Not Set/ કોટા અપમૃત્યુ મામલે માયવતીએ માર્યા પ્રિયંકા ગાંધી-ગહેલોતને આ રીતે સોટા

કોટાની જે. કે. લોન સરકારી હોસ્પિટલમાં બાળકોનાં મોત થવાનાં કારણે ગેહલોત સરકાર વિરોધીઓના નિશાના પર સતત છે જ ત્યારે બસપાના વડા માયાવતીએ મુખ્ય પ્રધાન અશોક ગેહલોત અને પ્રિયંકા ગાંધી પર નિશાન સાધ્યું હતું. માયાવતીએ પ્રિયંકા ગાંધીની યુપીમાં સીએએ વિરોધી રેલી દરમિયાન ધરપકડ કરાયેલા લોકોના પરિવારના સભ્યો સાથેની મુલાકાતને નાટક ગણાવી હતી અને કહ્યું હતું કે […]

Top Stories India
mayawati કોટા અપમૃત્યુ મામલે માયવતીએ માર્યા પ્રિયંકા ગાંધી-ગહેલોતને આ રીતે સોટા

કોટાની જે. કે. લોન સરકારી હોસ્પિટલમાં બાળકોનાં મોત થવાનાં કારણે ગેહલોત સરકાર વિરોધીઓના નિશાના પર સતત છે જ ત્યારે બસપાના વડા માયાવતીએ મુખ્ય પ્રધાન અશોક ગેહલોત અને પ્રિયંકા ગાંધી પર નિશાન સાધ્યું હતું. માયાવતીએ પ્રિયંકા ગાંધીની યુપીમાં સીએએ વિરોધી રેલી દરમિયાન ધરપકડ કરાયેલા લોકોના પરિવારના સભ્યો સાથેની મુલાકાતને નાટક ગણાવી હતી અને કહ્યું હતું કે પ્રિયંકાએ કોટાની હોસ્પીટલમાં મૃત્યુ પામેલા બાળકોની માતાઓને મળવા કોટા જવું જોઈએ, જેમની કુંખ તેમની(કોંગ્રેસ) સરકારની બેદરકારીને કારણે ઉજડી ગઇ છે.

માયાવતીએ પ્રિયંકા પર હુમલો કર્યો

માયાવતીએ ટ્વીટ કર્યું, ‘કોંગ્રેસ શાસિત રાજસ્થાનના કોટા જિલ્લામાં તાજેતરમાં 100 નિર્દોષ બાળકોના મોત અંગે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીનું મૌન રાખવું ખૂબ દુ:ખદ છે. યુપીની જેમ, તેઓ આ બાળકોની ગરીબ માતાઓને મળ્યા હોત તો સારું થયું હોત કે જેમની(મૃત બાળકોની માતાઓની) કુંખ તેમની(કોંગ્રેસ) સરકારની બેદરકારીને કારણે ઉજડી ગઇ છે.

તેમણે કહ્યું, ‘જો કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ કોઈ પણ સંજોગોમાં રાજસ્થાનના કોટામાં ન જાય અને મૃત બાળકોની માતાઓને ન મળે, તો અહીં યુપી પીડિતોના પરિવારને મળવાનું ફક્ત તેમનું રાજકીય હિત અને ઘોર નાટક માનવામાં આવશે, ઉત્તર પ્રદેશની જનતાએ સાવધ રહેવું પડશે. ઉલ્લેખનીય છે કે, પ્રિયંકા ગાંધીએ બુધવારે એક 14 મહિનાની બાળકીનો મુદ્દો ઉઠાવ્યો હતો, જેના માતાપિતા સિટિઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ (સીએએ)નો વિરોધ કરતા હતા ત્યારે તેમની ધરપકડ કરવામાં આવી હતી.

અશોક ગેહલોત સરકારની કરી નિંદા

માયાવતીએ કહ્યું કે રાજસ્થાનમાં અશોક ગેહલોત સરકારનું વલણ નિંદાકારક છે, જેણે કોટામાં 100 બાળકોના મોત અંગે કોઈ યોગ્ય પગલા ભર્યા નથી. તે અને તેમની સરકાર ઉદાસીન, અસંવેદનશીલ અને બેજવાબદાર રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.