Controversy/ ટ્રેઇની IAS પૂજાની વાત જવા દો તેની માતા પણ છે માથાભારે, ખેડૂતની જમીન પચાવવાની છે ફરિયાદ

ટ્રેઇની IAS પૂજા તેની UPSCમાં પસંદગીને લઈને વિવાદમાં આવી છે. આરોપ છે કે તેમણે વિકલાંગતા અને OBC અનામત ક્વોટાનો દુરુપયોગ કરીને IAS પદ મેળવ્યું. તાલીમાર્થી IAS અધિકારી પૂજા ખેડકરનો વિવાદ શરૂ થવાના પગલે તેના સમગ્ર કુટુંબની કુંડળી બહાર આવી છે.

Breaking News India

Mumbai News: ટ્રેઇની IAS પૂજા તેની UPSCમાં પસંદગીને લઈને વિવાદમાં આવી છે. આરોપ છે કે તેમણે વિકલાંગતા અને OBC અનામત ક્વોટાનો દુરુપયોગ કરીને IAS પદ મેળવ્યું. તાલીમાર્થી IAS અધિકારી પૂજા ખેડકરનો વિવાદ શરૂ થવાના પગલે તેના સમગ્ર કુટુંબની કુંડળી બહાર આવી છે. આ મુજબ તેનું આખુ કુટુંબ દબંગ છે. તેના માથાભારે કુટુંબે ગામના ખેડૂતોની જમીન પૂરી પાડી છે. તેમા પણ તેની માતા મનોરમાને ગુજરાતના ગોડમધર સંતોકબેન જાડેજાને શરમાવે તેવી છે. તે નિવૃત્ત IAS અધિકારી દિલીપ ખેડેકરની પત્ની છે.

તેઓના પર એહમદનગર જુલ્લાના પાથરતી તાલુકાના ભાલગામમાં ખેડૂતની જમીન પચાવી પાડવાનો આરોપ છે. દિલીપ ખેડેકરની પત્ની ભાલગામની સરપંચ રહી ચૂકી છે. ગામમાં કેટલાક વિકાસ કાર્યો માટે કેટલાક ગામવાળાઓએ તેની પ્રશંસા પણ કરી તો કેટલાકે તેને માથાભારે ગણાવી. નિવૃત્ત IAS અધિકારી દિલીપ ખેડકરે તેમની પુત્રી પૂજાના નામે મુલશીના પડવલી ગામમાં 25 એકર જમીન લીધી હતી. આ જમીન વાસ્તવમાં તે જ ગામના ખેડૂત કુલદીપ પાસલકરની જમીન છે. મનોરમાએ તેની જમીન લઈ લીધી. આ કેસ 2007થી કોર્ટમાં ચાલી રહ્યો છે.

ખેડૂત કુલદીપે જણાવ્યું હતું કે મનોરમા તેના કેટલાક બાઉન્સરો સાથે ખેતરમાં આવી અને પિસ્તોલ બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપવા લાગી. બાદમાં અમે પોલીસને ફરિયાદ કરવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ કોઈએ અમારી ફરિયાદ સાંભળી નહીં. તેઓ આગળ કહે છે, ‘તે અમને ધમકી આપીને અમારી જમીન હડપ કરવા માગે છે. તેઓએ અમને માત્ર ધમકાવ્યા જ નહીં પરંતુ મારપીટ પણ કરી.

‘આટલું જ નહીં ખેડકર પરિવારે એક વખત પોતાની તાકાતનો ઉપયોગ અમારા ઉભા પાકને બાળવા માટે કર્યો હતો. જેની પાસે કરોડો રૂપિયાની આટલી સત્તા અને સંપત્તિ હોય તેની સામે અમે કેવી રીતે લડી શકીએ? મીડિયામાં મામલો સામે આવ્યા બાદ અમારી હિંમત ફરી વધી છે. અમને ન્યાય જોઈએ છે.’ કુલદીપે 11 જુલાઈના રોજ પુણેના પૌડ પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ કરી. જે બાદ પોલીસે IPCની કલમ 323, 504, 506, 143, 144, 147, 148 અને 149 અને આર્મ્સ એક્ટ હેઠળ 7 લોકો વિરુદ્ધ FIR નોંધી છે. મનોરમા આ કેસમાં મુખ્ય આરોપી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Gujarat Rain Live 15 July: ગુજરાતમાં આજે કેવો અને કેટલો રહેશે વરસાદ…..

આ પણ વાંચો: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તેમના જન્મદિવસે ત્રિમંદિરે દર્શન કરી રાજ્યની સુખાકારી માટે કરી પ્રાર્થના

આ પણ વાંચો: ગુજરાતમાં પરિવર્તન માટે કમર કસતી કોંગ્રેસ