Not Set/ જામનગરમાં ફિફાનો ઓનલાઇન સટ્ટો રમતાં એલસીબી એ પાંચને દબોચ્યા

સમાચાર મળી રહયા છે કે જામનગરની ક્રાઇમ બ્રાન્ચે ફિફા વર્લ્ડ કપનો સટ્ટો રમતા એક વ્યક્તિને પકડી પડ્યો છે. હિમાંશુ કિશોરભાઈ કાનાબાર નામનો આ વ્યક્તિ જામનગરના પટેલ કોલોનીની શેરી નંબર એકનો રહીશ છે. બાતમી મળી હતી કે હિમાંશુ રશિયામાં ચાલી રહેલી ફિફાની ગેમમાં “ફન બુક” નામની ઓનલાઇન એપ્લિકેશનમાં સટ્ટો રમતો હતો. જેથી એલસીબીના સ્ટાફે દરોડા પડી […]

Top Stories Gujarat
670858 fifa wc russia 970 જામનગરમાં ફિફાનો ઓનલાઇન સટ્ટો રમતાં એલસીબી એ પાંચને દબોચ્યા

સમાચાર મળી રહયા છે કે જામનગરની ક્રાઇમ બ્રાન્ચે ફિફા વર્લ્ડ કપનો સટ્ટો રમતા એક વ્યક્તિને પકડી પડ્યો છે.

હિમાંશુ કિશોરભાઈ કાનાબાર નામનો આ વ્યક્તિ જામનગરના પટેલ કોલોનીની શેરી નંબર એકનો રહીશ છે. બાતમી મળી હતી કે હિમાંશુ રશિયામાં ચાલી રહેલી ફિફાની ગેમમાં “ફન બુક” નામની ઓનલાઇન એપ્લિકેશનમાં સટ્ટો રમતો હતો. જેથી એલસીબીના સ્ટાફે દરોડા પડી હિમાંશુ સહીત અમુક શખ્શોની ધરપકડ કરી હતી. ઘટના સ્થળેથી એલસીબી એ હિમાંશુ પાસેથી રોકડ 11 હજાર અને એક મોબાઈલ જપ્ત કર્યા છે.

પૂછપરછ દરમિયાન પોલીસને માલુમ પડ્યું હતું કે તેઓ આ ધંધો કેમ ચલાવી રહયા છે.

ઘટના સ્થળેથી પોલીસે હિમાંશુ સાથે ધરારનગરના કાસમ, નવાગઢ ઘેડના ઘેડના રહીશ ફરારી ગિરિરાજસિંહ ઝાલા, ધરારનગર જામનગરનાં રહીશ જિસાન મુસ્વીમ, રામેશ્વરનગર જામનગરનાં રહીશ રાજ આહીર, અને નિમિષ પારેખ નામના શખ્સોની અટકાયત કરી હતી. આપને જણાવી દઈએ કે ફિફા સટ્ટો રમાઈ રહ્યો છે આવી બાબત સૌરાષ્ટ્રમાં પહેલી વાર જોવા મળી છે.