નિષ્ફળતા/ ન્યુઝીલેન્ડ વિરુદ્ધ હાર બાદ કોહલીનું વિરાટ કદ ઘટ્યું, કેપ્ટનશીપ ઉપર ઉઠી રહ્યા છે સવાલ

ક્રિકેટ એક એવી રમત છે જેમા ખેલાડી રાતો રાત ફેમસ થઇ જાય છે તો ક્યારેક નિષ્ફળ

Sports
2 251 ન્યુઝીલેન્ડ વિરુદ્ધ હાર બાદ કોહલીનું વિરાટ કદ ઘટ્યું, કેપ્ટનશીપ ઉપર ઉઠી રહ્યા છે સવાલ

ક્રિકેટ એક એવી રમત છે જેમા ખેલાડી રાતો રાત ફેમસ થઇ જાય છે તો ક્યારેક નિષ્ફળ જતા રાતો રાત તેને હટાવવાની ચર્ચાઓ જોર પકડવા લાગે છે. તેણે અગાઉ દેશ માટે કેવુ પ્રદર્શન કર્યુ છે તે નહી પણ તાજેતરમાં તેનુ પ્રદર્શન કેવુ છે તેના પર તેની પોપ્યુલારિટી વધે છે. ભારતમાં આ હવે એક સચ્ચાઈ બની ગઇ છે. આપને જણાવી દઇએ કે, તાજેતરમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે WTC ની ફાઈનલ મેેચ રમાઈ હતી. જેમા ન્યુઝીલેન્ડે શાનદાર વિજય મેળવ્યો છે. WTC ની ફાઈનલ જીતનાર ન્યુઝીલેન્ડ હવે પ્રથમ દેશ બની ગયો છે. ત્યારે હવે આ મેચ દરમ્યાન ટીમ ઈન્ડિયાનાં કેપ્ટન વિરાટ કોહલી પર કેપ્ટનશીપ અંગે સવાલો ઉભા થઇ ગયા છે.

2 252 ન્યુઝીલેન્ડ વિરુદ્ધ હાર બાદ કોહલીનું વિરાટ કદ ઘટ્યું, કેપ્ટનશીપ ઉપર ઉઠી રહ્યા છે સવાલ

WTC ફાઇનલ / ન્યુઝીલેન્ડે ભારતને આઠ વિકેટે હરાવીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો

આપને જણાવી દઇએ કે, ટીમ ઈન્ડિયામાં વિરાટ કોહલીનું કકદ કેટલુ ઉંચુ છે તે જણાવવાની જરૂર નથી. તેણે પોતાની બેટિંગનાં દમ પર એકલા હાથે ઘણી મેચો ટીમ ઈન્ડિયાને જીતાડી છે. ટીમ ઈન્ડિયામાં કોહલીનું કદ વિરાટ છે. છતા આ ખેલાડીએ પોતાની કેપ્ટનશીપ હેઠળ એકપણ ICC ની ટ્રોફી પોતાના નામે કરી નથી. જણાવી દઇએ કે, આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ICC WTC ફાઇનલ) ની ફાઇનલ એ તક હતી જ્યારે તે તેની કેપ્ટનશિપ પર લાગેલો આ ડાઘને ધોઈ શકતો હતો. ટીકાકારોને યોગ્ય જવાબ આપી શકતો હતો. પરંતુ, તે આ તક પણ ગુમાવી ચુક્યો છે. આ જ કારણ છે કે હવે કોહલીનું નેતૃત્વ ફરી રડાર પર આવી ગયુ છે. ફરીથી વિરાટ કોહલી વિરુદ્ધ એમએસ ધોનીનો મુદ્દો જોર પકડવા લાગ્યો છે. ભારતીય ક્રિકેટનાં વર્તમાન અને પૂર્વ કેપ્ટન વિશે સોશિયલ મીડિયા પર ચર્ચાઓએ જોર પકડ્યું છે. અને, આનું પણ એક કારણ છે.

2 253 ન્યુઝીલેન્ડ વિરુદ્ધ હાર બાદ કોહલીનું વિરાટ કદ ઘટ્યું, કેપ્ટનશીપ ઉપર ઉઠી રહ્યા છે સવાલ

ક્રિકેટ ન્યૂઝ / રવિન્દ્ર જાડેજા ટેસ્ટમાં બન્યો દુનિયાનો નંબર વન ઓલરાઉન્ડર

કોઇ પણ ટીમનો કેપ્ટન ત્યારે યોગ્ય ગણાય છે, જ્યારે તેણે ICC ની કોઇ મોટી ટ્રોફી પોતાની કેપ્ટનશીપ હેઠળ જીતી હોય. કોહલીની કેપ્ટનશીપમાં આ જ એેક મોટો દાગ છે, જ્યારે તેનાથી વિપરીત પૂર્વ કેપ્ટન એમ એસ ધોનીએ અત્યાર સુધીમાં 4 આઇસીસી ટૂર્નામેન્ટ્સની કેપ્ટનશીપ કરી છે, જેમાંથી તેણે 3 માં જીત મેળવી છે. વળી, વિરાટ કોહલી માટે આઈસીસી ઇવેન્ટ્સ જીતવાની આ ત્રીજી તક હતી, જેને તેણે ગુમાવી દીધી છે. એટલે કે, તક ગુમાવવાનો તેનો રેકોર્ડ 100 ટકા થઇ ગયો છે. આ જ કારણ છે કે ચાહકો તેનાથી નારાજ થયા છે. ખૂબ ગુસ્સે થયા છે.

majboor str 23 ન્યુઝીલેન્ડ વિરુદ્ધ હાર બાદ કોહલીનું વિરાટ કદ ઘટ્યું, કેપ્ટનશીપ ઉપર ઉઠી રહ્યા છે સવાલ