Not Set/ ‘રોણા શેરમાં રે’નાં સિંગર ગીતા રબારીને મળ્યું ‘વર્લ્ડ રેકર્ડ ઓફ ઈન્ડિયા’માં સ્થાન

લોક ગાયિકા ગીતા રબારીએ વૈશ્વિક ફલક પર ધુમ મચાવીને વર્લ્ડ રેકર્ડ ઓફ ઈન્ડિયામાં સ્થાન મેળવ્યું છે. ગીતા રબારીએ ‘રોણા શેરમાં રે…રોણા શેરમાં રે….ચાલી કિસ્મત ગાડી ટોપ ગેરમાં રે……’ આ ગીત અપલોડ કર્યું હતું. લોક ગાયિકા ગીતા રબારીએ આ ગીતને આજથી 20 મહિના અગાઉ યુ ટ્યુબ પર અપલોડ કર્યુ હતું. આ ગીત રીલીઝ થયા બાદ તેને […]

Gujarat Others Entertainment
mantavya 348 'રોણા શેરમાં રે’નાં સિંગર ગીતા રબારીને મળ્યું ‘વર્લ્ડ રેકર્ડ ઓફ ઈન્ડિયા’માં સ્થાન

લોક ગાયિકા ગીતા રબારીએ વૈશ્વિક ફલક પર ધુમ મચાવીને વર્લ્ડ રેકર્ડ ઓફ ઈન્ડિયામાં સ્થાન મેળવ્યું છે. ગીતા રબારીએ ‘રોણા શેરમાં રે…રોણા શેરમાં રે….ચાલી કિસ્મત ગાડી ટોપ ગેરમાં રે……’ આ ગીત અપલોડ કર્યું હતું.

લોક ગાયિકા ગીતા રબારીએ આ ગીતને આજથી 20 મહિના અગાઉ યુ ટ્યુબ પર અપલોડ કર્યુ હતું. આ ગીત રીલીઝ થયા બાદ તેને અપાર સફળતા પ્રાપ્ત થઈ. હાલના સંજોગોમાં ગુજરાતી ફિલ્મો અને ગુજરાતી ગીતોના આલ્બમ વિશ્વભરમાં ધુમ મચાવી રહ્યા છે.

mantavya 349 'રોણા શેરમાં રે’નાં સિંગર ગીતા રબારીને મળ્યું ‘વર્લ્ડ રેકર્ડ ઓફ ઈન્ડિયા’માં સ્થાન

ત્યારે ગુજરાતની ગીતા રબારીના આ ગીતને લઇને દેશ- વિદેશમાં ખુબ જ લોકચાહના વધી છે. ભુજ ખાતે વર્લ્ડ રેકોર્ડ ઓફ ઈન્ડિયાના પ્રતિનિધિ મિલન સોનાના હસ્તે વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયાના સર્ટિફિકેટ અને મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.

mantavya 350 'રોણા શેરમાં રે’નાં સિંગર ગીતા રબારીને મળ્યું ‘વર્લ્ડ રેકર્ડ ઓફ ઈન્ડિયા’માં સ્થાન

વર્લ્ડ રેકોર્ડ ઓફ ઈન્ડિયામાં પોતાનું સ્થાન અંકિત થતા સન્માનના પ્રત્યુતરમાં કચ્છી કોયલ ગીતા રબારીએ જણાવ્યું હતુ કે, થોડા સમય પહેલા જ એન.આર.આઈ. ફેસ્ટીવ કાઉન્સીલ દ્વારા તેમનું સન્માન થયું હતું. તેમણે ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. સાથે તેમણે તેમના સૌ ચાહકો અને યુ-ટ્યુબ વ્યુંવરનો આભાર વ્યક્ત કર્યો હતો.