Political/ લતા, સચિનની પ્રતિષ્ઠાને સરકારે દાવ પર ન લગાવી જોઇએ: રાજ ઠાકરે

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) નાં વડા રાજ ઠાકરેએ મોદી સરકાર પર નિશાન સાધ્યો છે…..

India
PICTURE 4 84 લતા, સચિનની પ્રતિષ્ઠાને સરકારે દાવ પર ન લગાવી જોઇએ: રાજ ઠાકરે

પોપ સિંગર રિહાના અને પર્યાવરણ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગ સહિત અનેક વિદેશી હસ્તીઓએ ખેડૂતોનાં આંદોલનનાં સમર્થનમાં ટ્વીટ કર્યું જે બાદ સચિન તેંડુલકર અને લતા મંગેશકર સહિત વિવિધ હસ્તીઓએ સરકારનાં વલણનાં સમર્થનમાં ટ્વીટ કર્યું હતું. આ અંગે હવે ભારતમાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) નાં વડા રાજ ઠાકરેએ મોદી સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, લતા મંગેશકર અને સચિન તેંડુલકર જેવા ભારત રત્ન પ્રાપ્ત લોકોનો ઉપયોગ કરવો યોગ્ય નથી.   સમનસેનાં વડા રાજ ઠાકરેએ આંદોલન અંગે ટ્વિટર યુદ્ધ પર કહ્યું છે કે, સરકારે સચિન તેંડુલકર અને લતા મંગેશલકર જેવી હસ્તીઓનો રાજકારણ માટે ઉપયોગ ન કરવો જોઈએ, જેના માટે અક્ષય કુમાર જ બરાબર છે.

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાનાં વડા રાજ ઠાકરેએ ખેડૂત આંદોલનને લઈને ટ્વીટર યુદ્ધની વચ્ચે સરકાર પર  નિશાન સાધ્યું છે. ભારત રત્ન સચિન તેંડુલકર અને લતા મંગેશકરનાં ટ્વીટ પર તેમણે કહ્યું હતું કે, સરકારે તેમને ટ્વીટ કરવા માટે કહેવુ ન જોઇતુ હતુ, ઠાકરેએ કહ્યું કે, આ બન્ને સેલિબ્રિટી તેમના મહાન કામ માટે જાણીતા છે, તેઓનો ઉપયોગ ન કરવો જોઇએ, આ ખોટું હતું. ખેડૂત આંદોલનનાં મુદ્દે અનેક વિદેશી હસ્તીઓએ ટ્વિટ કર્યું હતું, જે બાદ દેશમાં રાજકારણ શરૂ થઇ ગયુ છે. મનસેનાં વડા રાજ ઠાકરેએ પત્રકાર પરિષદમાં કહ્યું કે, “સચિન તેંડુલકર અને લતા મંગેશકર જેવા કલાકારો એક વખત જન્મ લેતા હોય છે અને તમામ સરકારોએ તેમની પવિત્રતા જાળવવી જોઈએ. આ બધા સરળ હૃદય છે, પરંતુ તેમના યોગદાનની કોઇ બરાબરી કરી શકે તેમ નથી. તેમને રાજકારણમાં ન ખેંચી લેવા જોઈએ.

Politics / દેશને બદનામ કરનાર હિન્દુસ્તાની ચા પણ નથી છોડતા : PM મોદી

કૃષિ આંદોલન / ટીકરી બોર્ડર પર વધુ એક ખેડૂતનો આપઘાત, સુસાઇડ નોટમાં લખ્યું…

કૃષિ આંદોલન / રિહાના, ગ્રેટા અને ખલીફા બાદ વધુ એક વિદેશી સ્ટારે ખેડૂત આંદોલનને ટેકો આપતા કર્યુ ટ્વીટ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ