Gujarat/ લો બોલો આ છે વિકાસ? આ જિલ્લામાંથી 3 બાળ શ્રમિક અને 2 તરૂણ શ્રમિક મુક્ત કરાયા

પંચમહાલ જિલ્લા બાળશ્રમ પ્રથાની નાબૂદી માટે કાર્યરત જિલ્લા ટાસ્ક ફોર્સે પ્રસંશનીય કામગીરી દાખવતા 3 બાળ શ્રમિક અને 2 તરુણ શ્રમિકને મુક્ત કરાવ્યા છે….

Gujarat Others
sssss 47 લો બોલો આ છે વિકાસ? આ જિલ્લામાંથી 3 બાળ શ્રમિક અને 2 તરૂણ શ્રમિક મુક્ત કરાયા

@મોહસીન દાલ, મંતવ્ય ન્યૂઝ – પંચમહાલ

ગુજરાતનાં વિકાસ મોડેલને વારંવાર દેશભરમાં બતાવવામાં આવ્યો છે, પરંતુ તેની પાછળની સચ્ચાઇ કઇક અલગ જ જોવા મળી રહી છે. અહી આજે પણ ઘણા જિલ્લાઓમાં બાળ મજૂરી કરતા ફૂલકાઓ તમને જોવા મળી જશે. અવુ જ કઇંક પંચમહાલ જિલ્લામાં જોવા મળ્યુ છે.

પંચમહાલ જિલ્લા બાળશ્રમ પ્રથાની નાબૂદી માટે કાર્યરત જિલ્લા ટાસ્ક ફોર્સે પ્રસંશનીય કામગીરી દાખવતા 3 બાળ શ્રમિક અને 2 તરુણ શ્રમિકને મુક્ત કરાવ્યા છે. મદદનીશ શ્રમ આયુક્તની કચેરી, ગોધરા ખાતે મળેલ ફરિયાદનાં અનુસંધાને ટાસ્ક ફોર્સ દ્વારા કાલોલ તાલુકાનાં વરવાડા મુકામે ચાલતા ઈંટ ભઠ્ઠાઓની આકસ્મિક રેડ કરી હતી. રેડ દરમિયાન વરવાડા, ગંભીરપુરા વિસ્તારમાં ચાલતા ઈંટ ભઠ્ઠાઓમાં રેડ પાડતા MK-1 ઈંટ ભઠ્ઠામાંથી 3 બાળ શ્રમિક અને 2 તરુણ શ્રમિક કામ કરતા મળી આવ્યા હતા. જેના પગલે ટાસ્ક ફોર્સ સમિતિ દ્વારા કાયદેસરની કાર્યવાહી ભઠ્ઠા માલિક સામે કરવામાં આવી હતી. પાંચેય બાળ/તરુણ શ્રમિકનાં ઉંમરનાં પુરાવા સ્થળ પર મળતા તેમના વાલીઓને સોંપવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં જ્યા બાળકો ભણવા અને આગળ વધવા જોઇએ તેવા સપનાઓ જોતા હોવા જોઇએ, જેની જગ્યાએ કઇંક અલગ જ નજારો જોવા મળી રહ્યો છે. અહી ઘણા જિલ્લાઓમાં બાળ મંજૂરી કરતા બાળકો આપને જોવા મળી જશે. આ સમયે પંચમહાલ જિલ્લામાંથી બાળ શ્રમિકોને મુક્ત કરાયા, એવા રાજ્યમાં કેટલા બાળ શ્રમિકોને મુક્ત કરાશે તે હવે આવતા સમયમાં જોવુ રહ્યુ.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો