Not Set/ ગળ્યું ખા ખા કરનાર ગુજરાતીઓ ચેતો, ડાયાબિટીસ તમારી આંખનો લઈ લેશે ભોગ

ગળ્યું ખાવામાં એક્કા ગણતા ગુજરાતીઓ ડાયાબિટીસ જેવા રોગમાં પણ ટોપ પર છે.ડાયાબીટિસથી પીડાતા દર્દીઓમાં ગુજરાત દેશનું બીજા નંબરનું રાજ્ય છે. જેનું મુખ્ય કારણ સ્થૂળતા છે. અને બીજુ કારણ છે આનુવંશિક ફેરફાર જે કોલેસ્ટરોલના લેવલને બગાડે છે.વિશ્વ આરોગ્ય સંસ્થાના 2018ના રિપોર્ટ પ્રમાણે વર્ષ ૨૦૩૦ સુધી વિશ્વભરમાં ડાયાબીટિસના દર્દીઓની સંખ્યા 43.80 મિલીયને પહોંચી જશે. જેમાં 8.70 કરોડ ડાયાબીટિસના […]

Health & Fitness Lifestyle
ગળ્યું ખા ખા કરનાર ગુજરાતીઓ ચેતો, ડાયાબિટીસ તમારી આંખનો લઈ લેશે ભોગ
ગળ્યું ખાવામાં એક્કા ગણતા ગુજરાતીઓ ડાયાબિટીસ જેવા રોગમાં પણ ટોપ પર છે.ડાયાબીટિસથી પીડાતા દર્દીઓમાં ગુજરાત દેશનું બીજા નંબરનું રાજ્ય છે. જેનું મુખ્ય કારણ સ્થૂળતા છે. અને બીજુ કારણ છે આનુવંશિક ફેરફાર જે કોલેસ્ટરોલના લેવલને બગાડે છે.વિશ્વ આરોગ્ય સંસ્થાના 2018ના રિપોર્ટ પ્રમાણે વર્ષ ૨૦૩૦ સુધી વિશ્વભરમાં ડાયાબીટિસના દર્દીઓની સંખ્યા 43.80 મિલીયને પહોંચી જશે. જેમાં 8.70 કરોડ ડાયાબીટિસના દર્દીઓ એકલા ભારતમાં હશે.
ભારતમાં કુલ ડાયાબિટીસના દર્દીઓમાંથી 10% જેટલા ગુજરાતમાં હોવાનું અનુમાન છે.
હાલમાં વડોદરાની એમ.એસ.યુનિ.ના સી.સી.મહેતા ઓડિટોરીયમમાં બાયો-કેમેસ્ટ્રીના પીએચ.ડીમાં અભ્યાસ કરી રહેલા 30 જેટલા વિદ્યાર્થીઓએ ડાયાબિટીસ પરના  પોતાના રિસર્ચનું પોસ્ટર પ્રદર્શન ગોઠવ્યું હતું.
પીએચ.ડીના ચોથા વર્ષમાં અભ્યાસ કરી રહેલી વિદ્યાર્થિની નિરાલી રાઠવાએ જણાવ્યું કે,ડાયાબીટિસમાં આનુવંશિક્તા 12 થી 15ટકા જ્યારે સ્થૂળતા 80 ટકા જેટલો ભાગ ભજવે છે. અમે છેલ્લા ત્રણ વર્ષમાં વડોદરા અને તેની આસપાસના વિસ્તારોના 500 ડાયાબીટિસના દર્દી અને 500 હેલ્ધી લોકોના સેમ્પલનો અભ્યાસ કર્યો હતો. જેની તુલના કરતા જાણવા મળ્યુ હતુ કે ડાયાબીટિસના દર્દીઓમાં રોગપ્રતિકારક શક્તિને જાળવી રાખતા તત્વોનું પ્રમાણ ઓછું હતું.
ડાયાબિટીસમાં આંખોની બીમારી ડાયાબિટિક મૈક્યુલર ઈડિમા થવાનું જોખમ ખૂબ જ વધુ રહે છે. રેટિનાની બીમારીયોની મોડી ઓળખ થવાનું કારણ ઓછી જાગૃતતા છે.
ડાયાબિટીક મૈકુલર ઇડીમામાં ક્ષતિગ્રસ્ત બ્લડ વૈસેલ્સ લીક થવાથી સોજો આવવા લાગે છે અને દર્દીની દ્રષ્ટિ પ્રભાવિત થવા લાગે છે. જે લોકો ડાયાબિટીસથી પીડિત છે, તેમમે સામાન્ય લોકોની સરખામણિમાં આ તકલીફ થવાનું જોખમ 25 ગણુ વધુ થઇ જાય છે.
 ડાયાબિટીસથી થતી રેટિના બીમારીયો જેવી કે ડીએમઈ વિશે લોકોમાં ખૂબ જ ઓછી જાણકારી હોય છે. આ બિમારીમાં સામાન્યરીતે આંખોની દ્રષ્ટિ જતી રહે છે, પરંતુ જો બિમારીની ઓળખ સમયસર કરવામાં આવે તો તેને સારી રીતે મેનેજ કરી શકાય છે.
ઘરે પણ બીમારી ઓળખી શકાય છે…
ડાયાબિટીક દર્દીઓને રેટિનલ બીમારિયો સાથે જોડાયેલા લક્ષણો પ્રત્યે સાવધાન રહેવાની જરૂર છે. તેઓ ઘર પર જ એમસ્લેર ગ્રિડથી નિયમિત રીતે આંખોના સેંટ્રલ વિઝનને ચેક કરી શકો છે. તેમાં સાધારણ ટેબલની વચ્ચે ગાઢ બિંદુ હોય છે, જો જોવા સમયે રેખાઓ આડી-અવળી કે તૂટેલી અને ધુંધળી દેખાય તો સર્તક થઇ જાવ. જો કે, આ ટેસ્ટ ખૂબ જ કામ આવે છે પરંતુ તો પણ નિષ્ણાતો પાસે આંખોની તપાસ કરાવો. જલદી ઓળખ કરવાથી ડીએમઈથી થનારી આંખોની દ્રષ્ટિને જવાથી રોકી શકાય છે.
પીએચડી સ્ટુડન્ટ નિરાલીએ જણાવ્યું કે, ગૃહિણીઓ કહે છે અમે ઘરકામ કરીએ એટલે ડાયાબીટિસ નહીં થાય, પરંતુ એવું નથી. લોકો કસરત નહી કરે તો ચાલશે પરંતુ દરરોજ અડધો કલાક ફરજિયાત ચાલવું જોઈએ. અને અત્યારસુધી સૌથી વધારે ડાયાબીટિસ લાંબો સમય એકસ્થળે બેસી રહેનારા લોકોમાં જોવા મળ્યું છે.