Election/ કેરળની સ્થાનિક ચૂંટણીઓમાં ડાબેરીઓનો દબદબો

ગ્રામ્ય વિસ્તારોમાં તો ડાબેરી મોરચાએ મેદાન માર્યું છે. શહેરી વિસ્તારમાં કોંગ્રેસના યુડીએફનું જાેર દેખાયું પણ ભાજપે તો તમામ સ્થળે હાજરી પૂરાવી સંતોષ માનવો પડ્યો. બુધવારે કોરોના અંગેનું જે રાજ્યવાર લિસ્ટ હતું તેમાં ૫૮૦૦થી વધુ કેસ નોંધાયા અને તે સાથે સતત પાંચમાં દિવસે કેરળ અગ્રસ્થાને હતું. સૌથી પહેલો કેસ પણ ગત જાન્યુઆરી માસમાં કેરળમાં નોંધાયો હતો. […]

Mantavya Vishesh

ગ્રામ્ય વિસ્તારોમાં તો ડાબેરી મોરચાએ મેદાન માર્યું છે. શહેરી વિસ્તારમાં કોંગ્રેસના યુડીએફનું જાેર દેખાયું પણ ભાજપે તો તમામ સ્થળે હાજરી પૂરાવી સંતોષ માનવો પડ્યો.

બુધવારે કોરોના અંગેનું જે રાજ્યવાર લિસ્ટ હતું તેમાં ૫૮૦૦થી વધુ કેસ નોંધાયા અને તે સાથે સતત પાંચમાં દિવસે કેરળ અગ્રસ્થાને હતું. સૌથી પહેલો કેસ પણ ગત જાન્યુઆરી માસમાં કેરળમાં નોંધાયો હતો. ત્યારબાદ પરિસ્થિતિ કાબૂમાં આવી પરંતુ નવેમ્બરની ૧૫મી બાદ કેરળમાં કોરોનાનું સંક્રમણ વધવાનો દોર શરૂ થયો છે. લોકડાઉન દરમિયાન લોકોને રાહત પહોંચાડવામાં જે મોખરે રહેલ તે કેરળમાં મેં માસમાં વિધાનસભાની ૧૪૦ બેઠકોની ચૂંટણી પણ યોજાઈ રહી છે. તે પહેલા ત્યાં કોરોના કાળમાં યોજાયેલી સ્થાનિક કક્ષાની ચૂંટણીમાં સત્તાધારી ડાબેરી મોરચો મુખ્ય વિરોધપક્ષ કોંગ્રેસની આગેવાની હેઠળનો યુનાઈટેડ ડેમોક્રેટીવ ફ્રેટ વચ્ચે ખરાખરીનો જંગ ખેલાયો. આ જંગમાં આ વખતે વિધાનસભામાં ૧ સભ્ય સંખ્યા અને લોકસભાની ચૂંટણી વખતે એક પણ બેઠક ન મળવા છતાં ૧૫ ટકાથી વધુ મત મેળવનાર ભાજપ પણ મેદાનમાં હતો.

હવે તાજેતરમાં આ ચૂંટણીના પરિણામો જાહેર થયા. કુલ ૧૧૯૨ સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી હતી. જેમાં ૯૪૧ ગ્રામ પંચાયતો ૮૬ નગરપાલિકાઓ અને ૧૪ જિલ્લા પંચાયતો અને ૬ મહાનગરપાલિકાઓની ચૂંટણી યોજાઈ હતી. તેના પરિણામો પર નજર નાખીએ તો ૯૪૧ ગ્રામ પંચાયતો પૈકી ડાબેરી મોરચાને ૫૧૬ કોંગ્રેસના મોરચાને ૩૭૫ જ્યારે ભાજપની આગેવાની હેઠળના ૨૨ મોરચાને ૨૨ અને અન્યને ૨૮ ગ્રામપંચાયત પર કબ્જાે મળ્યો છે. જ્યારે ૧૫૨ બ્લોક પંચાયતોમાંથી ૧૦૮માં ડાબેરી મોરચાને અને કોંગ્રેસની આગેવાની હેઠળના યુડીએફને ૪૪ બેઠકો પર જીત મળી છે. આમ બ્લોક પંચાયતો શાસક પક્ષ અને મુખ્ય વિપક્ષ વચ્ચે વહેંચાઈ ગઈ છે. જેમાં ભાજપનો ગજ વાગ્યો નથી. જ્યારે ૧૪ જિલ્લા પંચાયતોમાંથી ડાબેરી મોરચાને ૧૦ અને યુડીએફને ૪ બેઠકો મળી છે.

ટુંકમાં કેરળના ગ્રામ્ય વિસ્તારોની ૯૦ ટકા કરતાં વધુ સ્થળે ડાબેરી અને કોંગ્રેસવાળા મોરચાને જીત મળી છે. છતાં ૨૨ ગ્રામ પંચાયતો પર જીત મેળવી ભાજપની આગેવાની હેઠળના એનડીએએ માત્ર હાજરી પૂરાવી છે જેનો આ ગ્રામ્ય વિસ્તારની વાત થઈ હવે શહેરી વિસ્તારોમાં પણ ચૂંટણી હતી. જેમાં ૮૬ પાલિકાઓ પૈકી ૩૫ પર ડાબેરી મોરચાને ૪૫માં યુડીએફ અને એન.ડી.એ.ને બેમાં જીત મળી છે જ્યારે ૪માં અન્ય પક્ષો કે અપક્ષો જીત્યા છે આમ નગરોમાં કોંગ્રેસની આગેાવની હેઠળનો મોરચો આગળ રહ્યો છે. ડાબેરી મોરચો બીજા નંબરે અને ભાજપને ચોથા નંબરે રહેવું પડ્યું છે. ૬ મહાનગરમાં કોર્પોરેશનની ચૂંટણીમાં યુડીએફ અને એલડીએફને ૩-૩ મહાનગરોમાં જીત મળી છે. અથવા તો બહુમતી મળી છે.

આ ચૂંટણીએ વિધાનસભાની ચૂંટણી પહેલાની લિટમસ ટેસ્ટ કે સેમિ ફાઈનલ સમી હતી અને તેમાં ગ્રામ્ય વિસ્તારોમાં તોતીંગ બહુમતિ અને શહેરી વિસ્તારોમાં ઓછા સ્થળે બહુમતિ છતાં ડાબેરી મોરચાએ વિજય મેળવ્યો છે. આ અંગે ડાબેરી મોરચાના નેતા અને મુખ્યમંત્રી તેમજ સીપીએમના આગેવાન પિનરાઈ વિજયને કહ્યું કે સ્થાનિક ચૂંટણીમાં એલ.ડી.એફ. એટલે કે ડાબેરી મોરચાને ભારે સફળતા મળી છે. રાજ્યને બરબાદ અને બદનામ કરતાં લોકોને શહેરી અને ગ્રામ્ય મતદારોએ બરાબર જવાબ આપ્યો છે. સીપીએમના કેન્દ્રીય આગેવાન સીતારામ યેચુરીએ પણ કેરળની પ્રજાને આ માટે અભિનંદન આપ્યા છે સીપીઆઈ અને અન્ય ડાબેરી પક્ષોના આગેવાનોએ પણ આ અંગે આનંદની લાગણી વ્યક્ત કરી છે. જ્યારે કેરળમાં કોંગ્રેસના અને અન્ય તેના સાથી પક્ષોના આગેવાનોએ આ પરિણામ અંગે સંતોષ વ્યક્ત કર્યો છે. ભાજપ આ રાજ્યમાં નોંધપાત્ર હાજરી પૂરાવી શક્યો નથી તે અંગે આનંદ વ્યક્ત કર્યો છે.

ભાજપ તમામ પ્રકારની ચૂંટણીને ગંભીરતાથી લે છે. અને વિધાનસભા ચૂંટણી પહેલા સેમિફાઈનલ જેવી આ ચૂંટણીમાં ભાજપે સ્થઆનિક અને દક્ષિણ ભારતના અન્ય રાજ્યોના નેતાઓને ત્યાં ઉતાર્યા હતા પરંતુ નોંધપાત્ર સફળતા મળી નથી. માત્ર હાજરી પૂરાવીને સંતોષ માનવો પડ્યો છે. ભાજપે આ ચૂંટણી લડવામાં કોઈ કચાસ છોડી નહોતી. અને ૫૦૦ ખ્રીસ્તી અને ૧૧૨ મુસ્લિમ ઉમેદવારો મળી ૬૧૨ લઘુમતી ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા. કારણ કે કેરળમાં ૩૦ ટકા કરતા વધુ હિંદુ મતદારો પણ ડાબેરીઓ સાથે છે. તાકાતથી ચૂંટણી લડવા છતાં ત્યાં ભાજપું ધોવાણ થયું છે. જાે કે ૨૦૧૪થી ભાજપની મતોની ટકાવારી વધવાનો જે ક્રમ થયો છે તે આમા ચાલુ રહ્યો છે. જાે કે ગ્રામ પંચાયતોમાં ભાજપે હાજરી પૂરાવી છે તો પાલિકાઓમાં બે જીતી હાજરી પુરાવી છે. જાેકે મોટે ભાગે ભાજપે કશુ ગુમાવ્યું નથી પરંતુ વકરો એટલો નફો જેવી સ્થિતિ રહી છે.

ભલે આ ચૂંટણીને દક્ષિણ ભારત સિવાયના કોઈ અખબારોએ મહત્વ આપ્યું નથી. હૈદરાબાદ નગર નિગમની ચૂંટણીને તો ભાજપના રાષ્ટ્રીય નેતાઓની ફોજ ત્યાં ઉતરી હતી તેના કારણે મહત્વ મળ્યું હતું. કેરળની ગુજરાતના પ્રચાર માધ્યમો પૈકી અમુકે તો સાવ નોંધ લીધી જ નથી જ્યારે અમુક પ્રચાર માધ્યમોએ નાની એવી નોંધ લીધી છે. કદાચ કેરળમાં ભાજપને મોટી સફળતા મળી હોત તો કદાચ ગુજરાતના પ્રચાર માધ્યમોએ વધુ મહત્વ આપ્યું હોત તે પણ નક્કી છે. આ ચૂંટણી પરિણામ કેરળ વિધાનસભાની ચૂંટણીમાં રીપીટ થાય કે ન થાય તે વિષે વિશ્લેષકો મતભેદને સ્થાનિક ઉમેદવારો વચ્ચેના જંગના પરિણામની અસર રાજ્ય સ્તરની ચૂંટણીમાં થાય જ એવું ફરજિયાત નથી આમ છતાં ડાબેરી મોરચાએ કેરળમાં રસાકસી ભર્યા જંગમાં કોંગ્રેસની આગેવાની હેઠળના યુડીએફને પાછળ રાખી દીધો છે તે પણ હકિકત છે. ગ્રામ્ય વિસ્તારોમાં તો ડાબેરી પરિબળોના મૂળિયા કેટલા ઉંડા છે તેની પણ સાફ શબ્દોમાં પ્રતિતિ આપી દીધી છે તે વાત નોંધવી જ પડે તેમ છે.

ભાજપની હાજરી થોડી દેખાઈ છે પણ ત્યાં ૮૦ ટકા સ્થળો ડાબેરી અને કોંગ્રેસના મોરચા વચ્ચે વહેંચાઈ ગયા છે જ્યારે બ્લોક અને જિલ્લા પંચાયતોમાં દબદબો ડાબેરીઓનો રહ્યો છે અને બહુમતી સ્થળોએ જીત પણ ડાબેરીઓને જ મળી છે. પાલિકાઓમાં કોંગ્રેસના યુડીએફ મોખરે છે. ડાબેરીઓ બીજા નંબરે છે ત્યાં ભાજપના મોરચાએ બે સ્થળે હાજરી પૂરાવી છે. મહાનગરોમાં ડાબેરી મોરચા અને યુડીએફે ફીફ્ટી ફીફ્ટી વિજય મેળવ્યો છે છતાં આ પરિણામ ડાબેરીઓની જીત સમા તો અવશ્ય ગણી શકાય.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…