Not Set/ હેપ્પી ફાધર ડે : પિતાનો હાથ તાપ વચ્ચે માથા પર છાયડા જેવો છે…

અમદાવાદ, વિશ્વભરમાં રવિવારે ફાધર્સ ડેની ઉજવણી કરવામાં આવશે. આને લઇને તમામ પરિવારમાં પિતાને ખાસ સન્માન આપવા માટે કેટલાક આયોજન કરવામાં આવે છે. પિતા શુ હોય છે તે બાબતને તમામ લોકો સારી રીતે સમજે છે. પિતાનો હાથ જે તમામને સાથે લઇને ચાલે છે. ભલે તમામને સાથે લઇને ચાલવાની સ્થિતીમાં પોતાની ગતિ ધીમી કેમ ન થઇ જાય. […]

Top Stories Lifestyle
dsgvgdfv 13 હેપ્પી ફાધર ડે : પિતાનો હાથ તાપ વચ્ચે માથા પર છાયડા જેવો છે...

અમદાવાદ,

વિશ્વભરમાં રવિવારે ફાધર્સ ડેની ઉજવણી કરવામાં આવશે. આને લઇને તમામ પરિવારમાં પિતાને ખાસ સન્માન આપવા માટે કેટલાક આયોજન કરવામાં આવે છે. પિતા શુ હોય છે તે બાબતને તમામ લોકો સારી રીતે સમજે છે. પિતાનો હાથ જે તમામને સાથે લઇને ચાલે છે. ભલે તમામને સાથે લઇને ચાલવાની સ્થિતીમાં પોતાની ગતિ ધીમી કેમ ન થઇ જાય. પિતા હમેંશા બાળકોની જવાબદારી ખુબ ખુશી સાથે અદા કરે છે. પિતા પોતાની લાઇફને પણ બાળકો માટે સમર્પિત કરી દે છે.

પિતાનો હાથ જે દુનિયામાં કાળઝાળ ગરમી વચ્ચે માથા પર છાયડાની સમાન હોય છે. પિતાનો હાથ એક અલગ જ વિશ્વાસ બાળકોમાં જન્માવે છે. સાથે સાથે એક અલગ અહેસાસ કરાવે છે. ક્યારેય તો અદ્રશ્ય થઇને પણ અનુભવ થાય છે. જ્યારે અમે નાના હતા ત્યારે પિતા મોડી સાંજે ઘરે પરત ફરતી વેળા તેમના ચહેરા બાદ સૌથી પહેલી નજર તો તેમના હાથમાં પડતી હતી. પિતા લઇને શુ આવ્યા છે તે બાબતની અમને ઉત્સુકતા રહેતી હતી.

ક્યારેય તેમના હાથમાં શાકભાજી રહેતી હતી તો ક્યારેય ફળફળાદી રહેતી હતી. ક્યારેય અમારી મનપંસદ ચીજ રહેતી હતી. પિતા હમેંશા આપવા ઇચ્છે છે. પિતા પોતાના માટે ક્યારેય કોઇ ચીજ માંગતા નથી. પોતાના માટે જ્યારે કોઇ ચીજ લેવાનો નંબર આવે ત્યારે તમામ પિતાનો એક સમાન જવાબ હોય છે તે જવાબ હોય છે કે હાલમાં તેમને તો કોઇ ચીજની જરૂર નથી.

જ્યારે તમામ લોકો સારી રીતે જાણે છે કે પરિવારની જરૂરિયાતને પૂર્ણ કરવા માટે પિતા હમેંશા પોતાની જરૂરિયાતને નજર અંદાજ કરી નાંખે છે. પોતાની ઇચ્છામાં પિતા હમેંશા મોટા કાપ મુકે છે પરંતુ બાળકોની નાની નાની ઇચ્છાને પૂર્ણ કરવા માટે સતત સક્રિય હોય છે. બાળકોની કોઇ ઇચ્છાને અધુરી છોડવા માટે તૈયાર હોતા નથી. કોઇ પણ ચીજ માટે પિતાએ વખત સુધી ઇન્કાર કરતા નથી જ્યાં સુધી તેમની સામે કોઇ મજબુરી ન આવે. તેમની મોટી વય માટે તેમની પાસે કોઇ ચીજ રહે કે ન રહે તેની ચિંતા કર્યા વગર બાળકને તમામ પ્રકારના સુખ આપવા માટે કટિબદ્ધ રહે છે.

પિતાનો હાથ ઇશ્વરના હાથની સમાન હોય છે. જે માત્ર આપવા જાણે છે લેવાના નામ પર બસ બાળકોનો સાથ જીવનભર ઇચ્છે છે. બાળપણની કેટલીક યાદો આજે જ્યારે લેખ લખી રહી છુ ત્યારે તાજી થઇ રહી છે. જે યાદ આજે પણ એટલી જ તાજી છે જેવી વર્ષો પહેલા હતી. રસોડામાં ગેસ સિલિન્ડર ખતમ થઇ જાય તો માતા પિતાને અવાજ લગાવતી હતી.

પિતા આવતા હતા અને ખુબ સાવધાનીપૂર્વક ગેસ સિલિન્ડર બદલી નાંખતા હતા. જે ડબ્બા લાખ તાકાત લગાવી દીધા બાદ પણ ખુલતા ન હતા તે ડબ્બાને પિતા ખોલી દેતા હતા. પિતાના હાથમાં આવતાની સાથે જ ડબ્બા ખુલી જતા હતા. ઘરમાં કોઇ લાઇટ ખરાબ થઇ જાય તો આ કામ પણ પિતાના હિસ્સામાં જ આવતુ હતુ. સફાઇ માટે છતથી પંખા ઉતારવાના હોય કે પછી બારી બારણા પેન્ટ કરવાના હોય તમામ કામ પિતા પાસે આવતા હતા. આવા અનેક કામ માટે પિતા જ આગળ આવતા હતા. એટલુ જ નહીં જરૂર પડે તો નાના મોટા કામ માટે મેકેનિક પણ બની જતા હતા.

ભારે ભારે ચીજો પણ પિતા ખબર નહીં કઇ રીતે ઉઠાવી લેતા હતા. પિતાના હાથ ખુબ તાકતવર હોય છે તે સતત કામ કરતી વેળા પણ થાકતા નથી. થાક લાગે તો પણ ફરિયાદ કરતા નથી. બાળકો જ્યારે હેરાનગતિ કરે છે ત્યારે પોતાના બાળકોની ધોળાઇ કરવા માટે પણ તૈયાર રહે છે. લાંબા સમય સુધી બાળકો સમજી શકતા નથી કે તેમની ફટકારની પાછળ પણ તેમની ચિંતા અને પ્રેમ છુપાયેલા હોય છે. બાળકો શિસ્તમાં રહે તે માટે માતા પિતા હમેંશા પ્રયાસ કરે છે.

માતા પિતા પૈકી એક કઠોર રહે તે જરૂરી હોય છે. કઠોર બનવા માટેની બાબત પણ પિતા પર આવી જાય છે. જ્યારે બાળકો મોટા થઇ જાય છે ત્યારે પિતા નબળા બની જાય છે. મોટી વયમાં પણ પિતા હમેંશા બાળકોની ઇચ્છાને પૂર્ણ કરવામાં જ લાગેલા હોય છે. પિતાનો દરજ્જો સર્વોચ્ચ છે. બાળકો તેમને આધુનિક સમયમાં પૂર્ણ રીતે સમજીને આગળ વધે તે જરૂરી છે. પિતાની ઇચ્છાને પૂર્ણ કરવાની બાળકોની પણ જવાબદારી તો બને છે.

માતા-પિતાનો સાથ જરૂરી  એકલવાયુ જીવન મોટી વયે સૌથી પરેશાન કરે છે

હેપ્પી ફાધર્સ ડેની ઉજવણી રવિવારે કરવામાં આવનાર છે. આ દિવસે માત્ર ઔપતારિકતા પૂર્ણ કરવી જોઇએ નહીં બલ્કે માતાપિતા પ્રત્યેની જવાબદારી પણ અદા કરવા માટે બાળકો આગળ આવે તે જરૂરી છે. અભ્યાસમાં પણ સાબિત થઇ ગયુ છે કે એકલવાયુ જીવન માતાપિતાને સૌથી હેરાન પરેશાન કરે છે. તેમની લાઇફમાં આવા દિવસો ન આવે તેવા પ્રયાસ આ દિવસે કરવાની કટિબદ્ધતા વ્યક્ત કરવી જોઇએ.

માતા-પિતાનો સાથ જરૂરી છે. તેમના માટે પણ અને અમારા માટે પણ સાથ જરૂરી છે. કેટલાક કિસ્સા એવા પણ આવી ચુક્યા છે જેમાં પુત્ર પુત્રી તમામ કારોબારને છોડીને માતાપિતા એકલવાયુ ન અનુભવે તે માટે તેમની સાથે રહેવા માટે ગ્રામીણ વિસ્તારમાં જતા રહ્યા છે. જ્યારે કેટલાક એવા બાળકો પણછે જે તમામ પ્રકારની સુવિધા હોવા છતાં મોટી વયમાં પહોંચી ગયેલા માતાપિતાને તેમનાથી દુર કરી નાંખે છે જેથી આ માતાપિતા એકલવાયુ જીવન ગાળે છે. તેમની સામે આજીવિકા માટે પણ પડકાર સર્જાઇ જાય છે.

હેપ્પી ફાધર  ડે દર વર્ષે ૧૬મી જુનના દિવસે મનાવવામાં આવે છે માતાપિતાના મુલ્યને સમજી લેવાની દરેક બાળકની જવાબદારી છે. સાથે સાથે મોટી વયમાં તેમની સાચવણી એટલી જ જરૂરી છે. પોતાની ઇચ્છાશક્તિને મારી બાળકો માટે તમામ સુવિધા અને સુખ માટે પ્રયાસ કરનાર પિતા જ્યારે મોટી વયમાં પહોંચે છે અને તેમના હાથ પગ કામ કરવાની સ્થિતીમાં રહેતા નથી ત્યારે તેમની અવગણા કોઇ કિંમતે થઇ શકે નહીં. બાળકોની કસોટી એજ સમય થાય છે.

ન્યુ ડેડ : પાપા શબ્દના સંબોધનથી ખાસ ઓળખ

હેપ્પી ફાધર્સ ડેની ઉજવણી આવતીકાલે કરવામાં આવનાર છે. આ દિવસનુ ખાસ મહત્વ રહેલુ છે. સુ તમે બાળકની મોટી જવાબદારી લેવા માટે તૈયાર છો. પાપા શબ્દના સંબોધન માત્રથી આપની અંદર એક કાસ હોદ્દાને જન્મ મળી જાય છે. આ સુખદ અનુભવ તો માત્ર પિતા બનીને કરી શકાય છે.

પોતાના પિતૃત્વને મજબુત અને વધારે જવાબદાર બનાવવા માટે કેટલાક મહત્વપૂર્ણ પગલા લેવાની જરૂર હોય છે. માતાની જેમ જ પિતા બનવાની બાબત પણ કોઇ સામાન્ય બાબત નથી. આ એક કુદરતી અહેસાસ તરીકે હોય છે. જે આપને બીજા પુરૂષો કરતા અલગ પાડે છે. કદાચ નવા પિતા બની ગયા બાદ તમને થોડીક ગભરાટ લાગે. કારણ કે આપના જીવનસાથીનુ તમામ ધ્યાન બાળકની સારવારમા જાય છે. નવજાત શિશુની કાળજી લેવામાં સંપૂર્ણ ધ્યાન જાય છે જેથી તમારી અવગણના થઇ રહી છે તેવો અહેસાસ થઇ શકે છે. હકીકતમાં આપની ભૂમિકા પણ એટલી જ મહત્વપૂર્ણ બની જાય છે.

રોજના ઘરેલુ કામમાં તમે ભાવનાત્મક સમર્થન તો આપી શકો છો. આના કારણે આપનુ ખાલીપણુ દુર થઇ શકે છે. આના કારણે આપની પત્નિને પણ રાહત મળી શકે  છે. ગર્ભાવસ્થાના સમાપન બાદ શારરિક પરિવર્તનના દોરમાં હાર્મોન્સના પરિવર્તન જોવા મળે છે. આવી સ્થિતીમાં એક નવી માતાના મન નાજુક રહે છે. તેને નાનકડી ઠેસ પણ તેને માઠી અસર કરે છે. આવી સ્થિતીમાં સમજદાર પતિની જવાબદારી તેને સાથ આપવા માટેની હોય છે. આના કારણે ગૃહસ્થીની નીવ વધારે મજબુત બને છે. પોતાના આરામના થોડાક ત્યાગથી મજબુત પારિવારિક ભવિષ્યના રસ્તાને તૈયાર કરી શકાય છે.