Not Set/ કુમારસ્વામીનાં ભાજપ પર આકરા પ્રહાર, કહ્યુ – ખરીદેલા MLA સાથે પાર્ટી કરે છે પ્રાણીઓ જેવુ વર્તન

5 ડિસેમ્બરે કર્ણાટકની 15 બેઠકો માટે વિધાનસભા પેટા-ચૂંટણીઓ યોજાવાની છે. કર્ણાટકનાં પૂર્વ મુખ્યમંત્રી અને જેડીએસ નેતા એચડી કુમારસ્વામીએ પેટા-ચૂંટણીને લઈને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. એચ.ડી.કુમારસ્વામીએ કહ્યું કે ભાજપ પહેલાથી જ ઘણા ધારાસભ્યો ખરીદી ચૂકી છે અને તેમની સાથે પ્રાણીઓની જેમ વર્તી રહી છે. અઠાનીમાં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન એચ.ડી.કુમારસ્વામીએ કહ્યું, ‘તેઓ (ભાજપ) ઘણા […]

Top Stories India
hdk1 kP0E કુમારસ્વામીનાં ભાજપ પર આકરા પ્રહાર, કહ્યુ – ખરીદેલા MLA સાથે પાર્ટી કરે છે પ્રાણીઓ જેવુ વર્તન

5 ડિસેમ્બરે કર્ણાટકની 15 બેઠકો માટે વિધાનસભા પેટા-ચૂંટણીઓ યોજાવાની છે. કર્ણાટકનાં પૂર્વ મુખ્યમંત્રી અને જેડીએસ નેતા એચડી કુમારસ્વામીએ પેટા-ચૂંટણીને લઈને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. એચ.ડી.કુમારસ્વામીએ કહ્યું કે ભાજપ પહેલાથી જ ઘણા ધારાસભ્યો ખરીદી ચૂકી છે અને તેમની સાથે પ્રાણીઓની જેમ વર્તી રહી છે.

અઠાનીમાં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન એચ.ડી.કુમારસ્વામીએ કહ્યું, ‘તેઓ (ભાજપ) ઘણા ધારાસભ્યો ખરીદી ચૂક્યા છે અને તેઓ તેમની સાથે પ્રાણીઓની જેમ વર્તે છે. પેટા-ચૂંટણીમાં જો કંઇપણ ખોટું થાય છે, તો તેઓએ પોતાની સલામતી માટે નવા પ્રાણીઓની શોધ શરૂ કરી દીધી છે. જોવાનું રહેશે કે 9 ડિસેમ્બર પછી શું થાય છે.

આપને જણાવી દઈએ કે કર્ણાટકની 15 બેઠકો પર પેટા-ચૂંટણીઓ યોજાવાની છે. 5 ડિસેમ્બરે મતદાન થશે. જેનુ પરિણામ 9 ડિસેમ્બરે આવશે. વળી બીજ તરફ કર્ણાટકનાં મુખ્યમંત્રી બી એસ યેદિયુરપ્પાએ પોતાની સરકારનો કાર્યકાળ પૂરો કરવાનો ભરોસો બતાવતા કહ્યુ કે જેડીએસને ભાજપનાં સમર્થનમાં લોવાનો કોઇ સવાલ જ નથી થતો.

આપને જણાવી દઇએ કે જ્યારે કર્ણાટકમાં કુમારસ્વામીની સરકાર હતી, ત્યારે કોંગ્રેસનાં 14, જેડીએસનાં 3 ધારાસભ્યોએ રાજીનામું આપ્યું હતું. જે બાદ તત્કાલીન વિધાનસભા અધ્યક્ષ રમેશ કુમારે તમામ 17 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવ્યા હતા. આ સાથે, કર્ણાટકમાં એચડી કુમારસ્વામીની સરકાર પડી અને ભાજપે યેદિયુરપ્પાનાં નેતૃત્વમાં સરકાર બનાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.