Indian Cricket Team-Holi/ ભારતીય ક્રિકેટ ટીમ હોળી રમી, વિરાટ કોહલીએ કર્યો ડાન્સ

ટીમ ઈન્ડિયા પણ હોળીના રંગોમાં રંગાઈ ગઈ છે. મંગળવારે પ્રેક્ટિસ સેશન બાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી હોટેલ પરત ફરતી વખતે ભારતીય ખેલાડીઓએ જોરદાર હોળી રમી હતી.

Top Stories Sports
Indian Cricket Team-Holi

ટીમ ઈન્ડિયા પણ હોળીના રંગોમાં રંગાઈ ગઈ છે. મંગળવારે પ્રેક્ટિસ (Indian Cricket Team-Holi) સેશન બાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી હોટેલ પરત ફરતી વખતે ભારતીય ખેલાડીઓએ જોરદાર હોળી રમી હતી. ટીમ બસમાં ઉજવણી ચાલુ રહી. ઓપનર શુભમન ગિલે આનો વીડિયો પોસ્ટ કર્યો છે.કોહલી-રોહિતે ગુલાલ ઉડાડ્યો. શુભમન ગીલે શેર કરેલા વીડિયોમાં પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી ગીલની પાછળ ડાન્સ કરતો જોવા મળ્યો હતો. તેની પાછળ કેપ્ટન રોહિત શર્મા પણ જોવા મળ્યો હતો, જેણે ગિલને વીડિયો બનાવતા જોઈને બંનેને બૂમ પાડી હતી. ટીમના બાકીના ખેલાડીઓ (Indian Cricket Team-Holi) પણ બસમાં જ એકબીજા પર ગુલાલ ઉડાડતા જોવા મળ્યા હતા.

India Holi 3 1 ભારતીય ક્રિકેટ ટીમ હોળી રમી, વિરાટ કોહલીએ કર્યો ડાન્સ

ઈશાન-સૂર્યા હોટલમાં રમ્યા
ટીમ બસમાં હોળી રમ્યા બાદ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ હોટલમાં પણ હોળી રમી હતી. (Indian Cricket Team-Holi) દરેક લોકો સૂકા રંગોથી હોળી રમતા જોવા મળ્યા હતા. ડ્રેસિંગ રૂમમાં હોળી રમ્યા બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ અને ઈશાન કિશનની તસવીરો પણ સામે આવી છે.

ગુરુવારથી ચોથી ટેસ્ટ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ શ્રેણીની ચોથી ટેસ્ટ મેચ ગુરુવારથી (Indian Cricket Team-Holi) અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. બંને ટીમો સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરી રહી છે. ભારત શ્રેણીની પ્રથમ 2 ટેસ્ટ જીતીને શ્રેણીમાં 2-1થી આગળ છે. ઓસ્ટ્રેલિયાએ ઈન્દોરમાં છેલ્લી ટેસ્ટ જીતીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં જગ્યા બનાવી હતી.

India Holi 5 ભારતીય ક્રિકેટ ટીમ હોળી રમી, વિરાટ કોહલીએ કર્યો ડાન્સ

બંને દેશોના વડાપ્રધાનો હાજર રહેશે
ભારત અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બંને દેશો વચ્ચે (Indian Cricket Team-Holi) રમાનારી ટેસ્ટ મેચ પણ નિહાળશે. ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનીઝ ટૂંક સમયમાં ભારત પહોંચશે, જ્યારે ભારતના પીએમ નરેન્દ્ર મોદી મેચના એ જ દિવસે અમદાવાદ જશે. અમદાવાદનું ક્રિકેટ સ્ટેડિયમ વિશ્વમાં સૌથી વધુ પ્રેક્ષકોની ક્ષમતા ધરાવતું સ્ટેડિયમ છે. અહીં એક લાખ 32 હજાર દર્શકો એકસાથે બેસીને મેચ જોઈ શકશે.

આ પણ વાંચોઃ WPL/ દિલ્હીની સતત બીજી જીત, યુપીને 42 રનથી હરાવ્યું, તાહિલાની સ્ફોટક બેટિંગ

આ પણ વાંચોઃ Indian Army/ ભારતીય સેનાએ ચીની જાસૂસી બલૂન સામે ભાવિ કાર્યવાહી કરવા માટે એસઓપી કરી તૈયાર

આ પણ વાંચોઃ શપથગ્રહણ/ ત્રિપુરામાં માણિક સાહા મુખ્યમંત્રીની શપથ લેશે, PM મોદી સમારોહમાં હાજર રહેશે