IPL/ કોહલીને આઉટ થયા પછી આવ્યો એટલો ગુસ્સો, ખુર્સીને મારી દીધુ બેટ

આઈપીએલ 2021 ની છઠ્ઠી મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે રમાઈ હતી. શાહબાઝ અહેમદની શાનદાર બોલિંગને કારણે, આરસીબીએ હૈદરાબાદને 6 રનથી હરાવ્યુ હતુ.

Sports

આઈપીએલ 2021 ની છઠ્ઠી મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે રમાઈ હતી. શાહબાઝ અહેમદની શાનદાર બોલિંગને કારણે, આરસીબીએ હૈદરાબાદને 6 રનથી હરાવ્યુ હતુ. જો કે આ મેચ દરમિયાન કંઈક એવું બન્યું હતું, જેને જોઇને ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આપ જાણતા જ હશો કે વિરાટ કોહલી તેની લાગણીઓને ઘણીવાર કાબૂમાં રાખી શકતો નથી. તેવુ જ કઇક તેણે આ મેચમાં આઉટ થયા બાદ કર્યુ છે જેનો વીડિયો આજે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

IPL / રાજસ્થાનનેે લાગ્યો મોટો ઝટકો, ટીમનો ઓલરાઉન્ડર ખેલાડી ટૂર્નામેેન્ટથી થયો બહાર

મેચમાં કોહલી 33 રન બનાવી આઉટ થયા બાદ ગુસ્સે દેખાયો હતો. પેવેલિયન પરત ફરતી વખતે તેણે ગુસ્સે થઈને ખુરશી પર પોતાનુ બેટ માર્યુ હતુ. આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આરસીબીએ 12 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 91 રન બનાવ્યા હતા. વિરાટ કોહલી અને ગ્લેન મેક્સવેલ ક્રીઝ પર ઉભા હતા. ત્યારે હૈદરાબાદની ખરાબ સ્થિતિને સુધારવા માટે જેસન હોલ્ડર 13 મી ઓવરમાં આવ્યો હતો. તેના બોલ પર, વિરાટ કોહલીએ શોટ રમવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બોલ બેટની કિમારી પર ટચ થયો અને બાઉન્ડ્રી પર ગયો. વિજય શંકરે આ કેચ પકડ્યો હતો. આઉટ થયા બાદ વિરાટ કોહલી ગુસ્સે થયો હતો. આ ગુસ્સો તેણે ખુરશી પર કાઠ્યો હતો. આઈપીએલે પોતાના નિવેદનમાં કહ્યું છે કે, ‘કોહલીએ આઈપીએલ આચાર સંહિતાની કલમ 2.2 હેઠળ લેવલ 1 ગુનાની કબૂલાત કરી છે. આ માટે, મેચ રેફરીનો નિર્ણય અંતિમ અને સ્વીકાર્ય હોય છે.

IPL / KKR ની હાર બાદ સેહવાગે WWE નો વીડિયો કર્યો શેર, જુઓ

હૈદરાબાદ સામેની મેચમાં વિરાટ કોહલી માત્ર 33 રન બનાવી શક્યો હતો. કોહલી વિજય શંકરનાં હાથમાં વિજય હોલ્ડરનાં હાથે કેચ આઉટ થયો હતો. કોહલીની આ ઇનિંગ્સ ખૂબ ધીમી રહી હતી. તેની ઇનિંગ્સમાં તેણે 29 બોલનો સામનો કર્યો અને ચાર ચોક્કા ફટકાર્યા હતા. મેદાનની બહાર જતા સમયે કોહલી એટલો ગુસ્સે દેખાઈ રહ્યો હતો કે તેણે ડગ આઉટમાં મુકેલી ખુર્સી પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો. કોહલીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ