Not Set/ PM નરેન્દ્ર મોદી પાસેથી શીખો ત્રિકોણાસન-ભદ્રાસનનાં ફાયદા, જુઓ વીડિયો

ચાલુ મહિનાની 21મી જૂને વિશ્વ યોગ દિવસ છે. જેને ધ્યાને લેતા PM નરેન્દ્ર મોદી એક પછી એક યોગની એનિમેટેડ સીરીઝ ટ્વીટર પર અપલોડ કરી રહ્યા છે. આ સીરીઝની મારફતે તે લોકોને યોગથી જોડી અને તેનાથી થતા ફાયદા બતાવી રહ્યા છે. આ મહિનાની 21 જૂને વિશ્વ યોગ દિવસ છે અને તે દિવસે વધુ સંખ્યામાં લોકોને યોગ […]

Health & Fitness Lifestyle
Trikonasan PM નરેન્દ્ર મોદી પાસેથી શીખો ત્રિકોણાસન-ભદ્રાસનનાં ફાયદા, જુઓ વીડિયો

ચાલુ મહિનાની 21મી જૂને વિશ્વ યોગ દિવસ છે. જેને ધ્યાને લેતા PM નરેન્દ્ર મોદી એક પછી એક યોગની એનિમેટેડ સીરીઝ ટ્વીટર પર અપલોડ કરી રહ્યા છે. આ સીરીઝની મારફતે તે લોકોને યોગથી જોડી અને તેનાથી થતા ફાયદા બતાવી રહ્યા છે. આ મહિનાની 21 જૂને વિશ્વ યોગ દિવસ છે અને તે દિવસે વધુ સંખ્યામાં લોકોને યોગ પ્રોગ્રામમાં સમાવવું તેમનો લક્ષ્ય છે. તે પોતે કહે છે કે, યોગથી સારી કોઇ કસરત નથી.

યોગાસનનું મહત્વ આપણા જીવનમાં સમજાવવા માટે PM મોદી ખુદ યોગની એનિમેટેડ સીરીઝ ટ્વીટર પર અપલોટ કરી રહ્યા છે. તેમણે લોકોને યોગનાં ફાયદા બતાવવા માટે ખુદને યોગ કરતા ઘણીવાર બતાવ્યા છે. સાથે તેમણે બતાવ્યુ છે કે તેમના સ્વાસ્થ્ય અને એનર્જીની પાછળ માત્ર યોગાસન અને સંયમ સાથેનું ખાનપાન છે. તેમની દિનચર્યા ભલે ગમે તેટલી વ્યસ્ત હોય, તે યોગથી ક્યારે પણ સમાધાન કરતા નથી. તો આવો ટ્વીટર પર શેર કરવામાં આવેલા Pm મોદીનાં તે યોગાસનોનાં ફાયદાની વિશે જાણીએ જેને કરવાની સલાહ તે આપી રહ્યા છે.

 ભદ્રાસનનાં ફાયદા

ભદ્રાસન શરીરને મજબૂતી આપવાની સાથે તેને એકાગ્રતા પ્રદાન કરે છે.

આ આસાનથી ઘૂંટણનાં જ નહી કુલ્હાનાં હાડકાને પણ મજબૂતી મળે છે.

ભદ્રાસન વધી ગયેલા પેટને ઓછો કરે છે.

ભદ્રાસનમાં છુપાયેલો છે પીરીયડ્સમાં થતી સમસ્યાનો ઉકેલ.

નોંધ – જે લોકોને સંધિવા અને સાઇટિકાની સમસ્યા છે તેમણે ભદ્રાસન કરવુ નહી.

ત્રિકોણાસનનાં ફાયદા

જે લોકોને ફ્લેટ ફૂટની સમસ્યા થાય છે તેણે ત્રિકોણાસન કરવુ જોઇએ.

આ આસનથી જાંધ, ખભા, છાતી અને કરોડરજ્જુને મજબૂતી પ્રદાન કરે છે.

માનસિક તણાવ અને ચિંતાને દૂર કરવા માટે આ આસનની મદદ લઇ શકાય.

નોંધ – આ આસન તે લોકોએ બિલકુલ ન કરવુ જોઇએ કે જેને સ્પોન્ડેલાઇટિસ હોય અથવા ગર્દન-પીઠમાં દુખાવો કો ઈજા હોય. સાથે સ્લિપ ડિસ્કવાળા પણ આ ન કરે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.