પ્રદૂષણ/ રાજસ્થાન સરકારે દિવાળી તહેવાર પર પ્રદૂષણ ના ફેલાય માટે લીધો આ નિર્ણય, જાણો

કોરોનાની ત્રીજી લહેરની સંભાવનાના લીધે  દિવાળી અને નવા વર્ષની ઉજવણીને ધ્યાનમાં રાખીને આવતા વર્ષે જાન્યુઆરી સુધી ફટાકડા પર પ્રતિબંધ મૂક્યો છે

Top Stories India
CORONA 6 રાજસ્થાન સરકારે દિવાળી તહેવાર પર પ્રદૂષણ ના ફેલાય માટે લીધો આ નિર્ણય, જાણો

રાજસ્થાન સરકારે નક્કી કર્યું છે કે આગામી કેટલાક મહિનાઓમાં કોરોનાની ત્રીજી લહેરની પ્રબળ સંભાવના છે. જેના લીધે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. હવામાં પ્રદૂષણ ના ફેલાય તે માટે 1 ઓક્ટોબર થી 31 જાન્યુઆરી 2022 સુધી ફટાકડા ફોડવા અને ફટાકડાની ખરીદી પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.

 

 

રાજ્ય સરકારે કોરોનાની ત્રીજી લહેરની સંભાવનાના લીધે  દિવાળી અને નવા વર્ષની ઉજવણીને ધ્યાનમાં રાખીને આવતા વર્ષે જાન્યુઆરી સુધી ફટાકડા પર પ્રતિબંધ મૂક્યો છે. સરકારે આ સંદર્ભમાં જાહેરનામું બહાર પાડ્યું છે.અશોક ગેહલોત સરકારે એક આદેશ જારી કર્યો છે કે નિષ્ણાતોએ આગામી કેટલાક મહિનાઓમાં કોરોનાના ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરી છે. આવી સ્થિતિમાં રાજ્યના લોકોને વાયુ પ્રદૂષણથી મુક્ત કરવા માટે જાન્યુઆરી 2022 સુધી ફટાકડા ફોડવા અને ખરીદી પર સંપૂર્ણ પ્રતિબંધ મુક્યો છે. જાહેરનામામાં સરકારે એમ પણ કહ્યું છે કે આ સમયગાળા દરમિયાન કોઈએ ફટાકડા ફોડવા માટે મંજૂરી આપવી જોઈએ નહીં.