Entertainment News : ભારતીય સિનેમામાં ડિવોશનલ કન્ટેન્ટનો સુવર્ણ યુગ ચાલી રહ્યો છે, જેમાં હાર્દિક ગજ્જર દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘કૃષ્ણાવતારમ પાર્ટ 1: ધ હાર્ટ હૃદયમ’ (Krishnavataram) એ દર્શકોના દિલમાં ખાસ સ્થાન બનાવ્યું છે. 7 મેના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મે યુવા પેઢી (Gen-Z) માં ભારે લોકપ્રિયતા મેળવી છે. હવે મેકર્સે આ ફ્રેન્ચાઈઝીની રી-રિલીઝ, ઈન્ટરનેશનલ રિલીઝ અને આગામી સિક્વલ્સ અંગે મોટા ખુલાસા કર્યા છે.
Krishnavataram : નવરાત્રિમાં રી-રિલીઝ અને ઓક્ટોબરમાં ઈન્ટરનેશનલ લોન્ચ
પહેલી ફિલ્મને વધુમાં વધુ દર્શકો સુધી પહોંચાડવા માટે નિર્માતા સાજન રાજ કુરુપે માસ્ટરપ્લાન તૈયાર કર્યો છે.આગામી નવરાત્રિ તહેવાર દરમિયાન ‘કૃષ્ણાવતારમ’ ને હિન્દી ઉપરાંત અન્ય ભારતીય ભાષાઓના ડબિંગ વર્ઝન સાથે થિયેટરોમાં ફરી રિલીઝ કરવામાં આવશે.આ વર્ષે ઓક્ટોબર મહિનામાં વિદેશી દર્શકો માટે ફિલ્મના પહેલા ભાગનું ખાસ ઈંગ્લિશ વર્ઝન ઈન્ટરનેશનલ માર્કેટમાં રિલીઝ કરાશે.મેકર્સે જાણીજોઈને ડિજિટલ અને સેટેલાઈટ રાઈટ્સ પોતાની પાસે જ રાખ્યા છે, જેથી રી-રિલીઝ દ્વારા ફિલ્મ નવા દર્શકો સુધી પહોંચી શકે.
‘કૃષ્ણાવતારમ 2’ ક્યારે આવશે? પ્રોડ્યુસરે આપી મોટી અપડેટ
પ્રોડ્યુસર શોભા સંતે (Shobha Sante)ફ્રેન્ચાઈઝીના ભવિષ્ય અંગે મહત્ત્વની વિગતો શેર કરી છે.મેકર્સ એકસાથે પાર્ટ 2 અને પાર્ટ 3 ના પ્રી-પ્રોડક્શન અને સ્ક્રિપ્ટિંગ પર કામ કરી રહ્યા છે.ફિલ્મમાં વિશાળ સ્કેલ પર VFX નું કામ હોવાથી ‘કૃષ્ણાવતારમ પાર્ટ 2’ વર્ષ 2028 માં સિનેમાઘરોમાં રિલીઝ થવાની શક્યતા છે.
રામ મોરીની ‘સત્યભામા’ નવલકથા પર આધારિત અનોખી વાર્તા
આ ફિલ્મ કોઈ પરંપરાગત વાર્તા નથી, પરંતુ એક અનોખા દૃષ્ટિકોણથી રજૂ કરવામાં આવી છે.આ ફિલ્મ રામ મોરી (Ram Mori)ની 2025 માં આવેલી બહુચર્ચિત નવલકથા ‘સત્યભામા’ પર આધારિત છે. જેમાં સત્યભામાના દૃષ્ટિકોણથી રાધાજી સાથેના વિરહ બાદ શ્રીકૃષ્ણની સફર અને તેમની પત્નીઓ રુક્મિણી તથા સત્યભામા સાથેના સંબંધો દર્શાવ્યા છે..ફિલ્મમાં સિદ્ધાર્થ ગુપ્તાએ શ્રીકૃષ્ણ, સુષ્મિતા ભટ્ટે રાધા, નિવાશિની કૃષ્ણને રુક્મિણી અને સંસ્કૃતિ જયાનાએ સત્યભામાની દમદાર ભૂમિકા ભજવી છે.
આ પણ વાંચો :41 વર્ષની ઉંમરે બીજીવાર માતા બનશે માહિરા ખાન, બેબી બમ્પ ફ્લોન્ટ કર્યો
આ પણ વાંચો :ભારતીય સિનેમાના ઇતિહાસમાં ન ભૂતો ન ભવિષ્યતિ! ‘હનુમાન અંશ’ ફિલ્મે સર્જાયો ઓલ-ટાઈમ રેકોર્ડ
આ પણ વાંચો :સલમાન ખાનના વફાદાર બોડીગાર્ડ શેરાનો પુત્ર બોલિવૂડમાં ધમાકો કરવા તૈયાર
