T20 World Cup/ હિટમેન તરીકે જાણીતા રોહિતે નામીબિયા વિરુદ્ધ બનાવ્યા આ બે ખાસ રેકોર્ડ

ભારતીય ઓપનર રોહિત શર્માએ T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ઈતિહાસ રચતા મોટી સિદ્ધિ મેળવી છે. રોહિત T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 3000 કે તેથી વધુ રન બનાવનાર વિશ્વનો ત્રીજો બેટ્સમેન બન્યો છે.

Sports
રોહિત શર્મા

ભારતીય ક્રિકેટ ટીમનાં વિસ્ફોટક ઓપનર રોહિત શર્માએ વધુ એક શાનદાર ઇનિંગ રમી દર્શકોનું દિલ જીત્યુ હતુ. રોહિત શર્માએ સોમવારે નામીબિયા વિરુદ્ધ T20 વર્લ્ડકપમાં ભારતીય અભિયાનની અંતિમ મેચમાં શાનદાર અડધી સદી ફટકારી હતી. આ સાથે રોહિતે એક ખાસ રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો છે. ઉલ્લેખનીય છે કે, ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડકપની સેમીફાઈનલમાં પહોંચી શકી નથી.

આ પણ વાંચો – T20 World Cup / વિરાટ કોહલીની કેપ્ટનશિપને લઇને રવિન્દ્ર જાડેજાએ કર્યા મોટા ખુલાસા

ભારતીય ઓપનર રોહિત શર્માએ T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ઈતિહાસ રચતા મોટી સિદ્ધિ મેળવી છે. રોહિત T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 3000 કે તેથી વધુ રન બનાવનાર વિશ્વનો ત્રીજો બેટ્સમેન બન્યો છે. રોહિતે ICC T20 વર્લ્ડકપ 2021માં નામીબિયા સામેની મેચમાં આ સિદ્ધિ મેળવી હતી. રોહિત 3000 અથવા વધુ T20I રન બનાવનાર વિશ્વનો ત્રીજો અને ભારતમાં બીજો બેટ્સમેન બન્યો છે. રોહિત પહેલા વિરાટ કોહલીએ T20 ઈન્ટરનેશનલ મેન્સ ક્રિકેટમાં 3000 કે તેથી વધુ રન બનાવ્યા છે. તેના સિવાય ન્યૂઝીલેન્ડનાં માર્ટિન ગુપ્ટિલ બીજો બેટ્સમેન છે, જે 3000 કે તેથી વધુ રન બનાવનારા બેટ્સમેનોની યાદીમાં સામેલ છે. રોહિત પહેલા વિરાટ કોહલીએ 95 મેચમાં 3227 રન બનાવ્યા છે. આમાં તેના નામે 29 અડધી સદી છે. આ સાથે જ ન્યૂઝીલેન્ડનાં માર્ટિન ગુપ્ટિલનાં નામે 107 મેચમાં 3115 રન છે. ગુપ્ટિલનાં નામે 18 અડધી સદી અને બે સદી છે, જ્યારે રોહિતનાં નામે ચાર સદી અને 23 અડધી સદી છે. ભારતે હવે 17 નવેમ્બરથી ઘરઆંગણે ન્યૂઝીલેન્ડ સાથે ત્રણ મેચની ટી-20 સીરીઝ રમવાની છે અને રોહિત તે સીરીઝમાં ટીમનો નવો કેપ્ટન બની શકે છે. T20 વર્લ્ડકપ 2021માં પ્રથમ બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમે નામીબિયાની ટીમને 20 ઓવરમાં 8 વિકેટે 132 રન પર રોકી દીધી હતી. આ પછી જવાબ આપવા ઉતરેલી ભારતની ઓપનિંગ જોડીએ ફરી એકવાર પોતાની છાપ છોડી છે. કેએલ રાહુલ અને રોહિત શર્માની જોડીએ પ્રથમ વિકેટ માટે 86 રનની ભાગીદારી કરી હતી. ‘હિટમેન’ તરીકે જાણીતા રોહિત શર્માએ 31 બોલમાં ધમાકેદાર અડધી સદી ફટકારી હતી, જે આ T20 વર્લ્ડકપમાં તેની ત્રીજી અડધી સદી સાબિત થઈ હતી. રોહિતે નામીબિયા વિરુદ્ધ 37 બોલમાં 56 રનની ઝડપી ઇનિંગ રમી હતી. આ દરમિયાન દુબઈનાં મોટા મેદાનમાં તેના બેટમાંથી 2 છક્કા અને 7 ચોક્કા નીકળ્યા હતા. તે ફ્રાયલિંકની 10મી ઓવરનાં પાંચમા બોલ પર વિકેટકીપર ગ્રીનનાં હાથે કેચ આઉટ થયો હતો. આ સાથે રોહિત શર્માએ બે ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યા છે.

આ પણ વાંચો – T20 World Cup / રવિ શાસ્ત્રીએ કર્યો મોટો ખુલાસો- ખેલાડીઓ પેટ્રોલથી નથી ચાલતા, તેમને આરામની જરૂર

રોહિત શર્મા હવે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 3000 રનનો આંકડો પાર કરનારો ત્રીજો ખેલાડી બની ગયો છે. વિરાટ કોહલી (3227) અને ન્યૂઝીલેન્ડનાં માર્ટિન ગુપ્ટિલ (3115) બાદ રોહિતે આ કારનામું કર્યું છે. T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારની યાદીમાં તે વિરાટ અને ગુપ્ટિલ પછી ત્રીજા સ્થાને છે. આ સિવાય રોહિત શર્માએ આ મેચમાં ભાગીદારીનો વધુ એક રેકોર્ડ બનાવ્યો છે. રોહિત શર્માએ T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ભારત માટે સૌથી વધુ 50 કે તેથી વધુ રનની ભાગીદારીનાં પોતાના રેકોર્ડની બરોબરી કરી લીધી છે. તેણે કેએલ રાહુલ સાથે 11મી વખત પચાસ કે તેથી વધુ રનની ભાગીદારી નોંધાવી હતી. આ પહેલા આ રેકોર્ડ માત્ર શિખર ધવન અને રોહિત શર્માની જોડીનાં નામે જ નોંધાયેલો હતો.