દર વર્ષની જેમ આ વર્ષે પણ બાપ્પાના આગમનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પરંતુ કોરોના સંક્ર્મણને કારણે આ વર્ષે મોટા પાયે ઉજવણી થશે નહિ. ગણેશ ચતુર્થી દરમિયાન, લોકો તેમના ઘરમાં શાણપણ, સમૃદ્ધિ અને સૌભાગ્યના દેવતા ગણેશની મૂર્તિ સ્થાપિત કરે છે, અને તેમને તેમના મનપસંદ ભોગ અર્પણ કરે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, ગણપતિને લાડુ ખૂબ પ્રિય છે. પરંતુ શું તમે જાણો છો આની પાછળનું કારણ…
આ પણ વાંચો :મહારાષ્ટ્રનાં મંત્રીનું મોટું નિવેદન, નાગપુરમાં આવી ચુકી છે કોરોનાની ત્રીજી લહેર
પુરાણોમાં લાડુનો અર્થ સુખ કહેવામાં આવ્યો છે. એવું કહેવાય છે કે ભગવાન ગણેશ હંમેશા પ્રસન્ન રહેતા હતા. તેમના ભક્તો તેમને વિઘ્નહર્તા તરીકે ઓળખે છે. ગણપતિ પોતાના ભક્તોના દુખ અને વિઘ્ન દૂર કરે છે અને તેમને સુખ આપે છે. આ જ કારણ છે કે ગણેશ ચતુર્થી પર ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે લાડુ અર્પણ કરવામાં આવે છે.
આ પણ વાંચો :અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનનાં હસ્તક્ષેપ વચ્ચે કાબુલમાં ગુજ્યા ‘પાકિસ્તાન મુર્દાબાદ’ નાં નારા
મોદકને લઈ ગણપતિ વિશે ખૂબ જ પ્રચલિત ધાર્મિક કથા છે. દંતકથા અનુસાર, એવું કહેવામાં આવે છે કે એક સમયે ગણેશજી અને પરશુરામ જી વચ્ચે યુદ્ધ થયું હતું. જેમાં ગણપતિના દાંત તૂટી ગયા હતા. તૂટેલા દાંતને કારણે તેને ખાવામાં ઘણી તકલીફ પડતી હતી. તેમની સમસ્યાઓ દૂર કરવા માટે લાડુ બનાવવામાં આવ્યા હતા. લાડુ નરમ હોય છે અને સરળતાથી તેને ખાઈ શકાય છે. તેથી તે ભગવાન ગણેશનો પ્રિય ખોરાક બની ગયો છે.
