આંધ્રપ્રદેશ/ મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીનું પોસ્ટર ફાડવા બદલ શ્વાન પર FIR, ધરપકડની માંગ

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાય.એસ. જગન મોહન રેડ્ડીનું પોસ્ટર ફાડવું એક અબોલા શ્વાનને મોંઘુ પડ્યું છે. તેની સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

Top Stories India
જગન મોહન

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાય.એસ. જગન મોહન રેડ્ડીનું પોસ્ટર ફાડવું એક અબોલા શ્વાનને મોંઘુ પડ્યું છે. તેની સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આપને જણાવી દઈએ કે, વિજયવાડામાં મહિલાઓના એક જૂથે એક ઘરની દિવાલ પર એક શ્વાન દ્વારા મુખ્યમંત્રીનું પોસ્ટર ફાડી નાખ્યાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના કાર્યકર હોવાનું કહેવાતા દાસારી ઉદયશ્રીને કટાક્ષમાં પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેણીએ અન્ય કેટલીક મહિલાઓ સાથે મળીને મુખ્યમંત્રીનું અપમાન કરવા બદલ શ્વાન સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.

તેમણે સ્થાનિક ન્યૂઝ ચેનલોને કહ્યું કે જગન મોહન રેડ્ડી માટે તેમને ખૂબ જ સન્માન છે. તેમણે કહ્યું કે આવા નેતાનું અપમાન કરનાર શ્વાનને રાજ્યના છ કરોડ લોકોને નુકસાન પહોંચાડ્યું છે. “અમે પોલીસને વિનંતી કરી છે કે અમારા પ્રિય મુખ્યમંત્રીનું અપમાન કરનાર શ્વાન ની ધરપકડ કરો.”

આ પહેલા જગન મોહન રેડ્ડીના ફોટો સાથે એક શ્વાન સ્ટીકર ફાડી રહ્યો હોવાનો વીડિયો વાયરલ થયો હતો. સત્તાધારી YSR કોંગ્રેસ પાર્ટી (YSRCP) દ્વારા ઘર પર જગન્નાથ મા ભવિષ્યથુ (જગન અન્ના અમારું ભવિષ્ય) ના નારા સાથેનું સ્ટીકર ચોંટાડવામાં આવ્યું હતું. ટીડીપીના કેટલાક સમર્થકોએ તેમના સોશિયલ એકાઉન્ટ દ્વારા વીડિયો અપલોડ કર્યો છે.

આ પણ વાંચો:ટ્રાફિક સંચાલનઃ સુરત પોલીસના હકારાત્મક અભિગમથી લોકોમાં સાનંદાશ્ચર્ય

આ પણ વાંચો:જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા નીકળેલા પરીક્ષાર્થીઓને નડ્યો અકસ્માત

આ પણ વાંચો:સુરતમાંથી ઝડપાયું સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ, બે લોકોની કરાઈ અટકાયત

આ પણ વાંચો:ગુજરાતના ટેક્સટાઇલ ઉદ્યોગો અને આનુષાન્ગિક ઉદ્યોગોની E- ડિરેક્ટરીનું મુખ્યમંત્રીશ્રીએ કર્યું લોન્ચિંગ

આ પણ વાંચો:હિંદુવાદી નેતા કાજલ હિન્દુસ્તાનીની પોલીસે કરી ધરપકડ, જાણો શુ લાગ્યો આરોપ