Dharma/ જાણો, શિવલિંગ પર કઇ રીતે ચઢાવવા બિલીપત્ર અને પછી શું કરવું જોઇએ

જ્યારે ભગવાન શિવની સૌથી પ્રિય વસ્તુઓની વાત આવે છે, ત્યારે તેમાં સૌથી પહેલું નામ બિલી પત્રનું આવે છે. આપણે જાણીએ છીએ કે બિલીપત્ર ભગવાન શિવને ખૂબ પ્રિય છે અને શિવલિંગને બિલીપત્ર ચઢાવ્યા વગર પૂજા પૂર્ણ માનવામાં આવતી નથી. એવું માનવામાં આવે છે કે શિવલિંગ પર બિલીપત્ર ચઢાવવાથી મહાદેવ પ્રસન્ન થાય છે. જો તમે પણ ભોલેનાથની […]

Dharma & Bhakti
mahashiv જાણો, શિવલિંગ પર કઇ રીતે ચઢાવવા બિલીપત્ર અને પછી શું કરવું જોઇએ

જ્યારે ભગવાન શિવની સૌથી પ્રિય વસ્તુઓની વાત આવે છે, ત્યારે તેમાં સૌથી પહેલું નામ બિલી પત્રનું આવે છે. આપણે જાણીએ છીએ કે બિલીપત્ર ભગવાન શિવને ખૂબ પ્રિય છે અને શિવલિંગને બિલીપત્ર ચઢાવ્યા વગર પૂજા પૂર્ણ માનવામાં આવતી નથી. એવું માનવામાં આવે છે કે શિવલિંગ પર બિલીપત્ર ચઢાવવાથી મહાદેવ પ્રસન્ન થાય છે.

જો તમે પણ ભોલેનાથની વિશેષ કૃપા મેળવવા માંગતા હોય, તો મહાશિવરાત્રી નિમિત્તે 11 માર્ચ ભગવાન શિવને તમારે બિલીપત્ર ચઢાવવું જોઈએ. જાણો તેનું મહત્વ અને તેની પાછળની કથા..

बिना बेलपत्र अधूरी मानी जाती है भगवान शिव की पूजा ...जाने इसके पीछे की वजह  और महत्व | Worship of Lord Shiva is considered incomplete without bells ...  Know the reason and

બિલીપત્રમાં ત્રણ પાંદડાઓ એક સાથે જોડાયેલા છે, જેના માટે અનેક પ્રકારની માન્યતાઓ પ્રચલિત છે. માનવામાં આવે છે કે ત્રણ પાંદડાઓ ત્રિદેવ (બ્રહ્મા, વિષ્ણુ અને શિવ) ના પ્રતીક માનવામાં આવે છે. બિલીપત્રના આ ત્રણ પાંદડાઓ મહાદેવની ત્રણ આંખો અથવા તેના શસ્ત્ર ત્રિશૂળને પ્રતીક તરીકે પણ માનવામાં આવે છે.

100 વર્ષ બાદ મહાશિવરાત્રિ પર બની રહ્યો છે અદભુત સંયોગ, આ કામ કરવાથી મળશે લાભ

સમુદ્ર મંથન કર્યા પછી જ્યારે ઝેર બહાર આવ્યું ત્યારે ભગવાન શિવે આ સમગ્ર વિશ્વને બચાવવા માટે તેમના ગળામાં આ ઝેર ધારણ કરી લીધું હતું. ઝેરની અસરને કારણે તેનું ગળું વાદળી થઈ ગયું હતું અને તેનું આખું શરીર ખૂબ જ ગરમ થઈ ગયું હતું, જે બિલીપત્ર ઝેરના પ્રભાવને ઓછો કરે છે, તમામ દેવી-દેવતાઓએ શિવને બિલીપત્ર ખવડાવવાનું શરૂ કર્યું. બિલપત્ર સાથે શિવને ઠંડા રાખવા માટે પાણી પણ અર્પણ કરાયું હતું. ભોલેનાથના શરીરમાં ઉત્પન્ન થતી ગરમી પાણીની અસરને કારણે ઠંડી પડવા લાગી અને ત્યારથી જ શિવજીને જળ અને બિલપત્ર ચઢાવવાની પ્રથા શરૂ થઈ.

1468932781 khaskhabar જાણો, શિવલિંગ પર કઇ રીતે ચઢાવવા બિલીપત્ર અને પછી શું કરવું જોઇએ

શિવલિંગ પર હંમેશાં ત્રણ પાન વાળા બિલીપત્ર ચઢાવો
જ્યારે પણ તમે ભોળાનાથને બિલીપત્ર ચઢાવો છો ત્યારે ધ્યાનમાં રાખો કે તમારે તેને અર્પણ કર્યા પછી જ પાણી ચઢાવવું જોઈએ.
બિલીપત્ર ચઢાવતા ઓમ નમ: શિવાય’ મંત્રનો જાપ પણ કરો.