Not Set/ આ રીતે ઘરે જ બનાવો ઢોકળાની સબ્જી

સામગ્રી ઢોકળા માટે 1/4 કપ લીલી મગની દાળ (2 થી 3 કલાક સુધી પલાળેલી) 2 લીલા મરચાં (ટુકડા કરેલા) મીઠું (સ્વાદાનુસાર) એક ચપટીભર હીંગ 1 ટીસ્પૂન ફ્રૂટ સોલ્ટ તેલ (ચોપડવા માટે) બીજી જરૂરી વસ્તુઓ 2 કપ તૂરીયા (ત્રાંસા કાપેલા) 1 ટેબલસ્પૂન તેલ 1/2 ટીસ્પૂન રાઇ 1/4 ટીસ્પૂન હીંગ એક ચપટીભર ખાવાનો સોડા મીઠું (સ્વાદાનુસાર) 1 કપ બાફેલા મકાઇના દાણા પીસીને સુંવાળી પેસ્ટ બનાવવા માટે (થોડું પાણી ઉમેરીને) 1/2 કપ ઝીણી સમારેલી કોથમીર 3 લીલા […]

Food Lifestyle
mahi jjk આ રીતે ઘરે જ બનાવો ઢોકળાની સબ્જી

સામગ્રી

ઢોકળા માટે
1/4 કપ લીલી મગની દાળ (2 થી 3 કલાક સુધી પલાળેલી)
2 લીલા મરચાં (ટુકડા કરેલા)
મીઠું (સ્વાદાનુસાર)
એક ચપટીભર હીંગ
1 ટીસ્પૂન ફ્રૂટ સોલ્ટ
તેલ (ચોપડવા માટે)

બીજી જરૂરી વસ્તુઓ
2 કપ તૂરીયા (ત્રાંસા કાપેલા)
1 ટેબલસ્પૂન તેલ
1/2 ટીસ્પૂન રાઇ
1/4 ટીસ્પૂન હીંગ
એક ચપટીભર ખાવાનો સોડા
મીઠું (સ્વાદાનુસાર)
1 કપ બાફેલા મકાઇના દાણા

પીસીને સુંવાળી પેસ્ટ બનાવવા માટે (થોડું પાણી ઉમેરીને)
1/2 કપ ઝીણી સમારેલી કોથમીર
3 લીલા મરચાં
1/2 ટીસ્પૂન લીંબુનો રસ

મિક્સ કરીને મસાલો બનાવવા માટે
1/4 કપ ઝીણી સમારેલી કોથમીર
2 ટેબલસ્પૂન ખમણેલું નાળિયેર
1 ટીસ્પૂન સાકર
1/4 ટીસ્પૂન મરચાં પાવડર
1 ટીસ્પૂન ધાણા પાવડર
મીઠું  (સ્વાદાનુસાર)

બનાવવાની રીત  
ઢોકળા માટે

લીલી મગની દાળને નીતારીને તેમાં લીલા મરચાં અને 2 ટેબલસ્પૂન પાણી મેળવી તેને મિક્સરમાં ફેરવી સુંવાળું મિશ્રણ તૈયાર કરો. આ મિશ્રણને એક બાઉલમાં કાઢી, તેમાં મીઠું અને હીંગ મેળવી સારી રીતે મિક્સ કરી લો.

તેને બાફવા મૂક્તા પહેલા, તેમાં ફ્રૂટ સોલ્ટ અને 1 ટીસ્પૂન પાણી મેળવો. જ્યારે તેમાં પરપોટા થતા દેખાય, ત્યારે તેને હળવેથી મિક્સ કરી લો.

એક 100 મી. મી. (6)ની થાળીમાં થોડું તેલ ચોપડી તેમાં તૈયાર કરેલું ખીરૂ રેડી લો.પછી તેને 7 મિનિટ સુધી બાફી લો.

તે પછી તેને બહાર કાઢી થોડા ઠંડા થવા દો, તે પછી તેના સરખા ચોરસ ટુકડા કરી બાજુ પર રાખો.

આગળની રીત

એક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં રાઇ નાંખો. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં હીંગ અને 3/4 કપ પાણી મેળવી એક ઉભરો આવવા દો.

પછી તેમાં તૂરીયા, ખાવાનો સોડા, મીઠું અને મકાઇના દાણા મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર 4 થી 5 મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.

તે પછી તેમાં પેસ્ટ અને મસાલો મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર 1 થી 2 મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.

પીરસતા પહેલા, તેમાં ઠોકળાના ટુકડા મેળવી, હળવા હાથે મિક્સ કરી મધ્યમ તાપ પર 2 મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો. ગરમ ગરમ પીરસો.