રાજકીય/ કર્ણાટકમાં કાયદા મંત્રીની ઓડિયો ટેપથી ભારે બબાલ,ભાજપ સરકારની મુશ્કેલમીમાં થયો વધારો

કર્ણાટકના કાયદા પ્રધાન જેસી મધુસ્વામી સાથે સંબંધિત એક ઓડિયો રેકોર્ડિંગનો છે, જે બાદ ભાજપની બોમ્માઈ સરકાર માટે નવી મુશ્કેલી ઊભી થઈ છે

Top Stories India
3 18 કર્ણાટકમાં કાયદા મંત્રીની ઓડિયો ટેપથી ભારે બબાલ,ભાજપ સરકારની મુશ્કેલમીમાં થયો વધારો

દક્ષિણના રાજ્ય કર્ણાટકમાં મંત્રીઓ અને નેતાઓના ફોન રેકોર્ડ કરીને પછી તેને જાહેરમાં લીક કરવાનો રાજકીય ઈતિહાસ જૂનો છે. સરકાર ભલે ગમે તે પક્ષની હોય, પરંતુ તેમના વિરોધીઓના ફોન ટેપ કરીને લીક કરવામાં કોઈ પક્ષ દૂધે ધોયેલો નથી. તાજેતરનો મામલો કર્ણાટકના કાયદા પ્રધાન જેસી મધુસ્વામી સાથે સંબંધિત એક ઓડિયો રેકોર્ડિંગનો છે, જે બાદ ભાજપની બોમ્માઈ સરકાર માટે નવી મુશ્કેલી ઊભી થઈ છે.

કોઈ વરિષ્ઠ મંત્રી પોતાની જ સરકારને બિનઅસરકારક સાબિત કરીને તેની ટીકા કરે અને તે વાત જગજાહેર થઈ જાય. આવતા વર્ષે મે પહેલા વિધાનસભાની ચૂંટણી છે અને તે પહેલા સામે આવેલા આ ઓડિયો કૌભાંડે વિપક્ષને મુખ્યમંત્રી બસવરાજ બોમાઈ સરકાર સામે મોટો રાજકીય મુદ્દો બનાવી દીધો છે.

સવાલ એ છે કે શું બોમાઈ ખરેખર એટલા નબળા સીએમ છે કે તેમની પાસે કોઈ વહીવટી પકડ નથી, જેના કારણે ઘણા મંત્રીઓ પણ તેમનાથી નારાજ છે? વાસ્તવમાં, કાયદા પ્રધાનની જે ઓડિયો ક્લિપ બહાર આવી છે, તેણે બેંગલુરુથી દિલ્હી સુધીની બીજેપીની નેતાગીરીને બેકફૂટ પર અથવા કહો, બચાવની સ્થિતિમાં લાવી દીધી છે. આ ઓડિયો ટેપમાં કાયદા મંત્રી ભાસ્કર નામના સામાજિક કાર્યકર સાથે ફોન પર વાત કરી રહ્યા છે અને તેમની ફરિયાદના જવાબમાં તેઓ કથિતપણે કહે છે કે રાજ્યમાં સરકાર કામ કરી રહી નથી અને 2023ની વિધાનસભા ચૂંટણી સુધી ભાજપ ચાલુ રહેશે. તેમણે કહ્યું કે, “સરકાર કામ નથી કરી રહી, અમે કોઈ રીતે મેનેજ કરી રહ્યા છીએ.” ખેડૂતોની સમસ્યાઓ અંગે બેંક સામે એક સામાજિક કાર્યકરની ફરિયાદના જવાબમાં, કાયદા પ્રધાન મધુસ્વામી તેમને ફોન પર કહેતા સાંભળી શકાય છે, “અમે અહીં સરકાર નથી ચલાવી રહ્યા, અમે તેને કોઈક રીતે મેનેજ કરી રહ્યા છીએ અને આગામી કોઈક રીતે સાત કે આઠ મહિના કાઢી રહ્યા છે.

મધુસ્વામીને સામાજિક કાર્યકરની ફરિયાદ પર તેમની જ સરકારમાં મંત્રી સોમશેકરની કથિત નિષ્ક્રિયતાનો સામનો કરવામાં અસમર્થતા વ્યક્ત કરતા સાંભળી શકાય છે. કાયદા મંત્રીને ફોન પર કહેતા સાંભળવામાં આવ્યા કે, “હું આ વિષયો જાણું છું. મેં એસ ટી સોમશેકર (સહકારી મંત્રી)ને આ અંગે જાણ કરી છે. તેઓ પગલાં લઈ રહ્યા નથી. શું કરવું?”

તેમના નિવેદનનો અર્થ સ્પષ્ટ છે કે સરકારમાં ઓલ વેલ નથી અને એક રીતે તેને ચૂંટણી સુધી ખેંચવામાં આવી રહ્યું છે, પરંતુ તે સરકારની બિનકાર્યક્ષમતાને છતી કરે છે અને સાથે જ સીએમ બોમાઈની કાર્યશૈલી પર પણ સવાલો ઉભા કરે છે. જો કે કાયદા મંત્રીના આ કથિત નિવેદનની તેમના કેબિનેટના કેટલાક સાથીઓ દ્વારા પણ ટીકા કરવામાં આવી છે, પરંતુ આ રાજકીય કમાન્ડમાંથી નીકળતું એક એવું તીર છે, જેણે વિપક્ષને ઈજા પહોંચાડવાને બદલે તેમને સંજીવની બુટ્ટી આપી છે.