Not Set/ ભૂમાફિયાઓ હજુ પણ બેફામ, માંડા ડુંગર પાસે સૂચિત પ્લોટમાં કબજા મુદ્દે છરી વડે હુમલો

મુખ્યમંત્રી રૂપાણીએ ભૂમાફીયાઓ બેફામ બન્યા હોય તેમની સામે કાયદાનો ગાળિયો કસવા માટે જમીન ઉચાપતનો કાયદો વધારે સંશોધન સાથે બહાર પાડ્યો છે.તેમજ આ કાયદાની

Top Stories Rajkot
manda dungar

મુખ્યમંત્રી રૂપાણીએ ભૂમાફીયાઓ બેફામ બન્યા હોય તેમની સામે કાયદાનો ગાળિયો કસવા માટે જમીન ઉચાપતનો કાયદો વધારે સંશોધન સાથે બહાર પાડ્યો છે.તેમજ આ કાયદાની અમલવારી કરવા માટે પણ મુખ્યમંત્રી રૂપાણી દ્વારા જિલ્લા તંત્રને આદેશ આપી દેવામાં આવ્યા છે. પરંતુ આ કાયદાની અમલવારી શરૂ થાય તે પહેલાં જ ભૂમાફિયાઓ બેફામ બન્યા હોય તેવું રાજકોટના માંડાડુંગર નજીક ઘટેલી ઘટના પરથી લાગી રહ્યું છે.

KNIFE ATTACK: CQ girl allegedly stabs woman in neck | Morning Bulletin

રાજકોટ / રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે વિવિધ રાજ્યોમાં ગુનાખોરી આચરતા ઈરાની …

આ અંગે અધિકૃત સૂત્રોના પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે શહેરના માંડાડુંગર નજીક આરસી એસ્ટેટ શેરી નં.3માં આવેલ સુચિત પ્લોટ નં.32ના કબ્જા મુદ્રે બે દિવસ પહેલા જીજ્ઞેશ લાખાભાઈ ગોંડલીયા (ઉ.વ.47)નામના યુવાન પર જયસુખ જોગાવા સહિતના ત્રણ અજાણ્યા શખસોએ છરી વડે હુમલો કરી ઢીકાપાટુનો મારમારતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં યુવકની ફરીયાદ પરથી આજી ડેમ પોલીસે જયસુખ જોગાવા તથા અજાણ્યા ત્રણ શખસો વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો.

 

surat / જામીન પુરા થતા દુષ્કર્મના આરોપી નારાયણ સાંઇ ફરી લાજપોર જેલમા…

આ બનાવના પગલે જીજ્ઞેશભાઈના માસીયાઈ ભાઈ અને બેકોબોન પાર્કમાં રહેતાં અને ખેતવાડીનું કામ કરતાં નિલેશભાઈ રામભાઈ સગપરીયા (ઉ.વ.49)નામના પટેલ આધેડ તેમજ જીજ્ઞેશભાઈના સાળા મયુર મગનભાઈ પટેલ (ઉ.વ.37) બંન્ને આજે સવારે સિવિલ હોસ્પિટલે જીજ્ઞેશભાઈના ખબર-અંતર પુછી ત્યાંથી દશેક વાગ્યે આરસી એસ્ટેટ પાસે આવેલા પ્લોટમાં ગયા હતાં. આ સમયે તેમણે ફરીથી જયસુખ જોગાવા, સિધ્ધાર્થ ડાંગર તથા એક મીરના પુત્ર સહિતના દશેક શખસો ત્યાં આવી પહોંચ્યા હતા. તેમજ ઝગડો કરી આડેધડ ધોકા-પાઈપ અને ધારીયા વડે હુમલો કરતાં બંન્નેને ગંભીર ઈજા પહોંચી હતી. જેથી બન્નેને સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવ્યાં હતાં બનાવ અંગે વધારે હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી.

INDvsAUS / પ્રથમ ટેસ્ટમાં ભારતીય ટીમને મળી એવી હાર, ક્યારે કોઇ કેપ્ટન ન…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…