Not Set/ બનાસકાંઠા/ નખ થી પણ નાની પતંગ અને ફિરકી, જાણો કોણે અને કેમ બનાવી..?

નખ થી પણ નાની પતંગ અને ફિરકીઓ બનાવી વિવિધ સ્લોગન દ્વારા સમાજમાં જગૃતિ લાવવાનો પ્રયાસ મોટી સંખ્યામાં વિધાર્થીનીઓ એ ભાગ લીધો બનાસકાંઠામાં એક શાળાની વિધાર્થીનીઓ એ નખ થી પણ નાની પતંગ અને ફિરકીઓ બનાવી એના પર વિવિધ સ્લોગન દ્વારા સમાજમાં જગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો છે. આ શાળામાં પંતગ ઉડાડવાને બદલે પતંગ થકી સામાજમાં જાગૃતિ આવે. […]

Uncategorized
kite બનાસકાંઠા/ નખ થી પણ નાની પતંગ અને ફિરકી, જાણો કોણે અને કેમ બનાવી..?
  • નખ થી પણ નાની પતંગ અને ફિરકીઓ બનાવી
  • વિવિધ સ્લોગન દ્વારા સમાજમાં જગૃતિ લાવવાનો પ્રયાસ
  • મોટી સંખ્યામાં વિધાર્થીનીઓ એ ભાગ લીધો

બનાસકાંઠામાં એક શાળાની વિધાર્થીનીઓ એ નખ થી પણ નાની પતંગ અને ફિરકીઓ બનાવી એના પર વિવિધ સ્લોગન દ્વારા સમાજમાં જગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો છે. આ શાળામાં પંતગ ઉડાડવાને બદલે પતંગ થકી સામાજમાં જાગૃતિ આવે. તેમજ બેટી બચાવો, બેટી પઢાવો, સ્વચ્છ ભારત અભિયાન અને પક્ષીઓ બચાવો, ચાઈનીઝ દોરી થી બચો,  એવા વિધાર્થીનીઓ દ્વારા  સ્લોગન લખવામાં આવ્યા છે.

સામાન્ય રીતે ઉત્તરાયણ ના દિવસે લોકો પતંગ ઉતાડી ને મજા લેતા હોય છે પરંતુ બનાસકાંઠા ની એક શાળાની વિદ્યાર્થીનિઓ એ નખ થી પણ નાની પતંગ અને ફિરકીઓ બનાવી એના પર વિવિધ સ્લોગન દ્વારા સમાજ માં જગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો છે.

વાત કરીએ બનાસકાંઠા માં આવેલી ચી. હ. દોશી શાળાની તો અહીં  શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને માત્ર પુસ્તકિયુ શિક્ષણ જ નથી આપવામાં આવતુ પરંતુ બાળકો સમાજ ને ઉપયોગી થઈ શકે અને નવો વિચાર રજુ કરી શકે તે માટે સમાજ લક્ષી શિક્ષણ પણ આપવામાં આવે છે. સામાન્ય રીતે ઉત્તરાયણ ના દિવસે સૌ કોઈ પતંગ ઉડાડી મજા માણતા હોય છે.

પરંતુ પશુ ,પક્ષીઓ કે પર્યાવરણ નો વિચાર બહુ ઓછા લોકોને આવતો હોય છે  તેવામાં ડીસા ની ચી.હ. દોશી પ્રાથમિક શાળાના છાત્રોએ  પતંગ ઉડાડવાને બદલે પતંગ થકી સમાજ માં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો છે. જેમાં શાળાના  શિક્ષક અને રાષ્ટ્રીય પારિતોષિક વિજેતા ચંદુભાઈ મોદી ના માર્ગદર્શન થી વિદ્યાર્થીનીઓએ નખ થી પણ નાની પતંગો અને ફિરકીઓ બનાવી છે.  અને તેના પર બેટી બચાવો, બેટી પઢાવો, સ્વચ્છ ભારત અભિયાન  અને પક્ષીઓ બચાવો, ચાઈનીઝ દોરી થી બચો સ્લોગન લખવામાં આવ્યા છે.  એટલુંજ નહીં પરંતુ રાષ્ટ્રીય પ્રશ્ન એવા સી એ એ નું પણ સમર્થન કરી રાષ્ટ્ર ભાવના જગાડવાનો પ્રયાસ કર્યો છે.  આ વિદ્યાર્થીનીઓની પતંગ ભલે આકાશમાં ના ઉડે પરંતુ લોકોના દિલ સુધી પહોંચી જનજાગૃતિ નો સંદેશ ચોક્કસ પહોંચાડશે.

આ અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડનાર શિક્ષક ચંદુભાઈ મોદીએ જણાવ્યું હતું કે આ પ્રયાસ માત્ર લોકોમાં જાગૃતિ લાવવા માટેનો છે. આમ તો ઉત્તરાયણ ના દિવસે પતંગ ચગાવીને, ઉંઘીયું ખાઈને મજા માણતા જ હોય છે પરંતુ બનાસકાંઠા ની આ બાળાઓને સંદેશાઓ વાળી અનોખી પતંગ બનાવી લોકોને નવો રાહ ચીંધ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… 

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.