપી હતી.

અંતિમ ટેસ્ટ મેચમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ઓસ્ટ્રેલિયન ઝડપી બોલર પેટ કમીન્સને “મેન ઓફ ઘ મેચ” જયારે કાંગારું કેપ્ટન સ્ટીવ સ્મિથને “મેન ઓફ ઘ સિરીઝ જાહેર કરાયા હતા.

આ પહેલા યજમાન ટીમ ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઇનિંગ્સમાં ૭ વિકેટે ૬૪૯ રનનો વિશાળ સ્કોર ખડકયો હતો અને ૩૦૩ રનની લીડ મેળવી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી ઉસ્માન ખ્વાજા, મિચેલ માર્શ અને શૌન માર્શે સદી ફટકારી હતી. જયારે ઇંગ્લેન્ડની ટીમે પ્રથમ ઇનિંગ્સમાં ૩૪૬ રનનો સ્કોર નોધાવ્યો હતો. જેમાં કેપ્ટન જૉ રુટ અને ડેવિડ મલાને અડધી સદી ફટકારી હતી જયારે ઓસ્ટ્રેલિયન ઝડપી બોલર ૪ વિકેટ ઝડપી હતી.