ચિંતા/ રાજ્યમાં હાર્ટ એટેકથી 24 કલાકમાં 6 વ્યક્તિના મોત

રાજ્યમાં દરરોજ સરેરાશ એકથી ત્રણ વ્યક્તિઓ હાર્ટ અટેકનો ભોગ બની રહ્યા છે. ત્યારે આવામાં વડોદરા અને સુરતમાં બે-બે, જામનગર અને રાજકોટમાં એક-એક વ્યક્તિનું  હાર્ટ એટેકથી મોત થયું છે.

Gujarat Others
YouTube Thumbnail 2023 11 08T132353.892 રાજ્યમાં હાર્ટ એટેકથી 24 કલાકમાં 6 વ્યક્તિના મોત

Heart Attack News: રાજ્યમાં સતત વધી રહેલા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. નાની ઉંમરે હાર્ટ અટેકના કિસ્સા કોરોના બાદ સતત વધ્યા છે. રાજ્યમાં દરરોજ સરેરાશ એકથી ત્રણ વ્યક્તિઓ હાર્ટ અટેકનો ભોગ બની રહ્યા છે. ત્યારે આવામાં વડોદરા અને સુરતમાં બે-બે, જામનગર અને રાજકોટમાં એક-એક વ્યક્તિનું  હાર્ટ એટેકથી મોત થયું છે.

વડોદરામાં વધુ બે લોકોના મોત થયા છે. તેમાં વાસણા રોડ ખાતે રહેતા 53 વર્ષીય સમીર કૌલનું મોત થયુ છે. તેમજ સમીર કૌલ ખાનગી કલબમાં મેનેજર તરીકે નોકરી કરતા હતા. રાત્રે સુઈ ગયા બાદ તેઓ બેશુદ્ધ થઈ ગયા હતા. જેમાં એસ.એસ.જી હોસ્પિટલ ખાતે ખસેડાતા તબીબોએ મૃત જાહેર કર્યા હતા. 51 વર્ષીય ભરત પરમારનું હાર્ટ એટેકથી મોત થયુ છે. તેમાં તરસાલી ખાતે રહેતા ભરત પરમાર સ્કૂલ વેનના વ્યવસાયમાં હતા.

રાજકોટના નાગેશ્વર વિસ્તારમાં રહેતા 44 વર્ષીય પ્રોફેસર મિતેષભાઈ ચૌહાણનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે. મૃતક પ્રોફેસર મિતેષભાઈ ચૌહાણ કચ્છની નવોદય વિદ્યાલયમાં ફરજ બજાવતા હતા. અચાનકથી મિતેષભાઈનું હૃદય બંધ પડી જતા તેમનું મોત નિપજ્યુ હતું. મિતેષભાઈના મોતથી પરિવારમાં શોકનો માહોલ ફેલાયો છે.

સુરતમાં હાર્ટ એટેકથી વધુ બે વ્યક્તિના મોત થયા છે. વિગતો મુજબ પુણા ગામની મહીલા ઘરકામ કરતી વખતે ઢળી પડ્યા હતા. જે બાદમાં તેમને સ્મિમેરમાં સારવાર અર્થે ખસેડાયા બાદ તેમનું મોત થયું છે. આ તરફ અન્ય એક ઘટનામાં રાંદેરમાં રહેતા રત્નકલાકારનું મૃત્યુ થયું છે. 39 વર્ષીય બાબુ પરમારને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. જે બાદમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત થયું છે.


whatsapp ad White Font big size 2 4 રાજ્યમાં હાર્ટ એટેકથી 24 કલાકમાં 6 વ્યક્તિના મોત


આ પણ વાંચો:રાજકોટમાં મુખવાસના વેપારી પર આરોગ્ય વિભાગની તવાઈ

આ પણ વાંચો:DRIની મોટી કાર્યવાહી, વાપી GIDCમાંથી 180 કરોડનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું

આ પણ વાંચો:દિવાળીને લઈને જામ્યો બજારમાં ખરીદીનો માહોલ, પોલીસે ડેમો કરી લોકોને જાગૃત કર્યા

આ પણ વાંચો:માર્કેટિંગ યાર્ડમાં જણસીની આવકમાં વધારો, સોયાબીનની આવકમાં બમ્પર વધારો