Not Set/ વેસ્ટ ઈન્ડિઝ ટીમને માત આપી વિરાટ કોહલી બન્યો સૌથી સફળ ભારતીય ટેસ્ટ કેપ્ટન

વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં ભારતીય ક્રિકેટ ટીમે કિંગ્સટન ટેસ્ટનાં ચોથા દિવસે સોમવારે યજમાન વેસ્ટ ઈન્ડિઝને 257 રનનાં મોટા અંતરથી હરાવી શ્રેણી 2-0થી પોતાના નામે કરી લીધી હતી. એન્ટિગામાં રમાયેલી શ્રેણીની પ્રથમ ટેસ્ટમાં ભારતે 318 રનનાં અંતરે જીત મેળવી હતી. આ બંને મેચોમાં જીત મેળવવાની સાથે વિરાટ કોહલી મહેન્દ્રસિંહ ધોનીને પાછળ છોડી ભારતનો સૌથી સફળ ટેસ્ટ કેપ્ટન […]

Top Stories Sports
bc5qi8i8 virat kohli વેસ્ટ ઈન્ડિઝ ટીમને માત આપી વિરાટ કોહલી બન્યો સૌથી સફળ ભારતીય ટેસ્ટ કેપ્ટન

વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં ભારતીય ક્રિકેટ ટીમે કિંગ્સટન ટેસ્ટનાં ચોથા દિવસે સોમવારે યજમાન વેસ્ટ ઈન્ડિઝને 257 રનનાં મોટા અંતરથી હરાવી શ્રેણી 2-0થી પોતાના નામે કરી લીધી હતી. એન્ટિગામાં રમાયેલી શ્રેણીની પ્રથમ ટેસ્ટમાં ભારતે 318 રનનાં અંતરે જીત મેળવી હતી. આ બંને મેચોમાં જીત મેળવવાની સાથે વિરાટ કોહલી મહેન્દ્રસિંહ ધોનીને પાછળ છોડી ભારતનો સૌથી સફળ ટેસ્ટ કેપ્ટન બન્યો છે.

864842 afp 6 વેસ્ટ ઈન્ડિઝ ટીમને માત આપી વિરાટ કોહલી બન્યો સૌથી સફળ ભારતીય ટેસ્ટ કેપ્ટન

વિરાટે 48 મી ટેસ્ટ મેચમાં ટીમનાં કેપ્ટન રહેતા 28 મી જીત મેળવી હતી. આ પહેલા, એન્ટિગામાં જીત મેળવ્યા બાદ, તે 27 ટેસ્ટમાં કેપ્ટન તરીકે ધોનીની જીતની બરાબરી પર પહોંચ્યો હતો. ત્યારે જમૈકામાં ટીમની જીત સાથે તેણે કેપ્ટન તરીકે ધોનીનો રેકોર્ડ તોડી પોતાનુ નામ ભારતનાં સૌથી સફળ ટેસ્ટ કેપ્ટનમાં નોંધાવી દીધુ છે.

Image result for dhoni in test match won

ભારત માટે સર્વોચ્ચ ટેસ્ટ જીત

મેચ       ખેલાડી     જીત

28 વિરાટ કોહલી (48)

27 એમએસ ધોની (60)

21 સૌરવ ગાંગુલી (49)

14 મોહમ્મદ અઝહરુદ્દીન (47)

ગાંગુલીને પાછળ છોડી વિદેશમાં બન્યો સૌથી સફળ કેપ્ટન

Image result for ganguly in test match won

જમૈકા ટેસ્ટમાં જીત સાથે વિરાટે વિદેશી ધરતી પર કેપ્ટન તરીકેનાં પોતાના રેકોર્ડમાં સુધારો કર્યો છે. એન્ટિગા જીત્યા બાદ સૌરવ ગાંગુલીને પાછળ છોડી તે વિદેશમાં સૌથી સફળ ભારતીય ટેસ્ટ કેપ્ટન બન્યો હતો. જમૈકામાં 257 રનની જીત સાથે વિરાટ કોહલીએ વિદેશમાં કેપ્ટન તરીકે 27 મેચોમાં 13 મેચ જીતી છે. જ્યારે ગાંગુલી વિદેશમાં કેપ્ટન તરીકે 28 માંથી 11 ટેસ્ટ જીતવામાં સફળ રહ્યો હતો.

વિદેશમાં સૌથી સફળ કેપ્ટન

મેચ       ખેલાડી     જીત

13 વિરાટ કોહલી (27)

11 સૌરવ ગાંગુલી (28)

06 એમએસ ધોની (30)

05 રાહુલ દ્રવિડ (17)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.