Not Set/ મહાજંગ – 2019 : કચ્છ બેઠકની ચૂંટણી જંગનો ચિતાર, આવી છે બે બળિયાઓ વચ્ચે લડાઇ

કચ્છ લોકસભા બેઠકનો પરિચય ક્ચ્છ એ રાજાશાહી સમયનો જિલ્લો છે અહીં અનેક રાજાશાહી સ્થાપત્યો આવેલા છે તેથી ઐતિહાસિક દ્રષ્ટિએ અનેરું મહત્વ બની રહ્યું છે.અને વિદેશી પ્રવાસીઓ ખાસ કચ્છની સંસ્કૃતિને માણવા માટે અહીં આવે છે.કચ્છમાં સફેદ રણ , કાળો ડુંગર , માંડવી બીચ , આઈના મહેલ , પ્રાગ મહેલ , વિજય વિલાસ પેલેસ , ધોળાવીરા , […]

Top Stories Gujarat Others
KUTCH 1 1 મહાજંગ – 2019 : કચ્છ બેઠકની ચૂંટણી જંગનો ચિતાર, આવી છે બે બળિયાઓ વચ્ચે લડાઇ

કચ્છ લોકસભા બેઠકનો પરિચય ક્ચ્છ એ રાજાશાહી સમયનો જિલ્લો છે અહીં અનેક રાજાશાહી સ્થાપત્યો આવેલા છે તેથી ઐતિહાસિક દ્રષ્ટિએ અનેરું મહત્વ બની રહ્યું છે.અને વિદેશી પ્રવાસીઓ ખાસ કચ્છની સંસ્કૃતિને માણવા માટે અહીં આવે છે.કચ્છમાં સફેદ રણ , કાળો ડુંગર , માંડવી બીચ , આઈના મહેલ , પ્રાગ મહેલ , વિજય વિલાસ પેલેસ , ધોળાવીરા , રક્ષક વન સહિતના પર્યટન સ્થળો છે તો ક્ચ્છ કુળદેવી માં આશાપુરાના માતા ના મઢ ,નારાયણ સરોવર , કોટેશ્વર ,હાજીપીર , સ્વામિનારાયણ મંદિર સહિતના ધાર્મિક સ્થળો છે તો ભુજમાં ભૂકંપ ગ્રસ્તોની યાદમાં સ્મૃતિવન તૈયાર થઈ રહ્યું છે.જિલ્લામાં 10 તાલુકાઓ છે જેમાં 800 થી વધુ ગામડાઓ છે જિલ્લામાં શિક્ષણની જો વાત કરીએ તો ,1500 જેટલી પ્રાથમિક શાળાઓ છે આદિપુરને શિક્ષણ નગરી ગણવામાં આવે છે તો કચ્છને પોતાની અલાયદી યુનિવર્સિટી છે. કચ્છ બેઠકમાં સમાવિષ્ટ વિધાનસભા સીટોની વાત કરવામાં આવે તો કચ્છ બેઠકમાં માંડવી, ભૂજ, અંજાર, ગાંધીધામ, અબડાસા,  રાપર  અને મોરબી વિધાનસભા સીટોનો સમાવેશ થાય છે.  જિલ્લાની 7 વિધાનસભા પૈકી 4 માં ભાજપનો અને 3 માં કોંગ્રેસનો દબદબો છે. કચ્છ બેઠક પર કુલ મતદારોની લગભગ 17 લાખ જેટલા છે. કચ્છ બેઠકનાં જ્ઞાતિગત ગણિતની વાત કરવામાં આવે તો આ બેઠક પર ક્ષત્રિય, લોહાણા, મુસ્લિમ, આહિર, જૈન, પાટીદાર, સિંધી, વાણિયા, બ્રાહ્મણ, ગઢવી, માલધારી, દલિત આ બધી જ્ઞાતિઓના મતદારો નોંધપાત્ર સંખ્યામાં. કચ્છની બેઠક પર કોઈ એક જ્ઞાતિના મતદારોનું પ્રભુત્વ નથી.  જુદી જુદી જ્ઞાતિઓની બનેલી આ બેઠક એસ.સી. માટે અનામત બેઠક છે. જ્ઞાતિવાદી સમીકરણો અહીં કામ કરતાં નથી. આ બધી જ્ઞાતિઓના મતદારોની સંખ્યા 7-8 ટકાની આસપાસ છે ત્યારે કચ્છમાં દલિત અને મુસ્લિમ મતદારોની સંખ્યા નોંધપાત્ર છે. અહી  કોંગ્રેસ તરફી ક્ષત્રિય મતદારો પણ સારી સંખ્યામાં જોવા મળે છે.

kutch map મહાજંગ – 2019 : કચ્છ બેઠકની ચૂંટણી જંગનો ચિતાર, આવી છે બે બળિયાઓ વચ્ચે લડાઇ

આવો છે કચ્છ બેઠકનો રાજકીય ઇતિહાસ

કચ્છ લોકસભા બેઠક ગુજરાતની સૌથી જૂની લોકસભા બેઠકોમાંથી એક છે.  1952માં  કચ્છ પૂર્વ અને કચ્છ પશ્ચિમ એમ લોકસભાની બે બેઠકો હતી. તો 1957માં માત્ર કચ્છ બેઠક થઈ ત્યારે કોંગ્રેસનાં ભવાનજી અરજણ ખીમજી જીત્યા હતા.  સ્વતંત્ર પાર્ટીની સ્થાપના પછી કચ્છના રાજવી  હિંમતસિંહજી જાડેજા 1962માં  જીત્યા હતા. તો 1967 અને 1971માં કોંગ્રેસે આ બેઠક જીતી હતી. જ્યારે 1977માં જનતા પાર્ટીના અનંત દવે જીત્યા હતા. 1980 અને 1984માં કોંગ્રેસે જીત મેળવી તો  1989માં ભાજપના બાબુ મેઘજી શાહ ની જીતથી ભાજપની એન્ટ્રી કચ્છમાં થઇ હતી. 1991માં કોગ્રેસના હરિભાઈ પટેલ જીત્યા તો તે પછી સળંગ ચાર વાર ભાજપના પુષ્પદાન ગઢવી જીત્યા હતા. 2009ની ચૂંટણી નવા સીમાંકન પ્રમાણે લડાઈ હતી અને નવા સીમાંકનમાં આ બેઠક અનુસૂચિત જાતિ  માટે અનામત જાહેર થઇ હતી. 2009માં  ભાજપનાં પૂનમબેન જાટ જીત્યાં હતાં. તો 2014માં ભાજપના વિનોદ ચાવડા જીત્યા હતા. કચ્છ લોકસભા બેઠક 1996થી ભાજપનો ગઢ મનાવામાં આવે છે છે ને ભાજપ સળંગ છ વાર અહીંથી જીત્યું છે.

કચ્છ લોકસભા બેઠક પર આ બે બળીયાઓ વચ્ચે છે ખરાખરીનો જંગ

Vinod Chavda Naresh Maheshwari મહાજંગ – 2019 : કચ્છ બેઠકની ચૂંટણી જંગનો ચિતાર, આવી છે બે બળિયાઓ વચ્ચે લડાઇ

વિનોદ ચાવડા

2010માં તેમણે જિલ્લા પંચાયતની ચૂંટણી લડીને પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરી. 2014 માં 2.54 લાખ મતની જંગી સરસાઈથી જીતી સંસદ સભ્ય બન્યા. ગ્રેજ્યુએશન અને  એલ.એલ.બી. બાદ વકીલાત કરતા ચાવડા શ્યામજી કૃષ્ણ વર્મા યુનિવર્સિટીમાં સેનેટ સભ્ય તરીકે પણ  ચૂંટાયા હતા. ચાવડાની  સંસદસભ્ય તરીતે  યશસ્વી કામગીરી અને નિર્વિવાદ વ્યક્તિત્વ અને સ્વચ્છ પ્રતિભા ધરાવતા નેતા છે.

નરેશ મહેશ્વરી  

કચ્છ લોકસભા ના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર નરેશ મહેશ્વરીની જો વાત કરીએ તો તેઓ પૂર્વ જિલ્લા કોંગ્રેસ  પ્રમુખ રહી ચૂક્યા છે..ભુજ તાલુકાના માધાપર ગામના તેઓ રહેવાસી છે નાની વયેથી કોંગ્રેસમાં કાર્યકર તરીકે જોડાયા છે.સૌપ્રથમ માધાપર જુનાવાસ ની ચૂંટણીમાં તેમણે ઝંપલાવ્યું હતું જેમાં તેઓ જીત્યા અને સામાજિક ન્યાય સમિતિના ત્રણ ટર્મ સુધી ચેરમેન રહ્યા છે.તેઓ એન એસ યુ આઈ ના પ્રમુખ રહી ચૂક્યા છે તો જિલ્લા કોંગ્રેસ ના પ્રમુખ તરીકે પણ જવાબદારી નિભાવી છે  પાયા ના કાર્યકર થી માંડીને તેઓ પાસે જિલ્લા પ્રમુખ નો અનુભવ છે સાથે કચ્છના દલિત સમાજમાં પ્રચલિત ચહેરો છે.