India Canada news/ ભારત પર આરોપ લગાવી ચારેબાજુથી ઘેરાયા કેનેડાના પીએમ ટ્રુડો

અમેરિકાના પૂર્વ અધિકારીએ કહ્યું કે ટ્રુડોએ મોટી ભૂલ કરી છે.

Top Stories World
Mantavyanews 83 ભારત પર આરોપ લગાવી ચારેબાજુથી ઘેરાયા કેનેડાના પીએમ ટ્રુડો

ખાલિસ્તાન આતંકી હરજીત સિંહ નિજ્જરની હત્યા માટે ભારતને જવાબદાર ઠેરવવા બદલ કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો માત્ર દેશમાંથી જ નહીં પરંતુ વિદેશી નેતાઓ દ્વારા પણ આકરા પ્રહારો થયા છે. હવે અમેરિકાના પૂર્વ અધિકારીએ કહ્યું કે ટ્રુડોએ મોટી ભૂલ કરી છે.

પેન્ટાગોનના પૂર્વ અધિકારી માઈકલ રુબિને (Former Pentagon official Michael Rubin) કહ્યું કે, કેનેડાના પીએમ ટ્રુડોએ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા સાથે ભારતનો સંબંધ હોવાનો આરોપ લગાવીને મોટી ભૂલ કરી છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન પોતે પોતાના આરોપોને સાબિત કરવામાં અસમર્થ છે.

માઈકલ રૂબિને કહ્યું કે, મને લાગે છે કે પીએમ ટ્રુડોએ મોટી ભૂલ કરી છે. પોતે જે આક્ષેપો કર્યા છે તેના પુરાવા તેઓ પોતે આપી શકશે નહીં. તેમની પાસે ભારત સરકાર પર લાગેલા આરોપોને સાબિત કરવા માટે કોઈ પુરાવા નથી.

ટ્રુડો પર નિશાન સાધતા પેન્ટાગોનના પૂર્વ અધિકારીએ કહ્યું કે, તેમણે સમજાવવું પડશે કે તેમની સરકાર આતંકવાદીને શા માટે આશ્રય આપી રહી છે. ભારત સરકાર પર કેનેડિયન પીએમના આરોપો અંગેના તેમના વિચારો વિશે પૂછવામાં આવતા તેમણે ઉપરોક્ત વાત કહી.

ઉલ્લેખનિય છે કે, સોમવારે (18 સપ્ટેમ્બર) ટ્રુડોએ કેનેડિયન સંસદની અંદર હરદીપ સિંહ નિજ્જરની હત્યા પાછળ ભારત સરકારનો હાથ હોવાનો આરોપ લગાવ્યો હતો. ભારતે નિજ્જરને આતંકવાદી જાહેર કર્યો છે. કેનેડાના સરેમાં ગુરુદ્વારાની બહાર 18 જૂને તેની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

આ પણ વાંચો: Sanatan Dharma/ સનાતન ધર્મ વિવાદ, વધુ એક નેતાએ ઉદયનિધિ સ્ટાલિનનો બચાવ કર્યો

આ પણ વાંચો: સારા સમાચાર/ નર્મદા નદીના પૂરથી પાકને થયેલા નુકસાન મામલે સરકારે ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર, જાણો કોને મળશે લાભ

આ પણ વાંચો: Navratri-Ambalal/ નવરાત્રિના રસિયાઓમાં ધ્રાસકો પાડતી અંબાલાલ પટેલની આગાહી