Not Set/ જાણો કેમ ઓમર અબ્દુલ્લાને કાશ્મીરની ચૂંટણીમાં ભાજપ જીતશે તેવો લાગી રહ્યો છે ભય

ઓમર અબ્દુલ્લાની ચૂંટણી બહિષ્કારની ટિપ્પણી પર ભાજપનાં કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ, જે.પી. નડા, દ્વારા નેશનલ કોન્ફરન્સ પર અકરા પ્રહારે કરવામાં આવતા કહેવામાં આવ્યું હતું કે આ તેજ પાર્ટી છે જે ને દેશની ચિંતા કરતા પણ પોતાનાં પક્ષની ચિંતા વધારે છે. અને અંતરીક રાજકારણમાં વધારે રસ છે. તે સમય-સમય પર પોતાની વાતો અને દિશા બદલાતી રહે છે. […]

Top Stories India Politics
pjimage 10 જાણો કેમ ઓમર અબ્દુલ્લાને કાશ્મીરની ચૂંટણીમાં ભાજપ જીતશે તેવો લાગી રહ્યો છે ભય

ઓમર અબ્દુલ્લાની ચૂંટણી બહિષ્કારની ટિપ્પણી પર ભાજપનાં કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ, જે.પી. નડા, દ્વારા નેશનલ કોન્ફરન્સ પર અકરા પ્રહારે કરવામાં આવતા કહેવામાં આવ્યું હતું કે આ તેજ પાર્ટી છે જે ને દેશની ચિંતા કરતા પણ પોતાનાં પક્ષની ચિંતા વધારે છે. અને અંતરીક રાજકારણમાં વધારે રસ છે. તે સમય-સમય પર પોતાની વાતો અને દિશા બદલાતી રહે છે. આ તે જ પાર્ટી છે જેણે કહ્યું હતું કે તેઓ પંચાયત ચૂંટણીઓનો બહિષ્કાર કરશે અને પછી ભાગ લીધો હતો. હવે તેને ડર છે કે ત્રાલમાં ભાજપ જીતી જશે એટલે ફરી પોતાનો શૂર બદલતી જોવામાં આવી રહી છે.

jpn જાણો કેમ ઓમર અબ્દુલ્લાને કાશ્મીરની ચૂંટણીમાં ભાજપ જીતશે તેવો લાગી રહ્યો છે ભય

આપને જણાવી દઇએ કે ભાજપનાં કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ, જે.પી. નડાએ ઓમર અબદુલ્લાનાં આ નિવેદન પર પોતાનાં પ્રહારો કર્યા હતા. ઓમર દ્વારા કહેવામાં આવ્યું હતું કે મતદાનનો બહિષ્કાર કરવામાં ભય છે. જો બહિષ્કાર કરવામાં આવશે તો લોકસભા ચૂંટણી જેવુ વિધાનસભાની ચૂંટણીમાં પણ બનશે અને ત્યાં ત્રાલમાં ભાજપનાં ધારાસભ્ય હશે, કે જે બુરહાન વાણી અને ઝાકીર મુસાનો વિસ્તાર છે. ભાજપનો ડોળો આ વિસ્તાર પર પહેલાથી જ છે.

omar abddulah.PNG1 જાણો કેમ ઓમર અબ્દુલ્લાને કાશ્મીરની ચૂંટણીમાં ભાજપ જીતશે તેવો લાગી રહ્યો છે ભય

આમ ઓમર અબ્દુલ્લા અને તેની પાર્ટી નેશનલ કોન્ફરન્સ દ્વારા પૂર્વે કાશ્મીરમાં ચૂંટણી બહિષ્કારની વાતો જોર શોરથી કરવામા આવી હતી. અને ચૂંટણી નજીક આવતાની સાથે પાતાનો શૂર બદલી પહેલા પંચાયતોનું ચૂંટણીમાં કર્યું હતું તેમ પોતે મેદાનમાં આવી ગયા હોવાનું સામે આવી રહ્યુંં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.