Not Set/ !!.. જાત મહેનત જિંદાબાદ..!! તંત્રના બહેરા કાને વાત ના પહોચતાં… લોકોએ જાતે બનાવ્યો પુલ

બોટાદના રાણપુર તાલુકાના નાગનેશ ગામના લોકોનો તંત્ર સામે રોષ વ્યાપી ઉઠ્યો છે. ગ્રામજનો ભાદર નદીના પાણીમાંથી જીવના જોખમે પસાર થઈને અવર જવર કરી રહ્યા છે. ગ્રામજનો દ્વારા તંત્રને અનેકવાર ભાદર નદી પર પુલ બનાવવાની રજૂઆત કરવામાં હોવા છતા ઉકેલ આવ્યો નથી.. જેના કારણે રોષે ભરાયેલા ગ્રામજનોએ જાતે જ રસ્તો બનાવવાનું નક્કી કર્યું છે. રાણપુર તાલુકાનું […]

Top Stories Gujarat Others
b3 !!.. જાત મહેનત જિંદાબાદ..!! તંત્રના બહેરા કાને વાત ના પહોચતાં... લોકોએ જાતે બનાવ્યો પુલ

બોટાદના રાણપુર તાલુકાના નાગનેશ ગામના લોકોનો તંત્ર સામે રોષ વ્યાપી ઉઠ્યો છે. ગ્રામજનો ભાદર નદીના પાણીમાંથી જીવના જોખમે પસાર થઈને અવર જવર કરી રહ્યા છે. ગ્રામજનો દ્વારા તંત્રને અનેકવાર ભાદર નદી પર પુલ બનાવવાની રજૂઆત કરવામાં હોવા છતા ઉકેલ આવ્યો નથી.. જેના કારણે રોષે ભરાયેલા ગ્રામજનોએ જાતે જ રસ્તો બનાવવાનું નક્કી કર્યું છે.

b1 !!.. જાત મહેનત જિંદાબાદ..!! તંત્રના બહેરા કાને વાત ના પહોચતાં... લોકોએ જાતે બનાવ્યો પુલ

રાણપુર તાલુકાનું નાગનેશ ગામ જે ભાદર નદીના કિનારે આવેલું છે ગામની વસ્તી ૧૦ હજાર જેટલી છે ગામમાં ચોમાસામાં જ્યારે ભાદર નદીમાં પાણી આવે છે ત્યારે ગામલોકોને જીવના જોખમે વહેતા પાણી માંથી થવું પડે છે પસાર ગામલોકો દ્વારા ભાદર નદી પર પુલ બનાવવા સાંસદ ધારાસભ્ય કલેકટર સહિત સ્થાનિક તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ વાતનો ઉકેલ નહીં આવતા આખરે ગામલોકોએ ભાદર નદીમાં જાતે જ રસ્તો બનાવી નાખ્યો છે જે કામ તંત્રને કરવાનું હોય છે તે કામ ગામલોકો દ્વારા કરવામાં આવતા તંત્ર સામે ભારે રોષ ફેલાયો છે અને જાત મહેનત જીંદબાદ જે સૂત્ર છે તેને નાગનેશ ગામના લોકોએ સાચું ઠેરવ્યું છે.

b3 1 !!.. જાત મહેનત જિંદાબાદ..!! તંત્રના બહેરા કાને વાત ના પહોચતાં... લોકોએ જાતે બનાવ્યો પુલ

બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાનુ નાગનેશ ગામ જ્યાં ત્રણ વર્ષ પહેલા ભારે વરસાદના કારણે ભાદર નદીમાં પુર આવ્યું હતું જે પૂરના કારણે નાગનેશ ગામે જવા નો પુલ તૂટી ગયો હતો નદીમાં વહેતા પાણીમાં તણાઇ ગયો હતો ત્યારથી અત્યાર સુધીમાં અનેક વખત નેતાઓ અને સરકારી તંત્રના ઉચ્ચ અધિકારીઓને ગામલોકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે પણ આજદિન સુધી પુલ બનાવવા માટે મંજુર થયો નથી ત્યારે ચાલુ વર્ષે સારો વરસાદ પડતા છેલ્લા બે મહિનાથી ભાદર નદીમાં બે કાંઠે પાણી આવતા જેના લીધે નાગનેશ ગામના લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે નાગનેશ ગામના લોકોને પોતાના ગામમાં જવું હોય અથવા રાણપુર ધંધુકા જવાનો જે રોડ છે રોડ ઉપર જવું હોય તો પણ જીવના જોખમે પાણીમાંથી પસાર થવું પડે છે.

11 !!.. જાત મહેનત જિંદાબાદ..!! તંત્રના બહેરા કાને વાત ના પહોચતાં... લોકોએ જાતે બનાવ્યો પુલ

જતા બાળકોને કેડ સમા પાણીમાં થઇને જવું પડે છે જેથી શાળાએ જતા બાળકો ના કપડા પણ પડી જતા હોય છે ભીના કપડાં જવું પડે છે આ પ્રકારની અનેક સમસ્યાઓ છેલ્લા ત્રણ વર્ષથી નાગનેશ ગામ ના લોકો ભોગવી રહ્યા છે તંત્ર દ્વારા નાગનેશ ગામના પુલ માટે કોઈ કાર્યવાહી નહીં કરતા આખરે ગામલોકોએ ગામમાંથી ફાળો એકત્ર કરી ટ્રેક્ટર અને જેસીબી મશીન દ્વારા પોતાના હાથે જ પાણીમાં માટે અને પથ્થર નો ફાળો બનાવી કાચો રસ્તો બનાવ્યો છે જ્યારે ગામલોકો તંત્ર સામે રોષે ભરાયા હતા અને કહ્યું હતું કે જો આગામી દિવસોમાં નાગનેશ ગામ ની ભાદર નદી ઉપર પુલ નહી બનાવવામાં આવે તો નાછુટકે આવતા દિવસોમાં આવતી ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે તેવી ચિમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.