Know Facts/ રસોઈ કર્યા પછી કેટલા સમય બાદ ખાવાનું થઈ જાય છે વાસી, જાણો આયુર્વેદના નિયમ

બચેલા ખોરાકને લાંબા સમય સુધી રાખવાથી તે વાસી થઈ જાય છે. વાસી ખોરાકનો ન માત્ર સ્વાદ જ બગાડે છે પરંતુ તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ હાનિકારક હોય છે

Uncategorized
Untitled 518 રસોઈ કર્યા પછી કેટલા સમય બાદ ખાવાનું થઈ જાય છે વાસી, જાણો આયુર્વેદના નિયમ

સમયની અછત અને વ્યસ્તતાને કારણે ઘણીવાર લોકો જરૂરિયાત કરતાં વધુ ખોરાક રાંધે છે અને તેને ફ્રીજમાં રાખે છે જેથી વારંવાર રાંધવાની જરૂર ન પડે અને સમયની બચત થાય છે. પરંતુ શું તમે જાણો છો કે બચેલા ખોરાકને લાંબા સમય સુધી રાખવાથી તે વાસી થઈ જાય છે. વાસી ખોરાકનો ન માત્ર સ્વાદ જ બગાડે છે પરંતુ તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ હાનિકારક હોય છે.

પાચન સંબંધી સમસ્યાઓની સાથે, તે સ્વાસ્થ્ય સંબંધિત અન્ય ઘણી ગંભીર બીમારીઓને પણ દવત આપે છે. આ ઉપરાંત, તમારા વજનમાં ઝડપથી વધારો થઈ શકે છે. આવી સ્થિતિમાં આ લેખ દ્વારા અમે તમને આયુર્વેદ અનુસાર જણાવીશું કે શું વાસી ખોરાક ખાવો યોગ્ય છે? અથવા ખોરાક કેટલા સમય સુધી રાંધ્યા પછી બહાર રાખવાથી વાસી થઈ જાય છે.

શું કહે છે આયુર્વેદ

તાજેતરમાં જ આયુર્વેદાચાર્ય વરલક્ષ્‍મીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરતા લખ્યું છે કે 24 કલાકથી વધુ સમય સુધી રાખવામાં આવેલું ભોજન ખાવાથી પાચનની સમસ્યા થઈ શકે છે. અને તેનાથી ઉલ્ટી, ઝાડા અને ડાયરિયા જેવા રોગો પણ થઈ શકે છે. આયુર્વેદ કહે છે કે તમારે હંમેશા તાજો જ તૈયાર કરેલો ખોરાક ખાવો જોઈએ.

બની શકે છે ફૂડ પૉઈઝનિંગનું કારણ

આયુર્વેદના અનુસાર, જો રાંધ્યા પછી બે કલાકની અંદર રેફ્રિજરેટરમાં ખોરાક ન રાખવામાં આવે તો તેમાં બેક્ટેરિયા વધવાની શક્યતા વધી શકે છે. બીજી તરફ, જો તમે તેને લાંબા સમય સુધી ફ્રિજમાં અથવા ફ્રીજની બહાર રાખો છો, તો તે ફૂડ પોઇઝનિંગનું કારણ પણ બની શકે છે.

માઈક્રો વેવમાં ન કરો ખાવાનું ગરમ

આજકાલ લોકો રાતનો બચેલો ખોરાક પણ માઇક્રોવેવમાં ગરમ ​​કરીને ખાય છે. પરંતુ તમને જણાવી દઈએ કે માઈક્રોવેવમાં ગરમ ​​કરવાથી ભોજનના તમામ પૌષ્ટિક તત્વો નષ્ટ થઈ જાય છે અને ક્યારેક તે ફૂડ પોઈઝનિંગનું કારણ પણ બની જાય છે.

Untitled 519 રસોઈ કર્યા પછી કેટલા સમય બાદ ખાવાનું થઈ જાય છે વાસી, જાણો આયુર્વેદના નિયમ

આ વાતોનું રાખો ધ્યાન

નિષ્ણાતોના મતે, જો તમે સમયના અભાવ અથવા વ્યસ્તતાને કારણે તાજો ખોરાક બનાવી શકતા નથી, તો તમારે તેને રાંધ્યા પછી 90 મિનિટની અંદર રેફ્રિજરેટરમાં સંગ્રહિત કરવું જોઈએ. ઉપરાંત, બચેલા ખોરાકને વારંવાર ગરમ ન કરવો જોઈએ કારણ કે તે ખોરાકના તમામ પોષક તત્વોનો નાશ કરે છે.

મીટ કે ડેયરી પ્રોડક્ટ્સને ન કરો વારંવાર ગરમ

નિષ્ણાતોના મતે, માંસ અથવા ડેરી ઉત્પાદનોને ફરીથી ગરમ કરીને ખાવું જોઈએ નહીં. કારણ કે તેમાં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. આવી સ્થિતિમાં વારંવાર ગરમ કરવાથી તે ટૉક્સિક બની જાય છે જે પેટ સંબંધિત ગંભીર બીમારીઓ તરફ દોરી જાય છે.