Union Budget/ ફક્ત 1 મીનિટમાં જાણો બજેટ 2021-22નાં તમામ મુદ્દા

2021-22 ના રોજ કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં કેન્દ્રીય બજેટને મંજૂરી આપવામાં આવ્યા બાદ નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે લોકસભામાં બજેટ રજૂ કર્યું હતું. નાણાકીય વર્ષ 2021-22 માટેના આ બજેટને ‘આર્થિક રસી’ તરીકે પણ જોવામાં આવી રહ્યું છે

Top Stories Union budget 2024 Business
budget112 ફક્ત 1 મીનિટમાં જાણો બજેટ 2021-22નાં તમામ મુદ્દા

2021-22 ના રોજ કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં કેન્દ્રીય બજેટને મંજૂરી આપવામાં આવ્યા બાદ નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે લોકસભામાં બજેટ રજૂ કર્યું હતું. નાણાકીય વર્ષ 2021-22 માટેના આ બજેટને ‘આર્થિક રસી’ તરીકે પણ જોવામાં આવી રહ્યું છે, ત્યારે આવો બજેટ 2021-22ના તમામ મહત્વનાં મુદ્દાને સરળ રીતે સમજીએ…

  • મિશન પોષણ 2.0 લોન્ચ કરાશે
  • સ્વાસ્થ્ય માટે 2,23,849 કરોડની ફાળવણી
  •  સ્વાસ્થ્ય માટે 137 ટકાનો વધારો
  •  સ્વાચ્છ ભારત મિશન અંતર્ગત શહેરમાં અમૃત યોજનાને આગળ વધારવામાં આવશે.
  •  અમૃત યોજના માટે 2,87,000 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવશે
  •  કોરોના વેક્સિન માટે 35 હજાર કરોડની જાહેરાત
  •  આ વર્ષે સ્વાસ્થ્ય પર વધુ ભાર અપાશે
  •  જૂના વાહનો માટે સ્ક્રેપ પોલીસી આવશે
  •  આત્મનિર્ભર ભારત હેઠળ ખેડૂતોની આવક ડબલ થશે
  •  હેલ્થ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું બજેટ વધારાશે
  •  7 ટેક્સટાઈલ પાર્ક બનાવવામાં આવશે
  •  તમિલનાડુા નેશનલ હાઈવે પ્રોજેક્ટ માટે 1.03 લાખ કરોડ ફાવવ્યા,જેમા ઈકોનોમિક કોરિડોર બનાવવામાં આવશે
  •  કેરળમાં પણ 65 હજાર કરોડના નેશનલ હાઈવે બનાવવામાં આવશે
  •  મુંબઈ- કન્યાકુમારી ઈકોનોમી કોરીડોરની જાહેરાત
  •  પશ્ચિમ બંગાળમાં કોલકતા-સીલીગુડી નેશનલ હાઈવે પ્રોજેક્ટની જાહેરાત
  •  રેલવેને 1 લાખ 10 હજાર 55 કરોડની ફાળવણી
  •  રેલવેમા વિસ્ટા ડોમ કોચ બનાવવામાં આવશે
  •  રાષ્ટ્રીય રેલ યોજના 2030 તૈયાર
  •  ગ્રાહકોને વીજ કંપની પસંદ કરવાનો વિકંલ્પ મળશે
  •  18000 કરોડના ખર્ચે પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ લાગુ
  •  ઉર્જા ક્ષેત્રમાં મોટા સુધારા કરવામાં આવ્યા, વીજળી ક્ષેત્રમાં 3 લાખ કરોડની સ્કિમની જાહેરાત
  •  હાઈડ્રોજન પ્લાંટ બનાવવાની જાહેરાત
  •  ઉર્જા ક્ષેત્રમાં PPP મોડેલ હેઠળ પ્રોજેક્ટો પૂરા કરવામાં આવશે
  •  જમ્મુ-કાશ્મીરમાં શરૂ થશે ગેસ પાઈપલાઈન યોજના
  •  ઉજ્જવલા યોજના હેઠળ એક કરોડ વધુ લાભાર્થીઓને જોડવામાં આવશે
  •  હવે ઈન્શ્યોરન્સ ક્ષેત્રમાં 74 ટકા સુધી FDI થઈ શકશે,પહેલા આ 49 ટકાની મંજૂરી હતી
  •  રોકાણકારો માટે ચાર્ટર બનાવવાની જાહેરાત થશે
  •  સેન્સેક્સમાં 1500 અંકનો ઉછાળો
  •  એર ઈન્ડિયાએ સરકાર વેંચશે
  •  આ વર્ષે એલઆઈસીનો IPO આવશે
  •  ઇન્કમટેક્ષ સ્લેબમાં કોઇ બદલાવ નહીં
  •  નોકરિયાત વર્ગને ટેક્સમાં કોઇ રાહત નહીં
  •  મોબાઇલ પાર્ટસ પર 2.5 ટકા કસ્ટમ ડયૂટી લાગશે
  •  મોબાઇલ ફોન વધુ મોંઘા થવાની શકયતા
  •  મોબાઇલ અને ચાર્જર મોંઘા થશે
  •  સોના-ચાંદી સસ્તું થવાની શકયતા
  •  સ્ટીલ પર 7.5 ટકા કસ્ટમ ડયૂટી ઘટાડાઇ
  •  ઓટોપાર્ટસ પર કસ્ટમ ડયૂટી વધારાઇ
  •  લોખંડ-સ્ટીલ સસ્તું થશે
  •  સસ્તા મકાન માટે 1 વર્ષ માટે રાહત વધારાઇ
  •  31 માર્ચ 2022 સુધી સ્ટાર્ટઅપ ટેક્સમાં છુટ
  •  વર્ષ 2022 સુધી હોમલોન પર છુટ અપાઇ

ભારતીય શેરબજારે બજેટને વધાવ્યું – 

    • શેરબજારની બજેટને તેજીવાળી સલામી
    • માર્કેટમાં આવ્યો 2314 પોઇન્ટનો વિક્રમી ઉછાળો
    • સેન્સેક્સ તેજી સાથે 48,600 પર બંધ થયો
    • નિફ્ટીમાં પણ વિક્રમી ઉછાળો નોંધાયો
    • નિફ્ટીમાં 14281 પોઇન્ટની રેકોર્ડબ્રેક તેજી
    • બજેટના દિવસે સૌથી વધારે તેજીનો વિક્રમ
    • BSEમાં મોટાભાગના સેક્ટર ગ્રીન ઝોનમાં

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…