Not Set/ ચેક રિટર્ન થવાના પાંચ કેસમાં લોવર કોર્ટની સજા માન્ય, વળતરનાં હુકમને સેશન્સ કોર્ટે માન્ય રાખ્યા

  રાજકોટ. આજથી લગભગ સાતેક વર્ષ પહેલા રાજકોટ રહેવાસી હરીશકુમાર ગંગારામ તીર્થવાણી તે ઓમ સારીઝના માલિક પાસેથી સુરતના ઈરફાન ઉસ્મબાન મેમણે રેહાન ઈન્ટરનેશનલનાં નામનું ખાતુ પડાવી સને 2011ના એપ્રિલ મહિનાથી જૂન મહિના દરમિયાન રૂ.14,91,990ની ખરીદી કરેલ હતી. આપને જણાવી દઈએ કે ઇરફાન મેમણ પ્રહલાદ સિનેમા સામે, લાખાજીરાજ રોડ, રાજકોટનાં રહેવાસી છે. આ રકમની ભરપાઈ કરવા […]

Top Stories Gujarat Rajkot
unnamed ચેક રિટર્ન થવાના પાંચ કેસમાં લોવર કોર્ટની સજા માન્ય, વળતરનાં હુકમને સેશન્સ કોર્ટે માન્ય રાખ્યા

 

રાજકોટ.

આજથી લગભગ સાતેક વર્ષ પહેલા રાજકોટ રહેવાસી હરીશકુમાર ગંગારામ તીર્થવાણી તે ઓમ સારીઝના માલિક પાસેથી સુરતના ઈરફાન ઉસ્મબાન મેમણે રેહાન ઈન્ટરનેશનલનાં નામનું ખાતુ પડાવી સને 2011ના એપ્રિલ મહિનાથી જૂન મહિના દરમિયાન રૂ.14,91,990ની ખરીદી કરેલ હતી. આપને જણાવી દઈએ કે ઇરફાન મેમણ પ્રહલાદ સિનેમા સામે, લાખાજીરાજ રોડ, રાજકોટનાં રહેવાસી છે.

આ રકમની ભરપાઈ કરવા આદિલ ઉસ્માન મેમણે આપેલા ચેક વસુલાત માટે બેન્કમાં રજુ રાખતા તમામ ચેક વગર સ્વીકારાયે પરત ફરેલ હતા. તેથી આરોપીને ડિમાન્ડ નોટિસ પાઠવવામાં આવી હતી. છતાં પણ રિટર્ન થયેલ ચેકની રકમ જે તે સમયે ચુકવણી નહોતી થઇ. જેથી રાજકોટ કોર્ટમાં આરોપી( આદિલ ઉસ્માન મેમણે) સામે કુલ 7 ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી.

જેમાં જે-તે સમયના અધ્યક્ષતા પીઠાધિકારી આસોડિયાએ ફરિયાદીનો કેસ સાબિત માની આરોપી વિરૂધ્ધ કેસ મુલત્વી જેલ સજા તથા ચેક મુજબની રકમ ફરિયાદીને ચુકવવા આદેશ આપેલો છે. જે-તે હુકમ સામે આરોપી આદિલ ઉસ્માન મેમણે સેશન્સ કોર્ટમાં અલગ-અલગ અપીલો કરેલ છે. તેમાંની બે અપીલ પ્રિન્સીપાલ સેશન્સ જજ આર. કે. દેસાઈએ નિણિર્ત કરેલ છે અને એડી.ચીફ જયુ.મેજી.નો નીચેની અદાલતનો દંડ અને સજાનો હુકમ કાયમ રાખેલ છે. તથા અન્ય ત્રણ અપીલ બી. પી. પુજારાએ નિણિર્ત કરેલ અને તેઓએ પણ નીચેની અદાલતે આરોપી વિરૂધ્ધ ફરમાવેલ દંડ અને સજાનો હુકમ કાયમ રાખેલ