Not Set/ કચ્છ : મુન્દ્રાના અદાણી પોર્ટ પર કન્ટેનરના ભરાવાના કારણે ઈમ્પોટર એક્સપોર્ટર બેહાલ

કચ્છ ખાતે આવેલા મુન્દ્રાના અદાણી પોર્ટ પર કન્ટેનરના ભરાવાના કારણે ઈમ્પોટર એક્સપોર્ટર બેહાલ બની ગયા છે સિએફએસ તંત્રની બેજવાબદારી ભરી નીતિના કારણે કરોડોનુ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. હાલ માર્કેટમા ભયંકર મંદીના ભણકારા વાગી રહ્યા છે ત્યારે પોર્ટ તેમજ CFS અને કસ્ટમ વિભાગે આયાતકાર અને નિકાસકારોને સાથ આપીને મંદીની મારથી બચાવવા જોઈએ એની જગ્યાએ આ […]

Top Stories Gujarat
1 mundra કચ્છ : મુન્દ્રાના અદાણી પોર્ટ પર કન્ટેનરના ભરાવાના કારણે ઈમ્પોટર એક્સપોર્ટર બેહાલ

કચ્છ ખાતે આવેલા મુન્દ્રાના અદાણી પોર્ટ પર કન્ટેનરના ભરાવાના કારણે ઈમ્પોટર એક્સપોર્ટર બેહાલ બની ગયા છે સિએફએસ તંત્રની બેજવાબદારી ભરી નીતિના કારણે કરોડોનુ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

હાલ માર્કેટમા ભયંકર મંદીના ભણકારા વાગી રહ્યા છે ત્યારે પોર્ટ તેમજ CFS અને કસ્ટમ વિભાગે આયાતકાર અને નિકાસકારોને સાથ આપીને મંદીની મારથી બચાવવા જોઈએ એની જગ્યાએ આ લોકો જ આયાતકાર અને નિકાસકારો તેમજ કસ્ટમ બ્રોકરને હેરાન કરી રહ્યા છે.મુન્દ્રાના અદાણી પોર્ટમાં છેલ્લા 10 દિવસથી ઓલ કાર્ગો સિબર્ડ તેમજ હની કોમ્બ CFSમાં ક્ષમતા કરતા વધારે કામ ઉપાડી લેતા CFS માં કન્ટેનરનો ભરાવો જોવા મળ્યો હતો જેના કારણે કન્ટેનર પ્લેસ કરીને ઇમ્પોર્ટ ડિલિવરી સમયસર મળી રહી નથી.

11 mundra કચ્છ : મુન્દ્રાના અદાણી પોર્ટ પર કન્ટેનરના ભરાવાના કારણે ઈમ્પોટર એક્સપોર્ટર બેહાલ

જેના કારણે આયાતકાર અને નિકાસકારોને ભારે ડેમેજ અને ડીટેન્શન ભરવું પડે છે જે લાખો માં હોય છે. તેના ઉપરાંત કસ્ટમ ડયુટીમા પેનલ્ટી પણ ભોગવવી પડી રહી છે. શિપિંગ કંપનીઓ તેમજ CFS વચ્ચે સાંઠ ગાંઠ સ્પષ્ટ જોવા મળી રહી છે. શિપિંગ કંપની અને CFS માં લૂંટ ની પ્રતિસ્પર્ધા લાગી હોય તેમ જોવા મળી રહ્યું છે ત્યારે કસ્ટમ બ્રોકર એસોસિયેશન દ્વારા પ્રધાનમંત્રી મોદી સહિત કસ્ટમ વિભાગને પણ ફરિયાદ કરાઈ છે પણ કોઈના પેટ નું પાણી ના હલતું હોય એવું દેખાઈ રહ્યું છે.

111mundra કચ્છ : મુન્દ્રાના અદાણી પોર્ટ પર કન્ટેનરના ભરાવાના કારણે ઈમ્પોટર એક્સપોર્ટર બેહાલ

હાલમાં સર્જાયેલી સ્ફોટક પરિસ્થિતિનો ગેરલાભ સિએફએસ ઉપરાંત શિપિંગ લાઈન તેમજ ટ્રાન્સપોર્ટ ઉધોગ પણ ઉઠાવી રહ્યા છે ત્યારે ઇમ્પોર્ટર તેમજ એક્સપોર્ટેર હાલાકી ભોવવી રહ્યા છે.CFS માં કન્ટેનરનુ લોકેશન પણ ખબર હોતી નથી જેના કારણે ઘણો વિલંબ થાય છે જેનો ભારે ભરખમ ચાર્જ પણ વસૂલ કરવામાં આવે છે તેમજ આ વિલંબના કારણે ફેકટરીમાં ઉત્પાદન સતત ઘટી રહ્યુ છે ત્યારે મંદીમા મહા મંદીના દ્રશ્યો સર્જાય તો નવાઈ નહિ.

આવી વિકટ સ્થિતિમાં પણ કસ્ટમ વિભાગ આંખ આડા કાન કરી રહ્યું હોય એમ જણાય છે. CFS તેમજ શિપિંગ લાઈન કસ્ટમ વિભાગના અંડર હોવા છતાં કસ્ટમનુ સાંભળતા નથી તેવી પરિસ્થિતિ સર્જાઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.